________________
૨૮૬
પદર્શન યોગદર્શનની જેમ જૈનદર્શન પણ કર્મને કષાયમૂલક ગણે છે. એટલે જૈનદર્શન પણ કષાયોથી સંપૂર્ણ મુક્ત થનાર વ્યક્તિની પ્રવૃત્તિથી બંધાતાં કર્મોને નિર્વિપાકી (ઈર્યાપથિક) ગણે છે. યોગદર્શનની જેમ જૈનદર્શન પણ કષાયોથી સંપૂર્ણ મુક્ત થનારને પુનર્ભવ નથી જ એમ સ્વીકારે છે. જૈનદર્શન પણ દૃષ્ટજન્મવેદનીય કર્મ અને અદૃષ્ટજન્મવેદનીય કર્મ સ્વીકારે છે. યોગદર્શનના જાતિવિપાકી કર્મમાં જૈનદર્શનનાં નામકર્મ અને ગોત્રકર્મોનો સમાવેશ થાય છે જ્યારે યોગદર્શનનું ભોગવિપાકી કર્મ એ જૈનદર્શનનુ વેદનીય કર્મ છે. બંને આયુકર્મ સ્વીકારે છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે યોગદર્શને સ્વીકારેલા આ પ્રકારોને જૈનો અઘાતી કર્મ એવું સામાન્ય નામ આપે છે જ્યારે બીજા ચાર પ્રકારોને (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય) જૈનો ઘાતી કર્મ ગણે છે. આ ઘાતી કર્મોની વાત યોગદર્શનમાં નથી. યોગદર્શનની જેમ જૈનદર્શન પણ આયુકર્મના સોપક્રમ અને નિરુપક્રમ ભેદો સ્વીકારે છે. જૈન આગમ–આગમિક ગ્રંથોમાં નિરૂપિત કર્મસિદ્ધાંતનું સંક્ષિપ્તરૂપ જ જાણે આપણને યોગસૂત્ર અને યોગભાષ્યમાં મળતું હોય એવું જણાય છે.
पाटी५. १ कर्मणो गहना गतिः । गीता २ योगभाष्य २. १३ । 3 ...कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः । योगसूत्र २. १२ ।। ४ जातमात्रस्य जन्तोरननुभूतमरणधर्मकस्य द्वेषो दुःखानुस्मृतिनिमित्तो मरणत्रासः कथं
भवेत् । न च स्वाभाविकं वस्तु निमित्तमुपादत्ते । तस्मादनादिवासनानुविद्धमिदं चित्तं निमित्तवशात् काश्चिदेव वासनाः प्रतिलभ्य पुरुषस्य भोगायोपावर्तत इति । योगभाष्य ४. १० । सर्वस्य प्राणिन इयमात्माशीनित्या भवति मा न भूवं भूयासमिति । न चाननुभूतमरणधर्मकस्यैषा भवत्यात्माशीः । एतया च पूर्वजन्मानुभवः प्रतीयते । स चायमभिनिवेशः क्लेशः स्वरसवाही कृमेरपि जातमात्रस्य प्रत्यक्षानुमानागमैरसम्भावितो मरणत्रास उच्छेददृष्ट्यात्मकः पूर्वजन्मानुभूतं
मरणदुःखमनुमापयति । योगभाष्य २. ९ । ५ संस्कारसाक्षात्करणात् पूर्वजातिज्ञानम् । योगसूत्र ३. १८ । F Buddhist Logic, vol. I, p. 133, fn. 3. ७ चतुष्पदी खल्वियं कर्मजातिः । कृष्णा शुक्लकृष्णा शुक्ला अशुक्लाऽकृष्णा चेति । तत्र कृष्णा दुरात्मनाम् । शुक्लकृष्णा बहिःसाधनसाध्या । तत्र परपीडानुग्रहद्वारेणव कर्माशयप्रचयः । शुक्ला तपःस्वाध्यायध्यानवताम् । सा हि केवले मनस्यायत्तत्वाद् बहिःसाधनानधीना न परान् पीडयित्वा भवति । अशुक्लाऽकृष्णा संन्यासिनां क्षीणक्लेशानां चरमदेहानाम् । तत्राऽशुक्लं योगिनः एव, फलसंन्यासात् । अकृष्णं