________________
પુસ્તક પરિચય (પ્રથમ આવૃત્તિ)
‘ષદર્શનનો આ પ્રથમ ખંડ છે. આ ખંડમાં સાંખ્યદર્શન અને યોગદર્શનના સિદ્ધાંતેનું મૂળ ગ્રંથને આધારે પ્રમાણિક નિરૂપણ કરવામાં આવ્યું છે. સાંખ્યદર્શનનું નિરૂપણ મુખ્યતઃ સાંખ્યકારિકા, સાંખ્યતવ કૌમુદી, યુક્તિદીપિકા અને સાંખ્યપ્રવચનભાષ્યના આધારે કરવામાં આવ્યું છે, જ્યારે યોગદર્શનનું નિરૂપણ મુખ્યતઃ ગસૂત્ર વ્યાસભાષ્ય, તરવશારદી અને ગવાતિકના આધારે કરવામાં આવ્યું છે. નક્કર આધાર વિના કંઈ પણ ન લખવાને લેખકનો નિર્ધાર પાદટીપમાં છતો થાય છે.
' સાંખ્ય - વેગનું નિરૂપણ આટલું સ્પષ્ટ અને સુરેખ રીતે કરતે અન્ય કોઈ ગુજરાતી ગ્રંથ આપણી જાણમાં નથી. ભાષા સરળ છે, પ્રતિપાદન રસવાહી છે. શૈલી પ્રસન્ન છે અને દાશ મક રમમસ્યાઓની સૂઝ-પકડ પ્રશંસનીય છે. કંથની શરૂઆતમાં મૂકેલા પ્રવેશકમાં ભારત૭ દર્શનની વિવિધ શાખાઓને સંક્ષિપ્ત, રોચક પરિચય આપ્યો છે, તેમજ ભારતીય દર્શનની લાક્ષણિકતાઓનું સામ્યફ દર્શન કરાવ્યું છે. પાઠયપુસ્તક તરીકે તેમજ સંદર્ભગ્રંથ તરીકે આ ગ્રંથ તેનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરશે જ એ નિઃશંક છે.