Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 308
________________ ૨૯૮ ષદર્શન ૨૮ મનના સાત્ત્વિક પ્રકાશનો અનુભવ થાય છે. આ પ્રકાશને પરમાણુ જેવા સૂક્ષ્મ, હીરા જેવા પૃથ્વીના પેટાળમાં છુપાયેલા કે બીજી કોઈ રીતે ઢંકાયેલા તેમ જ દૂર દેશમાં રહેલા પદાર્થો ઉપર ફેંકવાથી યોગીને તે તે પદાર્થોનું પ્રત્યક્ષ થાય છે. આ સૂક્ષ્મ-વ્યવહિતવિપ્રકૃષ્ટજ્ઞાન તેમ જ આગળ જણાવી ગયેલા અતીત-અનાગતજ્ઞાનથી જૈનસંમત અવધિજ્ઞાનનો સંગ્રહ થઈ જાય છે. ભુવનજ્ઞાન–સૂર્યમાં અર્થાત્ સૂર્યદ્વારમાં (સુષુમ્લાનાડીમાં) સંયમ કરવાથી યોગીને સમગ્ર ભુવનનું જ્ઞાન થાય છે.૨૯ તારાવ્યૂહજ્ઞાન—ચંદ્રમાં સંયમ કરવાથી યોગીને તારાઓના વિશિષ્ટ સન્નિવેશનું, આકાશમાં તેમના વિશિષ્ટ સ્થાનનું જ્ઞાન થાય છે. કેટલાક ટીકાકારો ચંદ્રનો અર્થ ઈડાનાડી કરે છે.૩૦ તારાગતિજ્ઞાન–ધ્રુવના તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે.૧ કાયવ્યૂહજ્ઞાન—નાભિચક્રમાં સંયમ કરવાથી શરીરનાં ઘટકોનું તેમ જ શરીરમાં તેં ઘટકોની રચનાનું જ્ઞાન થાય છે. સિદ્ધદર્શન–માથા અને કપાળ વચ્ચે પ્રકાશમાન જ્યોતિરૂપ બ્રહ્મરંધ્ર નામનું છિદ્ર છે. આ બ્રહ્મરંધ્રમાં સંયમ કરવાથી આકાશ અને પૃથ્વી વચ્ચે વિચરતા સિદ્ધોનું દર્શન થાય છે.૩૩ બ્રહ્મરંધ્રને શંકરના ત્રીજા નેત્રની માન્યતા સાથે સરખાવો.. ચિત્તજ્ઞાન–શરીરમાં હૃદયપ્રદેશે અધોમુખ કમળ છે. તેમાં સંયમ કરવાથી ચિત્તજ્ઞાન થાય છે અર્થાત્ યોગીને પોતાના ચિત્તમાં રહેલી વાસનાઓ, ક્લેશો તેમ જ બીજાના ચિત્તમાં રહેલા રાગાદિ ક્લેશોનો સાક્ષાત્કાર થાય છે.૪ પુરુષસાક્ષાત્કાર–ગૃહીત્ યા પુરુષમાં (પુરુષવિષયક ચિત્તવૃત્તિમાં) સંયમ કરવાથી પુરુષનો સાક્ષાત્કાર થાય છે. ૩૫ પ્રાતિભ, શ્રાવણ વગેરે—પુરુષવિષયક ચિત્તવૃત્તિમાં સંયમ કરવાથી પ્રાતિભ, શ્રાવણ, વેદન, આદર્શ, આસ્વાદ અને વાર્તા નામની ગૌણ સિદ્ધિઓ પુરુષસાક્ષાત્કારરૂપ મુખ્ય સિદ્ધિ પહેલાં ઉદ્ભવે છે.૬ પ્રાતિભથી સૂક્ષ્મ, વ્યવહિત, વિપ્રકૃષ્ટ, અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે. શ્રાવણથી દિવ્ય શબ્દ, વેદનાથી દિવ્ય સ્પર્શ, આદર્શથી દિવ્ય રૂપ, આસ્વાદથી દિવ્ય રસ અને વાર્તાથી દિવ્ય ગંધનું જ્ઞાન થાય છે. દિવ્યશ્રોત્ર—આકાશ અને શ્રોત્રેન્દ્રિય વચ્ચે આધારાધેય સંબંધ છે. તે સંબંધમાં સંયમ કરવાથી દિવ્યશ્રોત્રની પ્રાપ્તિ થાય છે અર્થાત્ સૂક્ષ્મ શબ્દોને ગ્રહણ કરવાનું સામર્થ્ય જન્મે છે.૩૭ ૩૮ સર્વજ્ઞાતૃત્વ–પુરુષવિષયક સંયમને પરિણામે વિવેકજ્ઞાન જન્મે છે. જેને વિવેકજ્ઞાન થાય તેને સર્વજ્ઞતા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સર્વજ્ઞતાનું બીજું નામ તારકાન છે. તારકજ્ઞાન સિદ્ધિરૂપ છે. તારકજ્ઞાન બધા જ વિષયોને અને તેમની અતીત, અનાગત અને વર્તમાન બધી અવસ્થાઓને અક્રમથી એક ક્ષણમાં જાણી લે છે. તારકજ્ઞાનનું આ વર્ણન જૈનોના કેવળજ્ઞાનના વર્ણન સાથે તદ્દન મળતું છે. વિવેકજ્ઞાન થાય એટલે યોગીને 3

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324