________________
૨૯૬
પદર્શન વશિત્વ–આ સિદ્ધિને પરિણામે બધા ભૂતભૌતિક પદાર્થો યોગીને વશ વર્તે છે.
ઈશિત્વ–આ સિદ્ધિને પરિણામે યોગી ભૂતભૌતિક પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવા સમર્થ બને છે.
કામાવસાયિત્વ–આ સિદ્ધિને પરિણામે યોગી પોતાના સંકલ્પથી અમૃત પાસે વિષનું અને વિષ પાસે અમૃતનું કાર્ય કરાવી શકે છે, પરંતુ તે પદાર્થનો વિપર્યાસ નથી કરી શકતો. વિષમાં જે મારક શક્તિ છે અને અમૃતમાં જે જીવન શક્તિ છે તે શક્તિઓનો વિપર્યાસ યોગી કરી શકે છે પણ વિષને અમૃત કે અમૃતને વિષ કરવારૂપ પદાર્થવિપર્યાય તે કરી શકતો નથી."
તદ્ધનભિઘાતઆ સિદ્ધિના વર્ણન ઉપરથી લાગે છે કે તે પ્રાકામ્યથી ભિન્ન નથી. આ સિદ્ધિને પરિણામે પૃથ્વીના મૂર્તિધર્મથી યોગીના શરીરની ક્રિયા રૂંધાતી નથી, તે પથ્થરમાં પણ પ્રવેશી શકે છે, પાણી તેને ભીંજવી શકતું નથી, અગ્નિ તેને બાળી શકતો નથી, વેગવાન વાયુ તેને ખેંચી શકતો નથી, ખુલ્લા આકાશમાં તે સિદ્ધોનેય અદૃશ્ય બની જાય છે.'
મનોજવિત્વ, વિકરણભાવ અને પ્રધાનજય – ઇન્દ્રિયોના પાંચ અંશો હોય છે...(૧) ઇંદ્રિયવૃત્તિ, (૨) પ્રકાશરૂપ સ્વભાવ, (૩) ઉપાદાનભૂત સાત્ત્વિક અહંકાર, (૪) મૂળ ત્રણ ગુણો અને (૫) ભોગ અને અપવર્ગ સાધી આપવાનું સામર્થ્ય. ઇન્દ્રિયોના આ પાંચેય અંશોમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે. ઈન્દ્રિયજયને પરિણામે મનોજવિત્વ, વિકરણભાવ અને પ્રધાનજય એ ત્રણ સિદ્ધિઓ ઉદ્ભવે છે."
મનોજવિત્વ–આ સિદ્ધિને પરિણામે શરીરમાં મનના જેવી અત્યંત શીવ્ર ગતિ કરવાની શક્તિ આવે છે.'
વિકરણભાવ-શરીરનિરપેક્ષ ઇન્દ્રિયોની દૂર દેશના, દૂર કાળના કે સૂક્ષ્મ અવસ્થાના વિષયનું ગ્રહણ કરવાની શક્તિ એ વિકરણભાવ છે.*
પ્રધાનજય-પ્રધાનજયને પરિણામે બધા જ વિકારો યોગીને વશ થઈ જાય છે.”
સર્વભાવાધિષ્ઠાતૃત્વ-ગૃહતુ અર્થાત્ પુરુષમાં સંયમ કરવાથી સર્વભાવાધિષ્ઠાતૃત્વ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિને પરિણામે ત્રિગુણાત્મક બધા પદાર્થોનો યોગી સ્વામી બને છે. જેટલા ગુણમય પદાર્થો છે તે બધા પુરુષ આગળ સંપૂર્ણ દૃશ્યરૂપે, ભોગ્યરૂપે ઉપસ્થિત થાય છે.'
બહુકાયનિર્માણ–યોગી એક સાથે અનેક શરીરો નિર્માણ કરી શકે છે.૧૯ નિર્માણચિત્ત-જ્યારે યોગી અનેક શરીરો એક સાથે નિર્માણ કરે છે ત્યારે અસ્મિતામાત્ર અર્થાત્ અહંકારમાંથી ચિત્તો પણ અનેક નિર્માણ કરે છે અને પ્રત્યેક શરીર ચિત્તયુક્ત હોય છે. પરંતુ એ બધાં ચિત્તોમાં એક ચિત્ત મુખ્ય અર્થાત્ પ્રયોજક હોય છે.
આ પ્રયોજક ચિત્તના અભિપ્રાયથી દોરાઈને બાકીનાં ચિત્તો પ્રવૃત્તિ કરે છે. આને કારણે ભિન્ન ભિન્ન ચિત્તોની પ્રવૃત્તિઓમાં એકવાક્યતા જણાય છે.'