Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 309
________________ યોગદર્શન ૨૯૯ કૈવલ્ય પહેલાં તારકજ્ઞાનરૂપ ઐશ્વર્ય પ્રાપ્ત થવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી એમ ભાષ્યકાર સ્પષ્ટપણે જણાવે છે. આમ કહેવામાં ભાષ્યકારનો આશય શો હોઈ શકે તેની ચર્ચા આપણે કરી ગયા છીએ. અત્યંત સમાન વસ્તુઓનું ભેદજ્ઞા – જાતિ, લક્ષણ અને દેશની દૃષ્ટિએ અત્યંત સમાન વસ્તુઓમાં ભેદની પ્રતિપત્તિ વિવેકીને ક્ષણ અને ક્ષણોના ક્રમમાં સંયમ કરવાથી થાય છે.' અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે મોટા ભાગની વિભૂતિઓ જો ભાંગ, ગાંજો, ચડસ વગેરે ઓષધિઓથી (drugs) ઉદ્ભવતી હોય તો યોગસાધનાની શી જરૂર? આનો જવાબ યોગદર્શનના અભ્યાસીને યોગદર્શનમાંથી જ મળી રહે છે : (૧) વિભૂતિઓની પ્રાપ્તિ માટે યોગસાધના છે જ નહિ. યોગસાધના તો ક્લેશભક્તિ માટે છે. અલબત્ત, સાધનામાર્ગમાં સાધકને વિભૂતિઓ પ્રાપ્ત થાય છે, પરંતુ તેમની પ્રાપ્તિનું સાધનાને માટે કોઈ ખાસ મહત્વ નથી. આ વસ્તુની સ્પષ્ટતા આપણે શરૂઆતમાં જ કરી ગયા છીએ. (૨) ઓષધિજન્ય વિભૂતિઓ અને યોગજ વિભૂતિઓ વચ્ચે ભેદ છે. ઓષધિજન્ય વિભૂતિઓમાં સત્ત્વશુદ્ધિ યા આંતરશુદ્ધિ યોગજ વિભૂતિઓ કરતાં ઓછી હોવાથી આપણે કહી શકીએ કે ઓષધિજન્ય વિભૂતિઓ યોગજ વિભૂતિઓથી ઓછી તેજ, ઓછી ટકનારી અને મળ્યા પછી ચાલી જનારી હોવી જોઈએ. ઓષધિજન્ય વિભૂતિઓ વિવેકજ્ઞાનરૂપ યા ક્લેશ-કર્મમુક્તિરૂપ પ્રયોજનથી નિયંત્રિત હોતી નથી જ્યારે યોગજ સિદ્ધિઓ તે પ્રયોજનથી નિયંત્રિત હોય છે. આ કારણે જ તેમની આંતરિક શુદ્ધિમાં ભેદ હોય છે. ઓષધિજન્ય વિભૂતિઓ જેવી જ જન્મજાત, મંત્રજાત અને તપજાત વિભૂતિઓ છે. અહીં તપાત વિભૂતિઓ જે તપથી પ્રગટે છે તે તપને સાધનામાર્ગના તપથી ભિન્ન કોટિનું સમજવું જોઈએ. આ તપ વિવેકજ્ઞાનરૂપ પ્રયોજનથી નિયંત્રિત નથી જ્યારે સાધનામાર્ગનું તપ તેનાથી નિયંત્રિત હોય છે. આ તપ બાલતપ છે જ્યારે સાધના માર્ગનું તપ પંડિતતપ છે એમ સમજવું જોઈએ.’ પાદટીપ • १ यदाऽस्य स्युरप्रसवधर्माणस्तदा तत्कृतमैश्चर्यं योगिनः सिद्धिसूचकं भवति । योगभाष्य २. ३५ (उत्थानिका) २ ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः । योगसूत्र ३. ३७ । स्थान्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं पुनरनिष्टप्रसङ्गात् । योगसूत्र ३. ५१ । * સંયમ એટલે એક વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણેય કરવાં તે. 3 कायरूपसंयमात् तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुःप्रकाशासम्प्रयोगेऽन्तर्धानम् । योगसूत्र ३. ૨૨ | ४ बलेषु हस्तिबलानि । योगसूत्र ३. २४ । ५ कष्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः । योगसूत्र ३. ३० ।

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324