Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 315
________________ યોગદર્શન ૩૦૫ સદા મુક્તત્વ ધર્મનો સ્પષ્ટ નિર્દેશ સૂત્રોમાં નથી તેમ છતાં સૂત્રોમાં ઈશ્વરનો એવો ધર્મ તો કહેવાયો જ છે જેને આધારે ઈશ્વરનો કેવલીથી ભેદ કરી શકાય અને તે ધર્મ છે સર્વજ્ઞત્વ. ઈશ્વર સર્વજ્ઞ છે જ્યારે કેવલી સર્વજ્ઞ નથી. સૂત્રમાં જણાવેલ ભેદક ધર્મને છોડી જે ધર્મનો સ્પષ્ટ ઉલ્લેખ સૂત્રોમાં નથી તે સદા મુક્તત્વને ભેદક ધર્મ તરીકે ભાષ્યકાર જણાવે છે. સૂત્રકારે ઈશ્વરમાં કેવળ સર્વજ્ઞત્વરૂપ ઐશ્વર્યની વાત કરી છે, બીજા કોઈ ઐશ્વર્યની વાત કરી નથી. ભાષ્યકારે ઈશ્વરમાં સર્વજ્ઞત્વરૂપ ઐશ્વર્ય ઉપરાંત પ્રાકામ્યરૂપ ઐશ્વર્યનો પણ નિર્દેશ કર્યો છે. સૂત્રકારે ઈશ્વરનું કોઈ પ્રયોજન સ્પષ્ટપણે કહ્યું નથી પણ સૂત્રોમાંથી એવો ધ્વનિ નીકળે છે કે સૂત્રકારને મતે ઈશ્વર કેવળ ઉપાય છે. ભાષ્યકાર ઈશ્વરને ઉદ્ધારક તરીકે પણ વર્ણવે છે અને તેનું પ્રયોજન ભૂતાનુગ્રહ છે એમ સ્પષ્ટપણે કહે છે. વળી, તે ઈશ્વરને ધર્મોપદેષ્ટા તરીકે સ્વીકારે છે. સૂત્રકારે કપિલને ઈશ્વર તરીકે યા ઈશ્વરના આવિર્ભાવ તરીકે કહ્યા નથી. તે તો એટલું જ જણાવે છે કે ઈશ્વર કાળની દૃષ્ટિએ પોતાની અગાઉ થયેલાઓનો પણ ગુરુ છે. ભાષ્યકાર સર્ગની શરૂઆતમાં થયેલ આદિવિદ્વાન ભગવાન પરમ ઋષિ (= કપિલ)ને ઈશ્વર ગણે છે. અને સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે પ્રત્યેક સર્ગની આદિમાં સર્વજ્ઞ પુરુષવિશેષ ઈશ્વર હોય છે. ભાષ્યકારે ઈશ્વરને સદા મુક્ત, સદા સર્વજ્ઞ એક વ્યક્તિરૂપે સ્વીકાર્યા છે એટલે સર્ગોની આદિમાં થનાર સર્વજ્ઞ પુરુષોને એક ઈશ્વરના આવિર્ભાવ જ માનવા પડે. વળી, આ ઉપરથી ફલિત થાય છે કે ઈશ્વર શરીર ધારણ કરે છે–પછી તે શરીર કેવા પ્રકારનું છે તે જુદો પ્રશ્ન છે. વાચસ્પતિ અને ભિક્ષુ ભાષ્યકારના મંતવ્યોને સ્વીકારે છે, પરંતુ વધારામાં પ્રલયકાળે ઈશ્વર ચિત્તયુક્ત હોય છે કે નહિ તે પ્રશ્ન ચર્ચે છે. વાચસ્પતિ પ્રલયકાળે ઈશ્વરને ચિત્તયુક્ત માનતા નથી જ્યારે ભિક્ષુ માને છે. જો પ્રલયકાળ ઈશ્વર ચિત્તયુક્ત ન હોય તો તેને સદા સર્વજ્ઞ કેવી રીતે ગણી શકાય અર્થાત્ તેના પ્રકર્ષને શાશ્વત કેવી રીતે ગણી શકાય એ મહત્ત્વનો પ્રશ્ન વાચસ્પતિના મતનું ખંડન કરનાર ભિક્ષુએ પણ ઉઠાવ્યો નથી. પાદટીપ १. क्लेशकर्मविपाकाशयैरपरापृष्टः पुरुषविशेष ईश्वरः । योगसूत्र १. २४ । २ तत्र निरतिशयं सर्वज्ञबीजम् । योगसूत्र १. २५ । ३ पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् । योगसूत्र १. २६ । ४ तस्य वाचकः प्रणवः । तज्जपस्तदर्थभावनम् । योगसूत्र १. २७-२८ । છે શ્વનિધાના | યોગસૂત્ર ૨. ૨૩ .६ ततः प्रत्यक्चेतनाधिगमोऽन्तरायाभावश्च । योगसूत्र १. २९ । ७ ते च मनसि वर्तमानाः पुरुषे व्यपदिश्यन्ते स हि तत्फलस्य भोक्तेति । यो ह्यनेन __ भोगेनापरामृष्टः स पुरुषविशेषः ईश्वरः । योगभाष्य १. २४ । ८ कैवल्यं प्राप्तास्तर्हि सन्ति च बहवः केवलिनः । ते हि त्रीणि बन्धनानि छित्त्वा

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324