Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 313
________________ યોગદર્શન ૩૦૩ પુરાણું થાવ” એમ એક સાથે પરસ્પરવિરોધી વસ્તુઓ ઇચ્છતાં એકની ઇચ્છા પાર પડે અને બીજાની પાર પડે નહિ; આને પરિણામે બીજા ઐશ્વર્યને ઊતરતું ગણવું પડે અને તો પછી બે ઐશ્વર્ય તુલ્ય ક્યાં રહ્યાં ? તેથી જેનું ઐશ્વર્ય અનુપમ અને તરતમભાવરહિત છે તે ઈશ્વર છે." જગતમાં એક વ્યક્તિને અમુક જ્ઞાન હોય છે, બીજીને વધારે જ્ઞાન હોય છે, ત્રીજીને તેથીય વધુ જ્ઞાન હોય છે. આમ, જગતમાં જ્ઞાનનું ઓછાવધતાપણું જણાય છે. આવું જ્ઞાન સર્વજ્ઞતાનું બીજ છે, કારણ કે તે જ્ઞાન વધતું વધતું જે વ્યક્તિમાં પરાકાષ્ઠાએ પહોંચે છે તે સર્વજ્ઞ કહેવાય છે. જ્ઞાનની પરાકાષ્ઠા સંભવે છે કારણ કે જ્ઞાનમાં ઓછા વધતાપણું જણાય છે. જેની બાબતમાં ઓછાવધતાપણું સંભવતું હોય તેની પરાકાષ્ઠા પણ સંભવે જ, દાખલા તરીકે પરિમાણ. જેમાં જ્ઞાન પરાકાષ્ઠા પામે છે તે સર્વજ્ઞ છે. ઈશ્વર સર્વજ્ઞ છે.૧૩ સર્વજ્ઞ ઈશ્વરને પોતાનો કોઈ સ્વાર્થ સાધવાનો નથી. તેનું પ્રયોજન ભૂતાનુગ્રહ યા જીવોનો ઉદ્ધાર છે. જ્ઞાન અને ધર્મનો ઉપદેશ કરીને સંસારી પુરુષોનો હું ઉદ્ધાર કરીશ એવો સર્વજ્ઞ ઈશ્વરનો સંકલ્પ હોય છે. એટલે જ કહ્યું છે કે આદિવિદ્વાન ભગવાન પરમ ઋષિએ નિર્માણચિત્ત ધારણ કરીને શાસ્ત્ર જાણવાની જિજ્ઞાસાવાળા આસુરિને શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. પહેલાંના ગુરુઓ કાલવિશષ્ટિ છે. જેની પાસે અવચ્છેદક યા વિશેષક તરીકે કાળ આવતો નથી તે ઈશ્વર પહેલાંના ગુરુઓનોય ગુરુ છે. જેમ આ સર્ગની આદિમાં, પ્રકૃષ્ટ જ્ઞાન ઉપરથી સર્વજ્ઞ પુરુષવિશેષ ઈશ્વર પુરવાર થયેલ છે તેમ પ્રત્યેક સર્ગની આદિમાં સર્વજ્ઞ પુરુષવિશેષ ઈશ્વર સમજી લેવો." યોગદર્શનના ઈશ્વરના પ્રશ્ન બાબતે તત્ત્વવૈશારદીકાર વાચસ્પતિ અને વાર્તિકકાર વિજ્ઞાનભિક્ષુ ભાષ્યકાર વ્યાસથી કેટલા આગળ વધે છે તેનો વિચાર હવે કરીએ. ભાષ્યકારે જણાવ્યું છે કે ઈશ્વરનો ઉત્કર્ષ શાશ્વતિક છે અર્થાત્ તે ત્રણેય કાળે સર્વજ્ઞ છે. જો તે ત્રણેય કાળે સર્વજ્ઞ હોય તો તેની સાથે યુક્ત ત્રણેય કાળે પ્રકૃષ્ટ સત્ત્વરૂપ ચિત્ત હોવું જોઈએ. પરંતુ આમ માનવામાં તત્ત્વવૈશારદીકારને મુશ્કેલી જણાય છે. એટલે તે પ્રલયકાળે ઈશ્વરના ચિત્તને પ્રકૃતિમાં લય પામતું માને છે. તો પછી સૃષ્ટિની શરૂઆતમાં તે પાછું ઈશ્વર સાથે કેમ જોડાઈ જાય છે ? તેને ઈશ્વર સાથે જોડનાર શું છે ? પ્રલયની શરૂઆતમાં ઈશ્વરે કરેલો સંકલ્પ કે સૃષ્ટિની શરૂઆતમાં હું તે ચિત્તયુક્ત બનું. આ સંકલ્પની વાસના તે ચિત્તમાં પ્રલય દરમ્યાન હોય છે. આ ચિત્તગત વાસના સૃષ્ટિની શરૂઆતમાં જાગે છે અને પરિણામે તે ચિત્ત ઈશ્વર સાથે જોડાય છે. જો ચિત્તને કોઈ પણ વખત પ્રકૃતિમાં લય પામતું ન માનવામાં આવે તો તેને પ્રકૃતિનું કાર્ય ગણી શકાય નહિ અને પરિણામે તેનો પ્રકૃતિતત્ત્વમાં સમાવેશ ન થઈ શકે. તેમ જ તે પુરુષતત્ત્વ તો નથી જ. આમ તે એક સ્વતંત્ર તત્ત્વ બની જાય. આ તો યોગદર્શનને ઈષ્ટ નથી.” વાર્તિકકાર ભિક્ષુ વાચસ્પતિથી ઊલટો મત ધરાવે છે તેમજ વાચસ્પતિના મતનું ખંડન કરે છે. તે પ્રલયકાળેય ચિત્તને ઈશ્વરયુક્ત રાખવાના મતના છે. તે પ્રલયકાળેય ચિત્તનો

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324