________________
૨૭
યોગદર્શન પડે છે અને તેથી માત્ર મંદવૃત્તિ લેશોને જન્માવવાનું સામર્થ્ય ધરાવે છે. ક્લેશના અદૃઢ બનેલા સંસ્કારો વિવેકખ્યાતિથી દગ્ધબીજ બને છે અને તેથી કોઈ પણ ક્લેશવૃત્તિને જન્માવવા તદ્દન અસમર્થ બની જાય છે. ક્લેશના આ દગ્ધબીજ સંસ્કારોય અસંપ્રજ્ઞાત યોગથી સ્વકારણમાં લય પામે છે.”
વિવેકખ્યાતિ દૃઢ થતાં અવિદ્યાના સંસ્કારો દગ્ધબીજ થઈ જાય છે. અવિદ્યાના સંસ્કારો દગ્ધબીજ થતાં બીજા બધા ક્લેશોના સંસ્કાર દગ્ધબીજ બની જાય છે કારણ કે બીજા ક્લેશોનું મૂળ અવિદ્યા છે. આમ બધા જ ક્લેશોના સંસ્કારો વિવેકખ્યાતિથી દિગ્ધબીજ બને છે.
આ ક્લેશો જ ધર્માધર્મરૂપ અદૃષ્ટનું મૂળ છે. આ ધર્માધર્મરૂપ અદૃષ્ટને કર્મ, કર્ભાશય, કર્મસંસ્કાર, વાસના વગેરે નામે ઓળખવામાં આવે છે. ક્લેશવૃત્તિ સહિત કરાતી પ્રવૃત્તિ જ કર્મસંસ્કાર ચિત્તમાં પાડી શકે છે. ક્લેશવૃત્તિ રહિત કરાતી પ્રવૃત્તિ ચિત્તમાં કર્મસંસ્કાર પાડવા અસમર્થ છે. એટલે જેના લેશો દગ્ધબીજ અવસ્થાને પામ્યા હોય છે તેની પ્રવૃત્તિ ચિત્તમાં કર્ભાશય યા કર્મસંસ્કાર યા અદૃષ્ટને જન્માવી શકતી નથી. આ દર્શાવે છે કે યોગદર્શન પ્રવૃત્તિની નિવૃત્તિ ઉપર ભાર નથી આપવા માગતું પણ ક્લેશોની નિવૃત્તિ ઉપર ભાર આપવા માગે છે."
-
પાદટીપ
१ अविद्याऽस्मितारागद्वेषाभिनिवेशाः क्लेशाः । योगसूत्र २.३ । २ एवमविद्या न प्रमाणं न प्रमाणाभावः, किन्तु विद्याविपरीतं ज्ञानान्तरमविद्येति ।
योगभाष्य २. ५ । 3 तस्य हेतुरविद्या । योगसूत्र २. २४ । ४ अनित्याऽशुचिदुःखाऽनात्मसु नित्यशुचिसुखाऽऽत्मख्यातिरविद्या । योगसूत्र २. ५ । ५ अविद्या क्षेत्रमुत्तरेषां...। योगसूत्र २. ४ । 5 दृग्दर्शनशक्त्योरेकात्मतैवास्मिता । योगसूत्र २. ६ । १ .अविद्यात श्वास्मिताया अयं भेदो यद् बुद्ध्यादावादौ या सामान्यतोऽहंबुद्धिः, अयं च
भेदाभेदेनाऽप्युपपद्यतेऽत्यन्ताभेदाग्रहणात्, सैवाविद्या, न तु तदुत्तरकालीनः पुरुषे बुद्धयादिगुणदोषारोप...अस्मिता तु तदुभयरूपिणीति । योगवार्तिक २. ६ । ८ ...परस्परारोपश्च व्यक्तयोरभेदग्रहं विनाऽपि रङ्गरजतयोरिव संभवत्येव...
पुरुषबुद्ध्योरविभागप्राप्तविव सत्यामेकत्वप्रत्यये सत्येव भोगः संभवति । योगवार्तिक
૯ સુવાનુશથી : | યોગસૂત્ર ૨. ૭ | ભાષ્ય જુઓ. ૧૦ દુઃવાનુરાથી દ્રષઃ | યોગસૂત્ર ૨. ૭ | ભાષ્ય જુઓ. ११ स्वरसवाही विदुषोऽपि तथारूढोऽभिनिवेशः । योगसूत्र २. ९ । १२ योगसूत्र २. ४ ।