Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 289
________________ અધ્યયન ૧૩ કર્મસિદ્ધાંત ‘જેવું કરશો તેવું પામશો’ આ ભાવના ભારતીય સંસ્કૃતિની રગેરગમાં વ્યાપેલી છે. કર્મસિદ્ધાંતની પાયાની વાત આ જ છે. પરંતુ આ સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે તે સમજવું ઘણું કઠણ છે. એટલે જ ઋષિમુનિઓએ વારંવાર કહ્યું છે કે આ સિદ્ધાંત ગહન છે.' યોગભાષ્યમાં વ્યાસને પણ કહેવું પડ્યું છે કે કર્મની ગતિ વિચિત્ર છે અને કળી ન શકાય એવી છે. ‘વર્ગતિશ્વિત્રા યુર્વિજ્ઞાના 7'' આ કર્મસિદ્ધાંત કેવી રીતે કામ કરે છે તે વિશે યોગદર્શનને શું કહેવાનું છે તે જોઈએ. આપણે ઘણી વાર જોઈએ છીએ કે સજ્જન માણસ'સુકાર્યો કરવા છતાં આ જન્મમાં તેના ફળરૂપ સુખ પામતો નથી. આવી પરિસ્થિતિને લઈ આપણી શ્રદ્ધા કર્મસિદ્ધાંતમાંથી ન ડગે ? યોગદર્શન જણાવે છે કે સુકાર્યનાં ફળ મળે જ છે—આ જન્મમાં નહીં તો પછીના જન્મમાં. કેટલાંક કર્મો આ જન્મમાં ફળે છે, કેટલાંક કર્મો પછીના જન્મમાં ફળે છે. પરંતુ આ માટે તો યોગદર્શને પ્રથમ પુનર્જન્મ સાબિત કરવો જોઈએ. યોગદર્શન પુનર્જન્મ નીચે પ્રમાણે સાબિત કરે છે. તાજા જન્મેલા બાળકને ભયંકર પદાર્થના દર્શનથી ભય અને ત્રાસ થાય છે. આ ભય અને ત્રાસ દુઃખની સ્મૃતિ થવાને પરિણામે થાય છે. તે સ્મૃતિ સંસ્કાર વિના તો સંભવે જ નહીં અને સંસ્કાર પૂર્વાનુભવ વિના બને નહિ. અને તાજા જન્મેલામાં પૂર્વે દુ:ખાનુભવ થયો હોવાનો સંભવ નથી. તેથી તે પૂર્વજન્મમાં થયો હોવો જોઈએ. આમ તાજા જન્મેલા બાળકને ભયંકર પદાર્થ જોઈ થતો ભય અને ત્રાસ પૂર્વજન્મને સાબિત કરે છે.' વળી, કેટલાકને પૂર્વજન્મનું સ્મરણ પણ આ જન્મમાં થાય છે. આ સ્મરણને જાતિસ્મરણ કહેવામાં આવે છે. જાતિસ્મરણ પણ પૂર્વજન્મને સિદ્ધ કરે છે. પૂર્વજન્મ સિદ્ધ થતાં પુનર્જન્મ પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે. જીવ જે પ્રવૃત્તિ કરે છે તેના સંસ્કાર ચિત્તમાં પડે છે. આને કર્મસંસ્કાર, કર્માશય કે માત્ર કર્મ કહેવામાં આવે છે. આ કર્મો પ્રાકૃતિક (material) છે.' તે ચાર પ્રકારનાં છે–(૧) કૃષ્ણ, (૨) શુક્લકૃષ્ણ, (૩) શુક્લ અને (૪) અશુક્લઅકૃષ્ણ. દુર્જનોનાં કર્મો કૃષ્ણ હોય છે કારણ કે તેઓ કાળાં કામોના કરનારા છે. સામાન્ય માણસોનાં કર્મો શુક્લકૃષ્ણ હોય છે, કારણ કે તેઓ પરપીડારૂપ કાળાં અને પરોપકારરૂપ ધોળાં કામોના કરનારા હોય છે. યજ્ઞ-યાગરૂપ બાહ્ય સાધનોના અનુષ્ઠાનથી ઊપજતાં કર્મોય શુક્લકૃષ્ણ જ હોય છે. તપ, સ્વાધ્યાય અને ધ્યાનરૂપ આંતરસાધનોના અનુષ્ઠાનથી ઊપજતાં કર્મો શુક્લ હોય છે. તપ, સ્વાધ્યાય અને ધ્યાન માત્ર મનને જ અધીન હોય છે. તેઓનું

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324