________________
શ્રીમદની જીવનસિદ્ધિ શ્રીમદનાર પિતામહ પંચાણભાઈ મેરબી તાબેના માણેકવાડામાં રહેતા હતા. વિ. સં. ૧૮૯રમાં પોતાના ભાઈ એથી જુદા થઈ પોતાની મિલક્ત લઈ, તેઓ વવાણિયા આવ્યા, અને ત્યાં મકાન ખરીદીને વસ્યા. એ જ મકાનમાં શ્રીમદ રાજચંદ્રને જન્મ થયો. પંચાણભાઈના ભાયાતો આજે પણ માણેકવાડામાં હયાત છે. પંચાણભાઈ એ વવાણિયામાં વહાણવટાનો ધંધે ચાલુ કરવાની સાથે વ્યાજવટાવને ધંધે પણ ચાલુ કર્યું હતું, જેનાથી તેમની મહેતા અટક શરૂ થઈ.
પંચાણભાઈને પુત્ર જીવતા ન હતા, તેથી કેઈના કહેવાથી વવાણિયાથી એક માઈલ દૂર આવેલા રવીચિદેવીના સ્થાનકની તેમણે બાધા રાખી. ત્યાર બાદ વિ. સં. ૧૯૦૨માં તેમને ત્યાં પુત્રને જન્મ થયો. તે પુત્રનું નામ રવીચિદેવીના નામના આધારે રવજીભાઈ રાખવામાં આવ્યું. પંચાણુદાદાએ ૯૮ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. તેઓ વૈષ્ણવ ધર્મ પાળતા હતા.
રવજીભાઈ એ ૧૪ વર્ષની વયથી વેપારમાં ઝંપલાવ્યું. તેમને વ્યાજ વટાવના ધંધાને લીધે આજુબાજુનાં ગામડાંમાં ફરવાનું થતું. તે ઉપરાંત તેઓ વવાણિયાન તેમ જ અન્ય જગ્યાઓના ઠાકોરજીના મંદિરમાં વાર્તા–વિનદાથે જતા. ડાયરાઓમાં પણ તેઓ હાજરી આપતા. તેઓ પણ વૈષ્ણવ ધર્મ પાળતા. તેઓ ઘણા સેવાભાવી હતા.
રવજીભાઈનાં લગ્ન માલિયાનિવાસી રાઘવજીભાઈની પુત્રી દેવબાઈ સાથે થયેલાં. કેટલાક તેમનું નામ મેંઘીબાઈ પણ આપે છે. દેવબાઈ જનકુળમાંથી આવ્યાં હોવાને લીધે જન સંસ્કાર લાવ્યાં હતાં. તેઓ તે ધર્મ પાળતાં. તેઓ પણ તેમના પતિ રવજીભાઈની જેમ ઘણું સેવાભાવી હતાં.
આ સેવાભાવી દંપતીને કુળદીપક પુત્રનાં માતાપિતા થવાની આશિષો કેટલીક મહત્વની વ્યક્તિઓ તરફથી મળી હતી, તે જાણવું રસપ્રદ છે.
રવજીભાઈ સાધુસંતેની નિસ્વાર્થભાવે સેવા કરતા. તે પ્રમાણે તેમણે એક ફકીરની પણ લાંબા સમય સુધી સેવા કરી હતી. તેમની સેવાથી પ્રસન્ન થઈ ફકીરે રવજીભાઈને આશિષ આપી કે તેઓ એક દીર્ધાયુષી તથા પ્રતાપશાળી પુત્રના પિતા થશે. ફકીરે એક દિવસે રવજીભાઈને સવારમાં લાવ્યા હતા. હવે બન્યું એવું કે તે જ દિવસે રવજીભાઈને ત્યાં મહેમાન આવ્યા, તેથી તેઓ ધર્મસંકટમાં મુકાયા. જે તેઓ મહેમાનની પૂરી આગતાસ્વાગતા કર્યા પછી ફકીર પાસે જાય તે ઘણું મોડા પહોંચે અને એમ ને એમ જાય તે અતિથિધર્મ
| મહેમાનનું કામકાજ ઝટપટ પતાવી તેઓ ફકીર પાસે જવા નીકળ્યા. ત્યાં પહોંચ્યા ત્યારે તેમની ધારણા કરતાં વિશેષ મડું થઈ ગયું હતું. તેમને જેઈ ફકીર બેલ્યા કે –
૨. શ્રીમદ્ રાજચંદ્ર તેમના ભક્તો અને અનુયાયીઓમાં “શ્રીમદ્દ ”, “કૃપાળુદેવ”, “પરમકપાળદેવ ”, “સાહેબ” વગેરે નામથી જ ઓળખાય છે. આથી આ મહાનિબંધમાં પણ તેમનું પૂરું નામ “શ્રીમદ્ રાજચંદ્ર”ન લખતાં, તેમને માટે “શ્રીમદ્ ” એ ટૂંકા નામને જ ઉપયોગ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org