Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 299
________________ અધ્યયન ૧૪ કેવલ્યા એકાકીભાવ એ જ કેવલ્ય છે. વિવેકઞાતિ દૃઢ થતાં અવિદ્યાનો નાશ થાય છે. અવિદ્યાનો નાશ થતાં પ્રકૃતિપુરુષનો સંયોગ છૂટી જાય છે કારણ કે સંયોગનું કારણ અવિદ્યા છે. પ્રકૃતિથી છૂટી સ્વસ્વરૂપમાં રહેવું એ જ પુરુષનું કૈવલ્ય છે. વિવેકખ્યાતિ દૃઢ થતાં ભોગ અને અપવર્ગરૂપ પુરુષાર્થો સિદ્ધ થઈ જાય છે. વિવેકખ્યાતિ દૃઢ થતાં સુખદુઃખનો આભિમાનિક ભોગ સમાપ્ત થઈ જાય છે અને અપવર્ગની સિદ્ધિ હવે માત્ર સમયનો જ પ્રશ્ન રહે છે. અર્થાત્ હવે વિવેકીને પુનર્ભવ નથી જ. આમ પુરુષાર્થની સિદ્ધિ થઈ જતાં બુદ્ધિ, અહંકાર, ઇન્દ્રિયો વગેરે ત્રિગુણાત્મક ઉપાધિઓનું કંઈ પ્રયોજન રહેતું નથી. એટલે તે ઉપાધિઓ પોતાના મૂળ કારણ પ્રકૃતિમાં લય પામે છે. આમ, પુરુષ નિરુપાધિક યા કેવળ બને છે. કૈવલ્યમાં પ્રકૃતિ અને પુરુષ બંને કેવળ બને છે. એટલે સૂત્રકારે કહ્યું છે કે પુરુષાર્થશૂન્ય ગુણોનો પ્રતિપ્રસવ (પોતાના મૂળ કારણમાં લય-involution) એ કેવંલ્ય છે. અથવા તો સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત ચિતિશક્તિ (પુરુષ) વલ્ય છે. આ બેય વસ્તુ એક સિક્કાની બે બાજુઓ છે. એક સ્થળે સૂત્રકાર કહે છે કે વિવેકખ્યાતિરૂપ ચિત્તવૃત્તિ પ્રત્યે વૈરાગ્ય જાગતાં તે વૃત્તિ પણ અટકી જાય છે અને દોષબીજનો (દગ્ધબીજ લેશો, વિપાક આપવાની હણાયેલી શક્તિવાળાં કર્મો અને જ્ઞાનસંસ્કારોનો) સંપૂર્ણ નાશ થતાં કૈવલ્ય થાય છે. અહીં નાશનો અર્થ મૂળ કારણમાં લય છે. વળી એક સ્થળે તેઓ જણાવે છે કે સત્ત્વની શુદ્ધિ અને પુરુષનું સામ્ય એ જ કૈવલ્ય છે. સત્ત્વની શુદ્ધિ એટલે રાજસિક અને તામસિક મળોથી સત્ત્વની શુદ્ધિ અર્થાત્ ક્લેશ અને કર્મના આવરણોમાંથી સત્ત્વની સંપૂર્ણ મુક્તિ. પુરુષનું સામ્ય એટલે સુખ, દુઃખ વગેરેના આભિમાનિક મોહનો અંત. આ જ તેનું સમત્વ છે. આ વખતે ચિત્તમાં ઊઠેલા પોતાના સ્પષ્ટ આકાર દ્વારા પુરુષને પોતાનો સાક્ષાત્કાર થાય છે, આ વિવેકીની અવસ્થા છે, આ જીવન્મુક્તિની અવસ્થા છે. અહીં સૂત્રકાર વિવેકીની જીવન્મુક્તાવસ્થાને કૈવલ્ય નામ આપતા જણાય છે.' વિવેકીને ઉપાધિઓ હોવા છતાં ન હોવા બરાબર છે કારણ કે તેનું અભિમાન સાવ ગળી ગયું છે, નાશ પામ્યું છે. વિવેકી અર્થાત્ જીવન્મુક્ત અને વિદેહમુક્ત વચ્ચેનો ભેદ ઉપાધિના હોવા-ન હોવા પૂરતો જ છે. પરંતુ આ તો માત્ર બાહ્ય ભેદ જ છે. આંતરિક કોઈ ભેદ નથી. બંને સંપૂર્ણ ક્લેશમુક્ત છે. એટલે વિદેહમુક્તિની અવસ્થાની જેમ વિવેકીની જીવન્મુક્તિની અવસ્થાને પણ કેવલ્ય નામ આપવું ઉચિત જ છે. અહીં જીવન્મુક્ત અવસ્થાને કૈવલ્ય ગણી છે કારણ કે કૈવલ્યરૂપ

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324