Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 321
________________ યોગદર્શન ૩૧૧ લખવાનું કામ મૂકી હું પલંગમાં સૂઈ જાઉં છું. સવારે ઊઠી જોઉં છું તો એ જ વસ્તુઓ એ જ રીતે એ જ ક્રમમાં પડેલી છે. શું આ બધી એ જ વસ્તુઓ છે કે પછી ખરેખર તે જ વસ્તુઓ ન હોવા છતાં મને એવી જણાય છે? શું રાત્રે હું ઊંઘતો હતો તે દરમ્યાન તે બધી અસ્તિત્વ ધરાવતી હતી કે પછી મારી આંખ બંધ થઈ જવા સાથે તે પણ લુપ્ત થઈ ગઈ હતી અને સવારમાં આંખ ઊઘડવા સાથે તે ફરી ઉત્પન્ન થઈ ગઈ છે? હું સવારે બહાર ફરવા જાઉં છું અને મેં આગલી સાંજે જે અમુક ક્રમમાં અને અમુક સ્થિતિમાં રસ્તા, મકાનો, વૃક્ષો વગેરે જોયાં હતાં તે જ ક્રમમાં અને તે જ સ્થિતિમાં રસ્તા, મકાનો, વૃક્ષો વગેરે જોઉં છું. શું રાતભર તે મોજુદ હતાં કે જ્યારે હું તેમને જોતો ન હતો તે દરમ્યાન રાતે તે લુપ્ત થઈ સવારે ફરી તે જ ક્રમ અને તે જ સ્થિતિમાં ઉત્પન્ન થઈ ગયાં ? સૂત્રકાર આવો પ્રશ્ન ઉપસ્થિત કરી ચિત્તતત્ર વસ્તુને માનવામાં શી મુશ્કેલી રહેલી છે તેનો નિર્દેશમાત્ર કરે છે. પરંતુ ભાષ્યકાર તો આ માન્યતા વિરુદ્ધ એક રસપ્રદ તર્ક પણ આપે છે. આપણે જ્યારે એક વસ્તુને દેખીએ છીએ ત્યારે આંખ સામેની તેની બાજુને દેખીએ છીએ–જાણીએ છીએ પરંતુ તેની પાછલી બાજુને જોતા–જાણતા નથી. એટલે પ્રસ્તુત મત પ્રમાણે આગલી બાજુ જ્ઞાત હોઈ અસ્તિત્વ ધરાવે છે અને પાછલી બાજુ અજ્ઞાત હોઈ અસ્તિત્વ નથી ધરાવતી એમ માનવું પડે. પરંતુ પાછલી બાજુ ન હોય તો આગલી બાજુ પણ ક્યાંથી હોય? ન જ હોય. અને જો તે ન જ હોય તો તે પણ પાછલી બાજુની જેમ અજ્ઞાત જ બની રહે." આમ વસ્તુ ચિત્તની બહાર અસ્તિત્વ ધરાવે છે એટલું જ નહિ પણ તેનું અસ્તિત્વ ચિત્તથી સ્વતંત્ર છે, કારણ કે તે અનેક વ્યક્તિઓમાં સમાન જ્ઞાન ઉત્પન્ન કરે છે.' પાદટીપ १ नास्त्यर्थो विज्ञानविसहचरोऽस्ति तु ज्ञानमर्थविसहचरं स्वप्नादौ कल्पितमित्यनया दिशा - ये वस्तुस्वरूपमपहनुवते 'ज्ञानपरिकल्पनामात्रं वस्तु स्वप्नविषयोपमं, न परमार्थतोऽस्ति' ત્તિ ગાડું... | યોજમાળ ૪. ૨૪ / २ प्रत्युपस्थितमिदंस्वमाहात्म्येन वस्तु । योगभाष्य ४. १४ । 3. कथमप्रमाणात्मकेन विकल्पज्ञानबलेन वस्तुस्वरूपमुत्सृज्य तदेवापलपन्तः श्रद्धेयवचनाः યુઃ ! થોળમાણ ૪. ૨૪ ४ वस्तुसाम्ये चित्तभेदात् तयोर्विभक्तः पन्थाः । योगसूत्र ४. १५ । .५ न चैकचित्ततन्त्रं वस्तु तदप्रमाणकं तदा किं स्यात् ? योगसूत्र ४. १६ । . । यो चास्यानुपस्थिता भागास्ते चास्य न स्युः । एवं नास्ति पृष्ठमित्युदरमपि न - પૃત . યોfમાણ ૪. ૨૬ | ७ तस्मात् स्वतन्त्रोऽर्थः सर्वपुरुषसाधारणः । योगभाष्य ४. १६ ।

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324