________________
૪૪
ષદર્શન
એ બે સાપેક્ષ શબ્દો છે. એટલે, એકના અર્થને સંપૂર્ણપણે જાણવો હોય તો બીજાના અર્થને જાણ્યા વિના ન ચાલે. પ્રથમ ધર્મનો અર્થ જોઇએ.
૩૮
ભાષ્યકાર વ્યાસ ધર્મની નીચે પ્રમાણે વ્યાખ્યા આપે છે : યોગ્યતાવચ્છિના ધર્મિન રાòિવ ધર્મઃ । અર્થાત્ ધર્મીની યોગ્યતાયુક્ત શક્તિ એ જ ધર્મ છે. માટી ઘટને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. આ શક્તિ એ જ માટીનો ધર્મ છે. આ શક્તિ અમુક ખાસ યોગ્યતા ધરાવે છે. માટી જલાહરણ વગેરે ક્રિયાઓ પોતે કરતી ન હોવા છતાં તે ક્રિયાઓની યોગ્યતા તો તેનામાં છે. ઘટમાં જલાહરણ વગેરે ક્રિયાઓ કરવાનું જે સામર્થ્ય છે તે આગન્તુક, અકસ્માત્ યા પ્રાસંગિક નથી પરંતુ તે તો તેને' પોતાના ઉપાદાનકારણ માટી પાસેથી વારસામાં મળેલ છે.- જલાહરણ વગેરે ક્રિયાઓ કરવાની યોગ્યતાથી યુક્ત ઘટોત્પાદક શક્તિ એ માટીનો ધર્મ છે. આ વ્યાખ્યાને કેટલાક બીજી રીતે સમજાવે છે. બીજમાં રહેલી અંકુરોત્પાદકશક્તિ બીજનો ધર્મ છે. અગ્નિમાં રહેલી દાહશક્તિ એ અગ્નિનો ધર્મ છે. એટલે ધર્મનું સરળ લક્ષણ તો છે ‘શક્તિ એ જ ધર્મ છે’. પરંતુ આટલું જ લક્ષણ ન આપતાં ‘યોગ્યતાવિશિષ્ટ' એવું વિશેષણ શક્તિને આપ્યું છે. તેનું પ્રયોજન છે. બીજને શેકી નાખવાથી તેની અંકુરોત્પાદકશક્તિ બળી જાય છે, નષ્ટ થઈ જાય છે પરંતુ તે કારણે તેને અંકુરોત્પાદકશક્તિનો વિયોગ છે એમ નહિ કહેવાય, કારણ કે સાંખ્યમતે દ્રવ્ય અને શક્તિનો અભેદ છે. પરિણામે, જ્યાં સુધી શક્તિમાનની-દ્રવ્યની-સ્થિતિ છે ત્યાં સુધી શક્તિની પણ સ્થિતિ છે તેમ માનવું જોઈએ. યોગ્યતા એટલે સ્વરૂપયોગ્યતા. દગ્ધબીજમાં પણ અંકુરને ઉત્પન્ન કરવાની સ્વરૂપયોગ્યતા છે. અર્થાત્ આવી યોગ્યતાયુક્ત શક્તિ છે. દગ્ધબીજ જેવા દગ્ધશક્તિવાળા ધર્મોનેય લક્ષણ લાગુ પડી શકે એટલા માટે ‘યોગ્યતાવિશિષ્ટ’ એ વિશેષણ અહીં રાખ્યું છે.' અહીં માટીમાં ઘટોત્પાદક શક્તિ છે એમ જે કહ્યું છે તેનો અર્થ એ છે કે માટીમાં ઘટશક્તિ છે.
આ ઘટશક્તિ યોગ્ય સહકારીઓ મળતાં પ્રગટ થાય છે અને તેમના અભાવમાં અપ્રગટ રહે છે. પ્રગટ ઘટશક્તિ જલાહરણ વગેરે ક્રિયાઓ કરે છે જ્યારે અપ્રગટ ઘટશક્તિ તે ક્રિયાઓ કરતી ન હોવા છતાં તે ક્રિયાઓ કરવાની યોગ્યતા તેનામાં રહેલી જ છે. આમ ઘટશક્તિ એ જ ઘટ છે. માટી એ ધર્મી છે અને ઘટશક્તિ યા ઘટ એ ધર્મ છે. દ્રવ્ય એ ધર્મી છે અને શક્તિઓ, આકારો યા વિકારો એ ધર્મો છે. એક ધર્મીમાં અનંત ધર્મો હોય છે. ધર્મી ધર્મોમાં અનુસ્યૂત છે. આ વસ્તુ નીચેની ચર્ચાથી ફ્રુટ થશે :
ધર્મોની ત્રણ અવસ્થાઓ છે-શાન્ત (અતીત), ઉદિત (વર્તમાન) અને અવ્યપદેશ્ય (અનાગત)૪૧. જે ધર્મ પોતાનો વ્યાપાર કરતો અનુભવાય છે તે ઉદિત છે. જે ધર્મ પોતાનો વ્યાપાર કર્યા પછી ધર્મીમાં અવિભક્તરૂપે સ્થિત થઈ ગયો છે અર્થાત્ ધર્મારૂપ થઈ ગયો છે તે ધર્મ શાન્ત છે.’૩ આ ધર્મમાં અને વર્તમાનાવસ્થાવાળા ઉદિત ધર્મમાં ફેર એ છે કે એક ધર્મ પોતાનો વ્યાપાર કરતો નથી જ્યારે બીજો કરે છે. શાન્ત ધર્મ અને અનાગત અવસ્થાવાળા અવ્યપદેશ્ય ધર્મ વચ્ચે એ ભેદ છે કે એકમાં ઉદિત થવાની યોગ્યતા નથી જ્યારે બીજામાં છે. ઉદિત ધર્મ અને અવ્યપદેશ્ય ધર્મ વચ્ચે એ તફાવત છે કે એક પોતાનો વ્યાપાર કરતો અનુભવાય છે જ્યારે બીજો પોતાનો વ્યાપાર કરતો