________________
યોગદર્શન
૨૯૭
સ્વૈર્ય—ર્મનાડીમાં સંયમ કરવાથી યોગી શરીરને એકદમ નિશ્ચલ જડવત્ બનાવી શકે છે. કંઠકૂપની નીચે કૂર્મનાડી છે.૨૨
જ્ઞાનસંબંધી સિદ્ધિઓ
અતીત-અનાગતજ્ઞાન-ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ આ ત્રણેયમાં સંયમ કરવાથી અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે.૨૩
સર્વભૂતરુતજ્ઞાન−‘ગાય' શબ્દ, ગાય-અર્થ (પ્રાણી) અને ગાય-જ્ઞાન આ ત્રણનો વ્યવહારમાં આપણે સંક૨ (અવિભાગ, અભેદ) કરીએ છીએ પણ વસ્તુતઃ એ ત્રણ ભિન્ન છે. તેમના ભેદમાં સંયમ કરવાથી યોગીને બધા પશુ-પંખીઓની ભાષા સમજાય છે. અનેક કથાઓમાં આપણને આ માન્યતાનો ઉપયોગ થયેલો જોવા મળે છે.૨૪
પૂર્વજન્મજ્ઞાનસંસ્કારોમાં સંયમ કરવાથી પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. સંસ્કારો બે પ્રકારના છે–કર્મસંસ્કારો અને જ્ઞાનસંસ્કારો. આ સંસ્કારો ચિત્તના ધર્મો છે એ તો આપણે જાણીએ છીએ. આ બંને પ્રકારના સંસ્કારોમાં સંયમ કરવાથી સંસ્કારોનો સાક્ષાત્કાર થાય છે, અને સંસ્કારોનો સાક્ષાત્કાર થતાં તેમના નિમિત્તભૂત દેશ, કાળ અને અનુભવોનો પણ સાક્ષાત્કાર થાય છે, પરિણામે પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. બીજાના ચિત્તના સંસ્કારોમાં સંયમ કરવાથી તે વ્યક્તિના પૂર્વજન્મનું જ્ઞાન પણ યોગીને થાય છે." પૂર્વજન્મનું જ્ઞાન અનેક દર્શનમાં સ્વીકારવામાં આવ્યું છે. જૈનો અને બૌદ્ધોએ તે માનેલું છે. મનુસ્મૃતિમાં તે સ્વીકારેલું છે. અનેક કથાઓમાં પણ આ માન્યતાનો ઉપયોગ થયેલો છે.
૨૬
પરચિત્તજ્ઞાન–બીજાની પરોક્ષ રીતે જાણેલી રાગાદિ ચિત્તવૃત્તિમાં સંયમ કરવાથી તે પરચિત્ત રાગી છે કે વિરાગી ઇત્યાદિનો યોગીને સાક્ષાત્કાર થાય છે. પરંતુ તે પચિત્તના રાગનો વિષય શો છે તેનો સાક્ષાત્કાર યોગીને થતો નથી. કદાચ પરોક્ષ રીતે યોગી તે વિષયને જાણવો હોય તો જાણી શકે. જૈનોના મન:પર્યાયજ્ઞાનને. આ જ્ઞાન સાથે સરખાવવા જેવું છે. જૈનોએ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે મન:પર્યાયજ્ઞાન બીજાના મનના વિષયને જાણે છે કે નહિ ? જો જાણે છે તો સાક્ષાત્ જાણે છે કે પરોક્ષ રીતે ?
મરણકાળજ્ઞાન–સોપક્રમ અને નિરૂપક્રમ આયુકર્મમાં સંયમ કરવાથી મરણફાળજ્ઞાન થાય છે. પ્રસંગવશ સૂત્રકાર જણાવે છે કે અરિષ્ટો (અમુક ચિહ્નો) ઉપરથી મરણકાળજ્ઞાન થઈ શકે છે. અરિષ્ટો ત્રણ પ્રકારના છે—આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. (૧) આધ્યાત્મિક અરિષ્ટો–કાન દબાવી બંધ કરી દેવામાં આવે ત્યારે શરીરમાં થતો ધોષ ન સંભળાવો, આંખો હાથથી દબાવી બંધ કરવામાં આવે ત્યારે જ્યોતિ ન દેખાવી, વગેરે. (૨) આધિભૌતિક અરિષ્ટો–યમનું, પિતૃઓનું, મરી ગયેલા જનોનું જાણે સામે ખડા હોય એમ દેખાવું, વગેરે. (૩) આધિદૈવિક અરિષ્ટો—અકસ્માત્ સ્વર્ગનું દેખાવું, સિદ્ધોનું દેખાવું અથવા બધું ઊલટાસૂલટી દેખાવું, વગેરે. સામાન્ય માણસ આ અરિષ્ટો ઉપરથી મરણકાળ નજીક છે એવું અનુમાન કરે છે જ્યારે યોગી · મરણકાળને સાક્ષાત્ જાણે છે.
સુક્ષ્મ-વ્યવહિત-વિપ્રકૃષ્ટજ્ઞાન–જ્યોતિષ્મતી પ્રવૃત્તિના અભ્યાસના પરિપાકથી યોગીને
૫-૨૦