________________
૨૫૮
પદર્શન કહેવાય છે. શબ્દના વાચ્ય પદાર્થને જોતા સંકેતનું સ્મરણ થાય છે અને જોયેલા પદાર્થને તેના વાચક શબ્દથી વર્ણવવામાં આવે છે. એટલે જ્યારે આપણને “આ ગાય છે” એવું નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે ત્યારે પહેલાં આપણને સંકેતનું સ્મરણ અવશ્ય થઈ ગયેલું જ હોય છે. ઉપરાંત, ત્યાં પૂર્વાપરનું અનુસંધાન પણ હોય છે. “આ ગાય છે' એવું જ્ઞાન જ્યારે આપણને થાય છે ત્યારે આપણે આપણા અનુભવના પદાર્થ વર્તમાન ગાયનું પૂર્વે અનુભવેલી ગાયો સાથે અનુસંધાન કરી ચૂક્યા હોઈએ છીએ. અર્થાત્ “આ ગાય છે એ જ્ઞાનમાં વર્તમાન અનુભવનું પૂર્વના અનુભવો સાથેનું અનુસંધાન રહેલું જ છે. સવિતક સમપત્તિમાં ધ્યેય વિષયની પ્રજ્ઞા શબ્દાર્થજ્ઞાનવિકલ્પયુક્ત હોય છે. આ સમાપત્તિમાં શબ્દસંકેતસ્મૃતિ હોય છે. આ સમાપત્તિમાં ધ્યેય વિષયનું પહેલાં અનુભવેલા સજાતીય વિષયો સાથે અનુસંધાન કરવામાં આવે છે. આમ અહીં કેવળ ધ્યેય વિષયનું ગ્રહણ નથી થતું. આ સમાપત્તિમાં ધ્યેય વિષય શબ્દસંસ્કૃષ્ટ જે ગૃહીત થાય છે. પૂર્વાનુભૂત વિષયોનું ધ્યેય વિષય સાથે અનુસંધાન પૂર્વાનુભૂત વિષયોની સ્મૃતિ વિના તો સંભવે જ નહિ અને તે વિષયોની સ્મૃતિ સાથે તેમણે આપેલા સુખ યા દુઃખની સ્મૃતિ પણ થયા વિના ન જ રહે. આ સુખ યા દુઃખનું સ્મરણ આપણને વર્તમાન ધ્યેય વિષય સુખકર છે યા દુઃખકર તેનો નિર્ણય કરાવે અને પરિણામે બેય વિષય પ્રતિ આછોપાતળા રાગદ્વેષ પણ જગાડે. સ્થળ વિષયની શબ્દસંસ્કૃષ્ટ સમાપત્તિને સવિતર્ક સમાપત્તિ ગણવામાં આવે છે."
નિર્વિતક સમપત્તિ–આ સમાપત્તિ વિતર્કરહિત હોય છે. એમાં શબ્દાર્થજ્ઞાનવિકલ્પ સંભવતો નથી, તેમાં સંકેતસ્મરણ હોતું નથી. તેમાં બેય વિષયના સજાતીય પૂર્વાનુભૂત વિષયોનું સ્મરણ હોતું નથી તેમ જ તે વિષયો સાથે બેય વિષયનું અનુસંધાન પણ હોતું નથી. તેમાં બે વિષય શબ્દસંસર્ગ વિના ગૃહીત થાય છે. તેમાં કેવળ બેય વિષય જ ગૃહીત થાય છે. એટલે જ સૂત્રકાર જણાવે છે કે જ્યારે સંતસ્મરણનો વિલય થતાં ચિત્તની વૃત્તિ કેવળ ધ્યેય અર્થના આકારવાળી બને છે (અર્થમાત્રનિસા) ત્યારે નિર્વિતક સમપત્તિ થઈ કહેવાય. આમ અહીં કેવળ અર્થ અને તેના આકારવાળી ચિત્તવૃત્તિ બે જ હોય છે. પરંતુ અર્થ ચિત્તવૃત્તિમાં એટલો તો સ્પષ્ટ ઊડ્યો હોય છે કે તે અર્થ સિવાય ચિત્તવૃત્તિ જેવું બીજું કંઈ જાણે હોય જ નહિ એવું લાગે છે (વરપણૂવ). એ નોંધવું રસપ્રદ થશે કે આઠમા અંગ સમાધિના લક્ષણમાંય “અર્થમાત્રનિસા' અને “સ્વરૂપશૂવ' આ જ બે વિશેષણો મૂકવામાં આવ્યા છે. સવિતર્કોની જેમ નિર્વિતક સમપત્તિનો વિષય પણ સ્થૂળ જ છે. આમ સ્થળ વિષયની શબ્દાસંસ્કૃષ્ટ સમાપત્તિને નિર્વિતર્ક ગણવામાં આવી છે. આ નિર્વિતકા સમાપત્તિને પર પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તે શ્રુત અને અનુમાનનું બીજ છે. એના બળે જ યોગી અર્થને જાણી તેનું શબ્દ દ્વારા વર્ણન કરે છે અને અનુમાન દ્વારા પ્રતિપાદન કરે છે. આ નિર્વિતક સમપત્તિરૂપ પર પ્રત્યક્ષનું કારણ કોઈ પ્રમાણ નથી તેમ જ તે કોઈ પ્રમાણથી સંમિશ્રિત પણ નથી. આમ તે પ્રમાણાન્તરથી અસંકીર્ણ છે. આ સમાપત્તિનો વિષય સ્થૂળ અર્થ છે; અને લૌકિક પ્રત્યક્ષ, અનુમાન અને આગમ સ્થળ અર્થને ગ્રહણ કરે છે; તો પછી આ સમાપત્તિ માટે સાધના કરવાની શી જરૂર ? આ