Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
છીએ. આ ૧૭ !
પર્વ ૧ લું.
મંગળાચરણ જે દેવ, અસુર અને મનુષ્યોને પૂજવા લાયક છે એવા “શ્રી વાસુપૂજ્ય સ્વામી તમને પવિત્ર કરો. તે ૧૪ છે विमलस्वामिनो वाचः, कतकक्षोदसोदराः । जयंति त्रिजगच्चेतो जलनैर्मल्यहेतवः ॥१५॥
ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં કારણરૂપ “શ્રી વિમલ' સ્વામીની વાણુ જયવંતી વતે છે. ૧૫ છે स्वयंभूरमणस्पद्धि-करुणारसवारिणा । अनंतजिदनंतां वः, प्रयच्छतु सुखश्रियम् ॥१६॥
સ્વયંભૂમણુ છેલ્લા) સમુદ્રની હરીફાઈ કરનાર અર્થાત્ તેથી પણ અધિક એવા કરુણ રસરૂપી જળવડે યુક્ત “શ્રી અનંતનાથ” ભગવાન તમને, જેને અંત નથી એવી મોક્ષસુખરૂપી લમીને આપે. ૧૬ છે कल्पद्रुमसधर्माण-मिष्टप्राप्तौ शरीरिणाम् । चतुर्दाधर्मदेष्टारं, धर्मनाथमुपास्महे ॥१७॥
પ્રાણીઓને વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષની જેવા અને દાન, શીલ, તપ તથા ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને બતાવનારા “શ્રી ધર્મનાથ”ની અમે ઉપાસના કરીએ सुधासोदरवाग्ज्योत्स्ना निर्मलीकृतदिङ्मुखः। मृगलक्ष्मा तमाशांत्य, शांतिनाथजिनोऽस्तु वः॥
પિતાની અમૃત જેવી વાણીરૂપી ચંદ્રિકાથી જેણે દિશાઓના મુખભાગોને નિર્મળ કર્યા છે અને જેને મૃગનું ચિહ્ન છે એવા “શ્રી શાંતિનાથ” જિન તમારા અજ્ઞાનની શાંતિને માટે થાઓ. મે ૧૮ છે श्रीकुंथुनाथो भगवान् , सनाथोऽतिशयदिभिः । सुरासुरन्नाथाना-मेकनाथोऽस्तु वः श्रिये ॥
અતિશની સમૃદ્ધિઓ વડે યુક્ત અને દેવ, અસુર તથા મનુષ્યના સ્વામીએ જે ઈન્દ્ર ચક્રવતી વિગેરે તેને અદ્વિતીય પતિ “શ્રી કુંથુનાથ” ભગવાન તમને કલ્યાણરૂપી લહમીને અર્થે . ૧૯ છે अरनाथस्तु भगवां-श्चतुर्थारनभोरविः । चतुर्थपुरुषार्थश्री-विलासं वितनोतु वः ॥२०॥
ચેથા આરારૂપી આકાશમાં સૂર્ય સમાન “શ્રી અરનાથ” ભગવાન તમારા મોક્ષલક્ષમીના વિલાસને વિસ્તાર કરે. ૨૦ છે मुरासुरनराधीश-मयूरनववारिदम् । कर्मन्मूलने इस्ति-मल्लं मल्लिमभिष्टुमः ॥२१॥
દેવ, અસુર અને મનુષ્યના પતિ એવા ઈદ્ર ચક્રવર્યાદિરૂપી મયૂરેને ઉલ્લાસ કરવામાં નવીન મેઘ સમાન અને કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં અાવત હસ્તિ જેવા “શ્રી મહિનાથ”ની અમે સ્તુતિ કરીએ છીએ. આ ૨૧ છે जगन्महामोहनिद्रा-प्रत्यूषसमयोपमम् । मुनिसुव्रतनाथस्य, देशनावचनं स्तुमः ॥२२॥
સર્વ જગના લેકની મેહનીય કર્મરૂપી નિદ્રામાં પ્રભાતકાળના જેવા “શ્રી મુનિસુવ્રતનાથના દેશના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૨૨ છે
* અતિશય દરેક તીર્થકરને ૭૪ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org