________________
યોગદર્શન
૨૪૯ ગણી શકાય. આ વસ્તુને કેટલાક બીજી રીતે સમજાવે છે. તેઓ કહે છે કે જે સાધનનો વિષય સાધ્યના વિષયથી ભિન્ન નથી હોતો તે સાધન અંતરંગ અને જે સાધનનો વિષય સાધ્યથી ભિન્ન હોય તે સાધન બહિરંગ. ધારણા, ધ્યાન, અંગભૂત સમાધિ અને અંગભૂત સંપ્રજ્ઞાત સમાધિ સપાન વિષયક હોવાથી ધારણા, ધ્યાન અને અંગભૂત સમાધિને અંગિભૂત સંપ્રજ્ઞાત સમાધિનાં અંતરંગ સાધનો ગણ્યાં છે જ્યારે ધારણા, ધ્યાન, અંગભૂત સમાધિ અને અંગિભૂત અસંપ્રજ્ઞાત સમાધિ સમાનવિષયક ન હોવાથી ધારણા વગેરે ત્રણ સાધનોને અસંપ્રજ્ઞાત સમાધિના અંતરંગ સાધનો નથી ગણ્યાં પણ બહિરંગ સાધન જ ગણ્યાં છે. આ દૃષ્ટિએ વિચારતાં અસંપ્રજ્ઞાત સમાધિનું કોઈ અંતરંગ સાધન સંભવતું જ નથી કારણ કે તે નિર્વિષય છે, ચિત્તવૃત્તિશૂન્ય છે,
જ્યારે ધારણા, ધ્યાન, અંગભૂત સમાધિ અને સંપ્રજ્ઞાત સમાધિ તો સવિષય છે, ચિત્તવૃત્તિ સહિત છે. કેટલાક અંતરંગ સાધનોનો અર્થ સાક્ષાત્ સાધન અને બહિરંગ સાધનનો અર્થ પરંપરાથી સાધન એવો કરવા માંગે છે અને જણાવે છે કે આ દૃષ્ટિએ ધારણા, ધ્યાન, અંગભૂત સમાધિ આ ત્રણ અસંપ્રજ્ઞાત સમાધિના બહિરંગ સાધન છે જ્યારે પરવૈરાગ્ય તેનું અંતરંગ સાધન છે. પરંતુ સૂત્રકાર તેમ જ ભાષ્યકારને આ વસ્તુ અભિપ્રેત હોય એમ લાગતું નથી.
ધારણા, ધ્યાન અને અંગભૂત સમાધિ સમાનવિષયક હોવાથી એ ત્રણ અંગોને એક સમાન સંજ્ઞા “સંયમ' આપવામાં આવી છે. અમુક વિષયમાં સંયમ (ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણેય) કરવાથી અમુક અલૌકિક શક્તિ પ્રાપ્ત થાય છે. આ અલૌકિક શક્તિને વિભૂતિ' કહેવાય છે. આ બધી વિભૂતિઓનું નિરૂપણ યોગ્ય સ્થાને હવે પછી કરીશું.
પાદટીપ १ योगाङ्गानुष्ठानादशुद्धिक्षये ज्ञानदीप्तिराविवेकख्यातेः । योगसूत्र २. २८ ।
२ यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि । योगसूत्र २. २९ । • ' 3 अभ्यासवैराग्यश्रद्धावीर्यादयोऽपि यथायोगमेतेष्वेव स्वरूपतो नान्तरीयकतया
વાત્ત વયિતીઃ વૈશારી ૨. ૨૨ तत्र वैराग्यस्य सन्तोषे प्रवेशः, श्रद्धादीनां च तपआदीषु, परिकर्मणां च धारणादित्रिके इति, श्रवणमननयोश्च प्रमाणविधयैव ज्ञानहेतुत्वं साक्षादस्तीत्याशयेनाशुद्धिक्षयद्वारकेषु
ज्ञानसाधनेषु न ते परिगणिते इति मन्तव्यम् । योगवार्तिक २. २९ ।। ४ यम उपरम इत्यस्य रूपं यमा इति, उपरम्यन्ते निवर्त्यन्ते विषयेभ्यो मनसेन्द्रिणीति ।
પાતxરહી ૨. ૩૦ | ૫ જૈનો પણ અહિંસા વગેરે વ્રતોને નિવૃત્યાત્મક ગણે છે. હિંસાનૃતસ્તેયાવ્રહ્મો
विरतिव्रतम् । तत्त्वार्थसूत्र ७. १ ।