________________
૧૯૬
પદર્શન વિજ્ઞાનભિક્ષુ કહે છે કે સાંખ્યદર્શન ઈશ્વરના અસ્તિત્વમાં માનતું નથી એમ ન કહી શકાય. સાંખ્યદર્શનમાં ઈશ્વરનું અસ્તિત્વ પ્રમાણોથી સિદ્ધ કરવામાં આવ્યું નથી એ વાત સાચી પરંતુ સાંખ્યદર્શન ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતું નથી એમ ન કહી શકાય. સાંગસૂત્ર “શ્વમસિ”નો અર્થ છે કારણ કે ઈશ્વરના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ નથી.” પરંતુ “શ્વમાવત' અર્થાત્ “કારણ કે ઈશ્વરનો અભાવ છે એવું સૂત્ર નથી. આ ઉપરથી ફલિત થાય છે કે ઈશ્વરનો અભાવ સાંગસૂત્રકારને અભિપ્રેત નથી.' સાંખ્યદર્શનનો મૂળ ઉદ્દેશ્ય છે પુરુષની મુક્તિ માટે આત્મા અને અનાત્માનો ભેદ દર્શાવવો. બીજી બાજુ, વેદાન્તનો પ્રતિપાદ્ય વિષય છે ઈશ્વર. વેદાન્તદર્શનમાં સાધકની દૃષ્ટિને ઈશ્વરના પૂર્ણ, નિત્ય અને શુદ્ધ જગતકર્તુત્વ તરફ આકર્ષવામાં આવી છે. પરંતુ સાંખ્યનો ઝોક સાધકમાં ઐશ્વર્ય પ્રતિ વૈરાગ્ય જન્માવવાનો છે એટલે એ દૃષ્ટિએ ઈશ્વરનો પ્રતિષેધ સાંખ્ય કરે છે. સાંખ્ય પરમાર્થથી ઈશ્વરનો પ્રતિષેધ કરતું નથી. જો સાંખ્યદર્શન ભગવાનના નિત્ય ઐશ્વર્યને પ્રતિષ્ઠિત કરે તો તે નિત્ય, નિર્દોષ, પરિપૂર્ણ ઈશ્વરના દર્શન કરવા સાધકનું ચિત્ત તલસે અને સાધકના વિવેકજ્ઞાનના અભ્યાસમાં ખલેલ પડે. એટલે. વ્યાવહારિક દૃષ્ટિએ જ સાંખ્યમાં ઈશ્વરનિષેધ છે. ઈશ્વપ્રતિષેધ એ તો સાંખ્યદર્શનનો વ્યાવહારિક ઉપાય માત્ર છે. આમ નિરીશ્વરસાંખ્ય ખરેખર નિરીશ્વર નથી. તેમ છતાં સાંખ્યમાં ઈશ્વરના સ્વરૂપનું યા અસ્તિત્વનું પ્રતિપાદન ન હોઈ ભિક્ષુ બહુ જ સાવચેતીપૂર્વક જણાવે છે કે ચિત્સામાન્ય જ ઈશ્વર છે;" સાંખ્યમાં ઈશ્વરની માન્યતાના અભાવને કારણે કારણબ્રહ્મરૂપ નિર્ગુણ પુરુષસામાન્ય જ સ્વીકારવામાં આવે છે; અહીં કારણબ્રહ્મ” શબ્દમાંના ‘કારણ શબ્દનો અર્થ છે “પોતાની શક્તિભૂત પ્રકૃતિની ઉપાધિવાળુ' અથવા “નિમિત્તકારણરૂપ'. આ પુરુષ સામાન્ય સ્વશક્તિભૂતપ્રકૃતિરૂપ ઉપાધિને ધારણ કરી જગતનું નિમિત્તકારણ બને છે. આ ચિત્સામાન્ય નિત્ય છે. એનાથી વિશ્વના રૂપમાં સત્ત્વ, વગેરે શક્તિઓ વિકસે છે. અંશરૂપ જીવ પણ ચિતિસામાન્યનો અંશ હોવાને કારણે ચિતિસામાન્યની શક્તિ છે અને પ્રકૃતિ પણ ચિતિસામાન્યની શક્તિ છે. આ બંને પ્રકારની શક્તિઓના વિકાસનું નિમિત્તકારણ ઈશ્વરસ્થાનીય સામાન્યચિતિ જ છે. આમ ભિક્ષુએ સાંખ્યમાં ચિતિસામાન્યને જ ઈશ્વરના સ્થાને સ્થાપી છે."
પાદટીપ
१ पुरुषार्थ एव हेतुर्न केनचित् कार्यते करणम् । स० का० ३१ । २ सां० का० ५६ । ૩ તo do a , #0 ક૭ | ४ युक्तिदीपिका । ૫ તા. સૂo ૨. ૧૨ |