________________
સાંખ્યદર્શન
અન્ય પુરુષો સાથે તેનો સંબંધ હોય છે જ. એટલે તેમના ભોગ માટે તેની સૃષ્ટિક્રિયા ચાલે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રકૃતિની સામ્યાવસ્થામાં પણ પ્રકૃતિ-પુરુષનો સંયોગ છે જ. સામ્યવસ્થામાં પુરુષ અને પ્રકૃતિના આ સંયોગને અર્થાત્ તેમની પરસ્પર અપેક્ષાને “અધિકાર બંધ'નામ પ્રાચીન સાંગાચાર્યો આપે છે. તેથી દ્રષ્ટા અને દૃશ્યરૂપે
જ્યાં સુધી પુરુષ અને પ્રકૃતિનો સંબંધ છે ત્યાં સુધી એકથી બીજાને પૃથક કરી શકાતું નથી. આ જ બંધન છે. તે સૃષ્ટિનું ફળ નથી. પુરુષના બંધનનો અર્થ છે પ્રકૃતિના ગુણો દ્વારા પુરુષનું બદ્ધ થવું અને સૃષ્ટિ વિનાય પ્રકૃતિ-પુરુષના અનાદિ સંયોગને લઈને આવી બંધનદશા પુરુષને ઘટે છે. તેથી પ્રકૃતિકૃત સૃષ્ટિ વિના પુરુષનો બંધ સંભવે જ નહિ એ ખંડનકારોની વાત યુક્તિદીપિકાકારને મતે બરાબર નથી. પુરુષની મુક્તિને માટે જ સૃષ્ટિ છે આ સાંખ્યસિદ્ધાન્ત સંપૂર્ણ યુક્તિયુક્ત છે. ૨૨
પાદટીપ
१ जानामीत्येवं प्रतीयमानतया पुरुषः सामान्यतः सिद्ध एवास्ति । सा० प्र० भा० ६.१। २ सां० का० १७ । . 3 सां० का० १७ । ४ सां० त० कौ० १७ । ५ सां० का० १७ । ६ अपि चोक्तं षष्टितन्त्रे पुरुषाधिष्ठितं प्रधानं प्रवर्ततेइति । माठरवृत्ति, सां० काo
१७ । ७-८-८ सां० का० १७ । . १० तदेतच्चित्तमसंख्येयाभिर्वासनाभिरेव चित्रीकृतमपि परार्थं परस्य भोगापवर्गार्थं न स्वार्थ
संहत्यकारित्वात् गृहवत् । संहत्यकारिणा चित्तेन न स्वार्थेन भवितव्यम् । न सुखचित्तं सुखार्थम्, न ज्ञानं ज्ञानार्थम्, उभयमप्येतत् परार्थम् । यश्व भोगेनापवर्गेण
चार्थेनार्थवान् पुरुषः स एव परो न परः सामान्यमात्रम् । योगभाष्य ४.२४ । ..११ न सांसिद्धिकं चैतन्यं प्रत्येकादृष्टेः । सां० सू० ३.२० । १२ प्रपञ्चमरणाद्यभावश्च । सां० सू० ३.२१, सां० प्र० भा० ३.२१ । । १३ मदशक्तिवच्चेत् प्रत्येकपरिदृष्टे सांहत्ये तदुद्भवः । सां० सू० ३.२२ । १४-१५ सां० प्र० भा० ३.२२ ।
१६ सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात् । यो० सू० ४.१८ । • १७ सा चार्थाकारता बुद्धौ परिणामरूपा, स्वप्नादौ विषयाभावेन तत्प्रतिबिम्बासम्भवात्; ___ पुरुषे च प्रतिबिम्बरूपा, विद्यमानवृत्तिमात्रग्राहके पुंसि प्रतिबिम्बेनैवोपपत्तेः ।
योगवार्तिक, १.४ । १८ यद्यपि पुरुषश्चिन्मात्रोऽविकारी तथापि बुद्धेविषयाकारवृत्तीनां पुरुषे यानि प्रतिबिम्बानि