Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 304
________________ યગ્દર્શન આત્મસમર્પણ કરી દે છે, તેને ઈશ્વર બનાવી દે છે. આમાંથી શું શું પરિણમે તેની કલ્પના પણ ભયંકર છે. સમાજે વિભૂતિઓના આવા સામૂહિક પ્રયોગો પ્રત્યે ખૂબ જ સાવધ રહેવું જોઈએ અને યોગદર્શનના દૃષ્ટિબિંદુને આપણે બરાબર સમજવું જોઈએ. વિભૂતિઓનાં પ્રદર્શનનો ખતરો યોગદર્શને સૂચવ્યો જ છે. તેને સાધકે અને સમાજે સતત યાદ રાખવો જોઈએ. ૨૯૪ વિભૂતિઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે—બહિરંગસાધનજન્ય વિભૂતિઓ અને *સંયમજન્ય વિભૂતિઓ. બહિરંગસાધનથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર સમજવાનાં છે. આ સાધનો સિદ્ધ થતાં પ્રગટ થતી સિદ્ધિઓનું નિરૂપણ તે સાધનોના નિરૂપણ વખતે કરી દીધું છે. વળી, તે સિદ્ધિઓનો અંતર્ભાવ સંયમજન્ય સિદ્ધિઓમાં મહદ્ અંશે થઈ જ જાય છે એટલે તેમનું ફરી નિરૂપણ ન કરતાં સંયમજન્ય સિદ્ધિઓનું જ નિરૂપણ અહીં કરીશું. આ સંયમજન્ય સિદ્ધિઓને બે વિભાગમાં વહેંચી શકાય – (૧) કર્મસંબંધી સિદ્ધિઓ (૨) જ્ઞાનસંબંધી સિદ્ધિઓ કર્મસંબંધી સિદ્ધિઓ અંતર્ધાન–શરીર નેત્રગ્રાહ્ય થાય છે કારણ કે તેને રૂપ છે. શરીરના રૂપમાં સંયમ કરવાથી સાધકના શરીરનું રૂપ નેત્રને અગ્રાહ્ય બની જાય છે અને જોનારની આંખોમાંથી નીકળતા પ્રકાશ યા કિરણોના સંપર્કમાં તે આવતું નથી. પરિણામે તેનું શરીર અન્યને દેખાતું નથી. શરીરના રૂપની જેમ તેનાં શબ્દ, સ્પર્શ, રસ અને ગંધમાં સંયમ ક૨વાથી તે શરીરના શબ્દ, સ્પર્શ, રસ અને ગંધ પણ અગ્રાહ્ય બની જાય છે. હાથીબળ, ગરુડબળ વગેરેની પ્રાપ્તિ-હાથીના બળ ઉપર સંયમ કરવાથી સાધક હાથીનું બળ પ્રાપ્ત કરે છે. ગરુડના બળમાં સંયમ કરવાથી સાધક ગરુડનું બળ પ્રાપ્ત કરે છે, વગેરે.૪ ભૂખ, તરસ ન લાગવી–કંઠકૂપમાં સંયમ કરવાથી ભૂખ કે તરસ લાગતી નથી. કંઠકૂપ એટલે શું ? જીભની નીચેના ભાગમાં જિહ્વામૂલ છે. જિહ્વામૂલને તંતુ કહેવામાં આવે છે. તંતુથી નીચેના પ્રદેશમાં કંઠપ્રદેશ છે. તે કંઠપ્રદેશની નજીક નીચેની બાજુએ ખાડા જેવો ભાગ છે. આ ભાગને કંઠકૂપ કહેવામાં આવે છે. પરશરીરપ્રવેશ—ચંચળ ચિત્ત કર્માશયને કારણે એક જ શરીરમાં જોડાયેલું રહે છે. એટલે જો કર્માશયને શિથિલ કરી દેવામાં આવે તેમ જ ચિત્તને બહાર કાઢવા માટે કઈ નાડીનો ઉપયોગ કરવો જોઈએ તેનું જ્ઞાન મેળવી લેવાય તો ચિત્તને સાધક પોતાના શરીરમાંથી બહાર કાઢી બીજાના મૃત કે જીવિત શરીરમાં દાખલ કરી શકે. સમાધિના બળથી કર્માશય શિથિલ થાય છે અને નાડીસંયમ દ્વારા ચિત્તવહા નાડીનું જ્ઞાન થાય છે. ચિત્ત જ્યારે પરશ૨ી૨માં પ્રવેશે છે ત્યારે ઇન્દ્રિયો તેને અનુસરે છે.' આમ અન્ય શરીરમાં યોગીનું ચિત્ત ઇન્દ્રિયો સાથે પ્રવેશે છે. આજીવક સિદ્ધાંતમાં આ પરકાયપ્રવેશને પઉદ્યપરિહાર કહેવામાં આવે છે. શંકરાચાર્યે પરકાયપ્રવેશ કર્યો હતો એવી દંતકથા છે. અનેક કથાઓમાં પરકાયપ્રવેશની માન્યતાનો ઉપયોગ થયો છે.

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324