________________
પદર્શન વિદેહમુક્ત અવસ્થાથી તેનો કોઈ તાત્ત્વિક ભેદ નથી અને જીવન્મુક્ત અવસ્થા નિયમથી વિદેહમુક્ત અવસ્થાનું કારણ છે.
વિવેકખ્યાતિથી અવિદ્યા દગ્ધબીજ બને છે. અવિદ્યા દગ્ધબીજ થવા સાથે જ બીજા બધા ક્લેશો દગ્ધબીજ બની જાય છે કારણ કે અવિદ્યા જ બધા ક્લેશોનું મૂળ છે.
લેશોના દગ્ધબીજ બનવા સાથે જ કર્મો (પ્રારબ્ધ સિવાયના) પોતાનો વિપાક આપવાનું સામર્થ્ય ગુમાવે છે કારણ કે ક્લેશો જ કર્ભાશયનું મૂળ છે. મૂળ વિના ફળ ક્યાંથી થાય? વિવેકજ્ઞાનવાળાને માત્ર પુરુષનું જ્ઞાન હોય છે, બીજા કોઈ જ્ઞાનો હોતાં નથી. આનો અર્થ એવો કરવો જોઈએ કે તેનાં બધાં જ્ઞાનોમાં આત્મજ્ઞાન વ્યાપ્ત હોય છે અર્થાત્ તેનાં બધાં જ્ઞાનો સમ્યકદર્શનયુક્ત હોય છે. વિવેકજ્ઞાન એ દર્શન છે, દૃષ્ટિ છે. એટલે જ ભાષ્યકાર કહે છે કે પરમાર્થથી તો વિવેકજ્ઞાનથી અદર્શન દૂર થાય છે. વિવેકજ્ઞાન અદર્શનવિરોધી દર્શન છે. આમ ન માનીએ તો વિવેકીને અનંતજ્ઞાન અને તારકજ્ઞાન (સર્વજ્ઞત્વ)ની સૂત્રકારે કરેલી વાતનો પુરુષને માત્ર આત્મજ્ઞાન યા વિવેકજ્ઞાન હોય છે એ વાત સાથે વિરોધ આવશે. વિવેકીને અનેક જ્ઞાનો હોય છે, અને અનંત જ્ઞાનો હોય છે, પણ તેનાં તે બધા જ્ઞાનો સમ્યફદૃષ્ટિયુક્ત હોય છે. આમ જ માનવું જોઈએ. વિવેકીને પુનર્ભવ નથી જ. તેને માત્ર પ્રારબ્ધકર્મો ભોગવવાનો બાકી રહે છે. તે ધીરે ધીરે સ્વાભાવિક ક્રમમાં ભોગવાઈ જાય ત્યારે અથવા તે અસંપ્રજ્ઞાત યોગની પ્રક્રિયા દ્વારા શીઘ ભોગવાઈ જાય ત્યારે જીવ દમ્પબીજ ક્લેશો, દગ્ધબીજ કર્મો અને દગ્ધબીજ જ્ઞાનસંસ્કારોથી મુક્ત બને છે. તે વિદેહ બને છે. તેની બુદ્ધિ, અહંકાર વગેરે ઉપાધિઓ પ્રકૃતિમાં લય પામે છે અને પુનઃ કદીય ઉપાધિમાં તે જકડાતો નથી કારણ કે તેમ થવાનું કારણ છે જ નહીં. આ વિદેહ અવસ્થા જ કૈવલ્ય કહેવાય છે.
કૈવલ્યમાં પુરુષને જ્ઞાન હોતું નથી. સંસારી અવસ્થામાં તેને જે જ્ઞાન થતું હતું તે તો ચિત્તવૃત્તિઓનું તેનામાં પ્રતિબિંબ પડવાને લઈને થતું હતું. કેવળ પુરુષનો ચિત્ત સાથેનો સંબંધ આત્યંતિકપણે છૂટી ગયો હોય છે એટલે તેને જ્ઞાન હોતું નથી. પરંતુ સાંસારિક કોટિના જ્ઞાનથી તદ્દન ભિન્ન કોટિનું જ્ઞાન તેને સંભવે કે નહીં? યોગદર્શનકારો આવી કલ્પના કરવી યોગ્ય ગણતા નથી. એટલે તેઓ કૈવલ્ય અવસ્થામાં સર્વજ્ઞત્વનો સ્વીકાર કરતા નથી. સર્વજ્ઞત્વ તો સંસારી અવસ્થામાં વિવેકીને થતું તારકજ્ઞાનયા અનંતજ્ઞાન” છે અને તે સંસારીઅવસ્થામાં થનાર બીજાં જ્ઞાનોથી તદ્દન ભિન્ન કોટિનું જ્ઞાન હોય તેમ યોગદર્શન ગણતું નથી. સૂત્રકાર અને ભાષ્યકાર તો કૈવલ્ય પૂર્વેય સર્વજ્ઞત્વની પ્રાપ્તિને અનિવાર્ય ગણતા નથી. ભાષ્યકાર સ્પષ્ટપણે કહે છે કે વિવેકજ તારકજ્ઞાન (સર્વજ્ઞત્વ) પ્રાપ્ત કરે કે ન કરે તો પણ વિવેકી કૈવલ્યને પામે જ છે. “એક સ્થળે સૂત્રકારે જણાવ્યું છે કે વિવેકખ્યાતિ દૃઢ થતાં ક્લેશોનો (અવિદ્યા સહિત) અને કુશલ-અકુશલ સૌ કર્મોનો નાશ થાય છે અને તેમ થતાં ક્લેશ અને કર્મનાં આવરણોથી મુક્ત થયેલું જ્ઞાન અનંત બને છે. આ અનંતજ્ઞાન અને તારકજ્ઞાન વચ્ચે કોઈ ભેદ જણાતો નથી એટલે કેવલ્યપૂર્વે વિવેકીને સર્વજ્ઞત્વની પ્રાપ્તિ હોય કે ન હોય તો પણ તે અવશ્ય કૈવલ્ય પામે છે એમ કહેવાનો એવો આશય હોઈ શકે કે વિવેકજ્ઞાન જ ખરેખર મહત્ત્વની વસ્તુ છે, તે જ