Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 317
________________ યોગદર્શન ૩૦૭. २४ ननु प्रकृतिश्चेत् स्वतन्त्रा केन प्रकारेण · तर्हि धर्मेश्वरयोगिसङ्कल्पादीनां - प्रकृतिपरिणामहेतुत्वमिति पृच्छति-कथं तन्ति ? सूत्रार्धेनोत्तरमाह-वरणभेदस्तु ततः क्षेत्रिकवदिति । ... तथैव प्रकृतिरेव जगत्कारणं कालकर्मेश्वरादयस्तु प्रकृतेः कार्यजननशक्त्युबोधकाः, ... ईश्वरस्तु साम्यपरिणामादिरूपाखिलावरणभङ्गेनोद्बोधकः... । થો વાર્તિ. ૪. રૂ | २५ अत्रोच्यते-जीवेश्वरयोरंशाशिनोस्तावद्...न्यायानुग्रहेण बलवद्भिरग्निस्फुलिङ्गादिभिः સરદષ્ટાન્ત .. | યોગવાર્તિવા ૨. ૨૪. જાઓ વાર્તાનો મંગલશ્લોક. ૧./ ૨૬ સૂત્રકારે આપેલા ઈશ્વરના વર્ણન ઉપરથી તો લાગે છે કે તે જીવન્મુક્ત અર્થાત્ સર્વજ્ઞ વિવેકીથી અતિરિક્ત નથી. વિવેકીને વિવેકજ્ઞાન છે. તેને ક્લેશો અને કર્મો નથી. તે ક્લેશાવરણ અને કર્માવરણથી રહિત છે. તે ક્લેશમુક્ત હોવાથી તેના સંસ્કારો દધબીજ થઈ ગયા છે. તે કર્ભાશયથી મુક્ત છે એમ ગણી શકાય. તેનું ચિત્ત અત્યંત વિશુદ્ધ હોય છે. પરિણામે તે અનંતજ્ઞાનવાળો અર્થાત્ સર્વજ્ઞ હોય છે. તેનો પુનર્ભવ અટકી ગયો છે. તે સંસારચક્રથી અને કાળથી પર છે. તે પોતાનાથી કાળની દૃષ્ટિએ મોટાઓનો પણ ગુરુ છે. આવા જીવન્મુક્ત વિવેકીની ભક્તિથી અને ધ્યાનથી સાધકને લાભ થાય છે, યોગાત્તરાયો દૂર થાય છે. જીવન્મુક્ત વિવેકી સ્વયં યોગ્ય સાધકને તેની યોગ્યતા અનુસાર માર્ગ દર્શાવી, ઉપદેશ આપી તેના ઉપર અનુગ્રહ કરે છે. પતંજલિનાં સૂત્રોમાંથી તો જીવનમુક્ત વિવેકી એ જ ઈશ્વર છે એવો ધ્વનિ નીકળતો લાગે છે. આ ધ્વનિ જૈનોના તીર્થકર અને બૌદ્ધોના બુદ્ધની માન્યતા સાથે મળીને એવો તો દૃઢ બને છે કે તેની સચ્ચાઈમાં કોઈને વિશ્વાસ જાગે તો નવાઈ ન કહેવાય. પરંતુ ભાષ્યકાર વ્યાસે જીવન્મુક્ત વિવેકીને સૈકાલિક બનાવી દીધો અને સાથે સાથે વ્યક્તિરૂપે એક બનાવી દીધો અને આવા જીવન્મુક્ત વિવેકીને ઈશ્વરપદ આપ્યું. સૂત્રકારે ઈશ્વરમાં સર્વજ્ઞત્વરૂપ ઐશ્વર્યની જ વાત કહી છે અને આવું ઐશ્વર્ય તો એકથી વધુ પુરુષોમાં સંભવે છે. એકથી વધુ સર્વજ્ઞો એક કાળે હોઈ શકે છે. એકનું સર્વજ્ઞત્વ બીજાના સર્વજ્ઞત્વનો વ્યાઘાત કરતું નથી. પરંતુ ભાષ્યકારે તો પ્રાકામ્યરૂપ ઐશ્વર્યને ઈશ્વરમાં માન્યું છે. એને આધારે ભાષ્યકાર દલીલ કરે છે કે એકથી વધારે ઈશ્વર હોય તો મુશ્કેલી ઊભી થાય કારણ કે એક વસ્તુને નવી કરવા ઇચ્છે અને બીજો તેને પુરાણી કરવા ઇચ્છે તો તેમની ઇચ્છાઓનો વ્યાઘાત થાય. આ આપત્તિ ટાળવા ઈશ્વર એક જ છે એમ માનવું જોઈએ. અહીં ભાષ્યકારે ઇચ્છાવ્યાઘાતની આપત્તિ ટાળવા ઈશ્વરને એક માન્યો છે તે બરાબર લાગતું નથી. એકથી વધારે સર્વજ્ઞ વિવેકી પુરુષોને (જીવન્મુક્તોને) પ્રાકામ્યસિદ્ધિ સંભવે છે તેમ છતાં તેમની ઇચ્છાઓનો એકબીજા વ્યાઘાત કરતા નથી એમ તો યોગદર્શન માને છે. ત્યાં વ્યાઘાત ન થવાનું કારણ શું છે તે આપણે સહેલાઈથી કલ્પી શકીએ છીએ. તે છે વિવેકઞાતિ. વિવેકઞાતિસંપન્ન વ્યક્તિઓ તો વ્યક્તિ અને

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324