________________
યોગદર્શન
૨૬૯ અવિદ્યાજન્ય છે, તે વિવેકજ્ઞાન પછી પર વૈરાગ્યમાંથી જન્મતી દશા નથી, તેમણે વિવેકજ્ઞાનથી અવિદ્યાને દૂર કરી હોતી નથી. આ કારણે વાચસ્પતિ તેમની આ દશાનો યોગમાં સમાવેશ કરતા નથી. ભાષ્યકાર પણ તેની ગણતરી યોગમાં કરવાના મતના નથી. પરંતુ ભિક્ષુ ભિન્ન મત ધરાવે છે. તે ભવપ્રત્યયને અવિદ્યાજન્ય માનતા નથી. ભવનો અર્થ અવિદ્યા લેનાર કહે છે કે ભવપ્રત્યય અસંપ્રજ્ઞાત દશાવાળા વિદેહ અને પ્રકૃતિલય પુરુષો ફરી જન્મ ગ્રહણ કરતા હોવાથી અને અવિદ્યા જ જન્મનું કારણ હોવાથી ભવપ્રત્યયનો અર્થ “જન્મનું કારણ અવિદ્યા જેમાં છે તે એવો જ કરવો જોઈએ. પરંતુ ભિક્ષુ જણાવે છે કે તેમની વાત બરાબર નથી. વિદેહ અને પ્રકૃતિલય પુરુષોને વિવેકજ્ઞાન હોય છે, અને તેમની અવિદ્યા દૂર થઈ ગઈ હોય છે. તેમનો દેવરૂપે પુર્નભવ તો ભોગ દ્વારા સંસ્કારોને સમાપ્ત કરવા માટે જ હોય છે. તેમની પુર્નભવમાં જે વ્યુત્થાનાવસ્થા હોય છે તે જીવન્મુક્તની વ્યુત્થાનદશા જેવી જ હોય છે. ભોગ દ્વારા સંસ્કારો સમાપ્ત થતાં તેઓ કૈવલ્યને પામે છે. ભવપ્રત્યય અવિદ્યાજન્ય નથી કારણ કે : (૧) ભવપ્રત્યય પણ પર વૈરાગ્યજન્ય છે એટલે તે અવિદ્યાયુક્ત પુરુષોમાં સંભવે જ નહીં. (૨) ઇન્દ્રિય વગેરેની ચિન્તામાત્રથી અસંપ્રજ્ઞાત યોગ પ્રાપ્ત થાય જ નહીં. એટલે ઇન્દ્રિયચિન્તક, ભૂતચિંતક, અહંકારચિંતક, બુદ્ધિચિંતક અને અવ્યક્તચિંતક માત્ર તે તે તત્ત્વની ચિંતામાત્રથી અસંપ્રજ્ઞાત યોગને પામતા નથી. અર્થાત્ તેઓ જે દેવભાવ પામે છે તે વિદેહ અને પ્રકૃતિલયથી ભિન્ન છે. વિદેહ અને પ્રકૃતિલયમાં અવિદ્યા હોતી નથી.” (૩) માત્ર વૃજ્યભાવને અસંપ્રજ્ઞાત કહેવામાં આવતો નથી. પરંતુ જે પર વૈરાગ્યજન્ય હોય તેને જ અસંપ્રજ્ઞાત કહેવાય છે. અન્યથા પ્રલય અને મરણની વેળાએ બધામાં અસંપ્રજ્ઞાતની સિદ્ધિ માનવી પડે. પર વૈરાગ્ય હોય ત્યાં અવિદ્યા ક્યાંથી હોય ? ભવપ્રત્યય માત્ર વૃત્યભાવરૂપ નથી પણ પર વૈરાગ્યજન્ય નૃત્યભાવરૂપ છે. એટલે તે ખરેખર અસંપ્રજ્ઞાત યોગ છે.'' (૫) ઇન્દ્રિય વગેરેની ઉપાસનાના સૂર્યપદપ્રાપ્તિ વગેરે ફળ શાસ્ત્રમાં બતાવ્યા છે. ઇન્દ્રિય વગેરેની ઉપાસનાનું ફળ અસંપ્રજ્ઞાતલાભ નથી.'
ઉપાય પ્રત્યય અસંપ્રજ્ઞાત યોગ– આ અપ્રજ્ઞાત યોગ જન્મસિદ્ધ નથી પણ ઉપાયોના અનુષ્ઠાન દ્વારા તે પ્રાપ્ત થાય છે એટલે તેને ઉપાય પ્રત્યય કહ્યો છે. આ ઉપાયો છે – શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા, આગમ, અનુમાન અને આચાર્યના ઉપદેશથી પરોક્ષ રીતે જાણેલા પુરુષનો સાક્ષાત્કાર કરવાની ઉત્કટ ઇચ્છા એ શ્રદ્ધા. આ શ્રદ્ધા કલ્યાણી માતાની જેમ અનેક વિદ્ગોને દૂર કરી અનર્થોથી યોગીનું રક્ષણ કરે છે. તેથી તેના યોગનો ભંગ થતો નથી. આવી શ્રદ્ધાવાળા યોગીમાં ઇચ્છેલા વિષયની પ્રાપ્તિ માટે તે વિષયમાં ચિત્તને પુનઃ પુનઃ સ્થાપન કરવારૂપ ધારણા નામનો પ્રયત્ન ઊપજે છે. મૃતિનો અર્થ છે ધ્યાન. ધારણાનો અભ્યાસ કરનાર યોગીને ધ્યાનાવસ્થાની પ્રાપ્તિ થાય છે. ધ્યાનનો અભ્યાસ કરવાથી યોગીનું ચિત્ત સર્વ પ્રકારની વ્યાકુળતાથી રહિત બની છેલ્લા યોગાંગરૂપ સમાધિને પામે છે. પછી આ બધાં યોગાંગોમાં સારી રીતે કુશળ બનેલા યોગીને સંપ્રજ્ઞાત યોગની પરાકાષ્ઠારૂપ વિવેકખ્યાતિ પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ વિવેકઞાતિના અભ્યાસથી તથા તે વિવેકખ્યાતિ પ્રત્યેના વૈરાગ્યથી તે યોગીને