________________
યોગદર્શન
૨૩૫ જ્યોતિર્મય તત્ત્વનો સાક્ષાત્કાર ગણાય. વળી, આ બંનેના સાક્ષાત્કારથી ચિત્ત શોકમુક્ત બનતું હોવાથી તેમને વિશેની પ્રવૃતિ (પ્રકૃષ્ટ વૃત્તિ) વિશીકા પણ છે. પરંતુ અસ્મિતાનો અર્થ પુરુષ કરતાં પુરુષનો સાક્ષાત્કાર સ્વયં ચિત્તની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રશાંતવાહિતારૂપ છે. એટલે તેને પ્રશાંતવાહિતાનો ઉપાય ન ગણી શકાય. તેથી અસ્મિતાનો અર્થ પુરુષ ના કરતાં અહંકાર કરવો વધુ ઉચિત છે.
વીતરાગધ્યાનાભ્યાસ – વીતરાગ પુરુષ ઉપર ચિત્તને એકાગ્ર કરવાથી સાધકનું ચિત્ત પણ રાગરહિત બને છે. વીતરાગધ્યાનાભ્યાસથી ચિત્તની એકાગ્રતા અને વૈરાગ્ય બંનેય કેળવાય છે. આને પરિણામે તે ચિત્તને પ્રશાન્તવાહિતારૂપ ઉત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચવું સરળ થઈ જાય છે.'
સ્વપ્ન-નિદ્રાજ્ઞાનાલંબન-ધ્યાનભ્યાસ – વાચસ્પતિ અને ભિક્ષુ આને જુદી જુદી રીતે સમજાવે છે. વાચસ્પતિને મતે સ્વપ્નમાં જાયેલી મહેશ્વરની પ્રતિમા ઉપર જ જાગ્રત થયા પછી ચિત્તને એકાગ્ર કરવું તે સ્વપ્નજ્ઞાનાલંબન ધ્યાન છે. વળી, તેમના મતે સાત્ત્વિક નિદ્રામાં અનુભવેલા સ્વરૂપ ઉપર જ ચિત્તને સ્થિર કરવું તે નિદ્રાજ્ઞાનાલંબન ધ્યાન છે. આ બંનેને પરિણામે ચિત્ત પ્રશાન્તવાહિતાએ સહેલાઈથી પહોંચી શકે છે.• ભિક્ષને મતે વ્યાવહારિક જગત સ્વપ્ન જેવું જ મિથ્યા અને ક્ષણભંગુર છે એવા જ્ઞાન ઉપર ચિત્તને એકાગ્ર કરવું તે સ્વપ્નજ્ઞાનાલંબન ધ્યાન છે જ્યારે જગતના સર્વ પદાર્થો નિદ્રામાં ભાસતા અભાવ યા શૂન્યરૂપ જ છે એવા જ્ઞાન ઉપર ચિત્તને એકાગ્ર કરવું તે નિદ્રાજ્ઞાનાલંબન વ્યા છે. આ બંનેને પરિણામે ચિત્તમાં વિષયવૈરાગ્ય કેળવાય છે તેમ જ સ્થિરતા પણ કેળવાય છે. એટલે પછી એવા પ્તિને ઉત્કૃષ્ટ સ્થિરતારૂપ પ્રશાંતવાહિતાએ પહોંચવું સરળ થઈ જાય છે. આમ ભિક્ષને મતે સાધકે પ્રશાંતવાહિતાએ પહોંચવાના ઉપાય તરીકે જગત પ્રત્યે સ્વપ્નદૃષ્ટિ અને સુષુપ્તિદૃષ્ટિ (શૂન્યતાદૃષ્ટિ) કેળવવી જોઈએ.
અભિમતધ્યાન – સૂત્રકાર જણાવે છે કે જેને જે રુચિકર હોય તેના ઉપર તેણે પોતાનું ચિત્ત એકાગ્ર કરવું કારણ કે એના ઉપર સ્થિર થવાની એને ટેવ પડી જશે એટલે એ બીજા વિષય ઉપર સહેલાઈથી સ્થિર થઈ શકશે. વાચસ્પતિ અને ભિક્ષુ સ્પષ્ટપણે જણાવે છે કે અભિમત વિષયનો અર્થ અભિમત દેવતા સમજવો.” આ અગાઉ ચિત્તને એકાગ્ર કરવા અભ્યાસ કરવાની વાત સામાન્યપણે કરી છે, એટલે શેના ઉપર ચિત્તને એકાગ્ર કરવા અભ્યાસ કરવો એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊઠે. આ પ્રશ્નનો ઉત્તર યોગદર્શનમાં આપ્યો છે અને કહ્યું છે કે નાકના અગ્ર ભાગ ઉપર, જીભના અગ્રભાગ ઉપર, તાળવા ઉપર, જીભના મધ્યભાગ ઉપર, જીભના મૂળ ઉપર, હૃદયકમળસ્થ બુદ્ધિસત્ત્વ ઉપર, અહંકાર ઉપર, વીતરાગ પુરુષ ઉપર, સ્વપ્નજ્ઞાન ઉપર, નિદ્રાજ્ઞાન ઉપર અને ઈષ્ટ દેવતા ઉપર ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ કરવો. આ વિષયો ઉપર સ્થિતિસંપન્ન ચિત્ત પ્રશાંતવાહિતાની ઉત્કૃષ્ટ ભૂમિકા સર કરવા લાયક બને છે. આમ ઉત્કૃષ્ટ સ્થિરતા પામવા આ વિષયો ઉપર ચિત્તને સ્થિર થવાની ટેવ પાડવી જોઈએ.