________________
પદર્શન
૩૦૮
સમષ્ટિનું કલ્યાણ કેમ થાય, રાગદ્વેષ ફ્લેશો દૂર કેમ થાય તેના પ્રયત્નો કરે; તેમની ઇચ્છાઓ ક્લેશો દૂર કરવાની હોય. એટલે આવી વ્યક્તિઓની ઇચ્છાઓ પરસ્પર આથડી પડવાનો સંભવ જ નથી. સૈકાલિક નિત્ય અને એકમેવાદ્વિતીય ઈશ્વરના પ્રયોજન તરીકે વ્યાસજી ભૂતાનુગ્રહને જ સ્વીકારે છે. પરંતુ વ્યાસજીએ કલ્પેલા લોકોત્તર ઈશ્વર કરતાં વિવેકી જીવન્મુક્ત લોકગત પુરુષોથી આ પ્રયોજન વધુ બુદ્ધિગમ્ય રીતે સિદ્ધ થાય છે. વ્યાસજીને થયું હશે કે આવા જીવન્મુક્તો સર્વ દેશ અને સર્વ કાળે હોવાના જ એવું તો કંઈ યોગદર્શન જણાવતું નથી તો જે કાળે અને જે દેશે વિવેકી જીવન્મુક્ત ન હોય તે કાળ અને તે દેશના લોકોનું શું થાય? તેમનો ઉદ્ધાર કોણ કરે? આ પ્રશ્ન વ્યાસજીના મનમાં ઉદ્યો લાગે છે. એટલે એમણે સૈકાલિક અને એક (આ એકત્વમાંથી સર્વવ્યાપકત્વ ઉપર જવું સહેલું છે) ઈશ્વરની કલ્પના કરી હોય એમ બને. પરંતુ આ કંઈ પ્રશ્નનો બુદ્ધિગમ્ય ઉકેલ નથી. એ પ્રશ્નનો ઉકેલ તો જીવન્મુક્ત વિવેકીનો ધર્મોપદેશ છે, શાસ્ત્રો છે– સૈકાલિક અને એક ઈશ્વરની કલ્પના નહીં. વ્યાસજીએ ઈશ્વરને ત્રણે કાળ શુદ્ધ પ્રકૃષ્ટ ચિત્તથી યુક્ત માન્યો છે તે ઉપરથી કોઈ પ્રશ્ન કરી શકે કે ત્રણેય કાળ તો નહીં પણ એક વાર જીવન્મુક્ત વિવેકી થયા પછી સદાય જીવન્મુક્ત રહેવાની, સદાય શુદ્ધ ચિત્તયુક્ત રહેવાની અને સદાય લોકકલ્યાણ કરતા રહેવાની કલ્પના સૈકાલિક એક ઈશ્વરની (તેમજ કેવલીની) કલ્પના કરતા લોકહૃદયને વધુ આકર્ષક અને લોકસંગ્રહની દૃષ્ટિએ વધુ ઈષ્ટ નથી શું? અને આમાં-જીવન્મુક્તોના અવતાર માનવામાં–જ અવતારવાદનાં મૂળ નથી શું? બીજી રીતે કહીએ તો આમાં અને અવતારવાદમાં કોઈ તાત્ત્વિક ભેદ જ નથી. જીવન્મુક્ત વિવેકીના
ક્લેશો નાશ પામ્યા હોઈ તેને તો પુનર્ભવ નથી, પુનર્જન્મ નથી એ માન્યતા સાથે તેના અવતારની માન્યતાનો વિરોધ નહીં થાય? આપણને જવાબ મળશે કે તે તેનો પુનર્જન્મ નથી પણ અવતાર છે. આનો અર્થ શો ? આનો અર્થ એ કે પુનર્જન્મમાં ચિત્તની શુદ્ધિનું તારતમ્ય થાય છે જ્યારે અવતારમાં ચિત્તના અતિશયના તારતમ્યને કોઈ અવકાશ નથી, તે પ્રત્યેક અવતારમાં પ્રકૃષ્ટ જ રહે છે. જીવન્મુક્ત વિવેકીને સૈકાલિક અને એક બનાવવા કરતાં તો આવો બનાવ્યો હોત તો વધુ આકર્ષક અને બુદ્ધિગમ્ય લાગત.