________________
અધ્યયન ૧૧ અસપ્રજ્ઞાત યોગ
જ્યારે ચિત્તને વિવેકઞાતિરૂપ ચિત્તવૃત્તિ પ્રત્યે વિરક્તિ થાય છે ત્યારે ચિત્ત તે ચિત્તવૃત્તિનોય નિરોધ કરે છે. આમ પર વૈરાગ્યને લઈ વિવેકઞાતિરૂપ ચિત્તવૃત્તિ પણ અટકે છે. માત્ર સંસ્કારો જ ચિત્તમાં રહે છે. સર્વચિત્તવૃત્તિનો અભાવ થતાં અહીં ચિત્તવૃત્તિના આલંબનની કોઈ અપેક્ષા નથી. આ યોગ ચિત્તવૃત્તિના અભાવરૂપ હોવાથી અહીં કોઈ પણ જાતનું જ્ઞાન હોતું નથી. એટલે જ આ યોગને અસંપ્રજ્ઞાત યોગ કહ્યો છે. જ્ઞાન જ ન હોય તો જ્ઞાનનું આ કે તે આલંબન પણ ન જ હોય. એટલે આ યોગને નિરાલંબન યા નિર્બીજ યોગ પણ કહેવામાં આવે છે." પર વૈરાગ્ય પોતે નિર્વસ્તક છે એટલે તેનાથી ઊપજતો યોગ પણ અર્થશૂન્ય અને નિરાલંબન જ હોય. પર વૈરાગ્યનો અભ્યાસ કરવાથી ચિત્ત નિરાલંબન બને છે, તેનું વૃત્તિરૂપ કાર્ય બંધ થાય છે અને વૃત્તિરૂપ કાર્યના અભાવને લઈ તે ચિત્ત પોતે જાણે અભાવને પામ્યું હોય તેવું જણાય છે.
અસંપ્રજ્ઞાત યોગ બે પ્રકારનો છે – ભવપ્રત્યય અને ઉપાય પ્રત્યય.” ભવપ્રત્યયનો અર્થ છે ભવ જેનું કારણ છે તે (મવ: પ્રત્યયઃ #ારણે વર્ષ સ મવપ્રત્યય:). વાચસ્પતિ ભવનો અર્થ અવિદ્યા કરે છે. જ્યારે ભિક્ષુ તેનો અર્થ જન્મ, કરે છે. ભવપ્રત્યય અસંપ્રજ્ઞાત દશા વિદેહ અને પ્રકૃતિલયને હોય છે. જે પુરુષો ભૂત તથા ઇન્દ્રિયને આત્મા માની તેની બાન વગેરે રૂપે ઉપાસના કરે છે તેમનું ચિત્ત તે ઉપાસનાની વાસનાવાળું થાય છે એટલે વર્તમાન દેહનું પતન થતાં તે વાસના અનુસાર અને ઉપાસનાના બળે એ પુરુષો પોતપોતાના ઉપાય જે ભૂત તથા ઇન્દ્રિય હોય તેમાં લીન થાય છે. આવા પુરુષો વિદેહ કહેવાય છે. પંચતત્પાત્ર, અહંકાર, મહતું અને અવ્યક્ત પ્રકૃતિમાંથી કોઈ એકને આત્મા માની તેની ઉપાસના કરવાથી તેની વાસનાયુક્ત ચિત્તવાળા પુરુષો દેહપાત પછી પોતાના ઉપાયમાં લીન થાય છે. આ પુરુષો પ્રકૃતિલય કહેવાય છે. આ બંને પ્રકારના પુરુષોનાં ચિત્ત ભૂત, ઇન્દ્રિય વગેરે પોતપોતાનાં ઉપાસ્ય તત્ત્વોમાં લીન થયેલાં હોય છે એટલે સંસ્કારશેષ હોય છે. તેમને તે વખતે ચિત્તવૃત્તિ યા જ્ઞાન હોતું નથી, પણ જાણે કૈવલ્યપદને અનુભવતા હોય એવી તેમની દશા હોય છે. તેથી તેમની અસંપ્રજ્ઞાત દશા હોય છે એ સ્પષ્ટ વાત છે." એ અસંપ્રજ્ઞાત દશાની પ્રાપ્તિ માટે પોતપોતાના ઉપાયમાં લય થયા પછી તેમને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. તેથી એ અસંપ્રજ્ઞાત દશાનું કારણ જન્મમાત્ર જ છે એ પણ દીવા જેવી વાત છે. વાચસ્પતિ કહે છે કે તેમને અપ્રજ્ઞાત દશા જન્મજાત હોય છે એ વાત સાચી પણ તેમની તે દશા