________________
ષદર્શન
તપ એટલે ચિત્તની પ્રસન્નતાનો ભંગ ન થાય અને શરીરમાં રોગ ન ઉદ્ભવે એવી રીતે યથાશક્તિ ભૂખ-તરસ, ટાઢ-તાપ વગેરે દ્વન્દ્વોને સહન કરવા તે. ચાંદ્રાયણ વગેરે વ્રતોનો તપમાં સમાવેશ થાય છે.૧
૨૪૦
૨૨
સ્વાધ્યાય એટલે મોક્ષશાસ્ત્રનું અધ્યયન અથવા પ્રણવનો જપ. ઈશ્વરપ્રણિધાન એટલે ફલેચ્છાનો ત્યાગ કરી બધાં કર્મો પરમગુરુ પરમાત્માને અર્પણ કરવાં તે. ૨૩
અહિંસા વગેરે યમો નિવૃત્તિરૂપ હોઈ પરમ યોગી પણ તેમનું અનુષ્ઠાન કરે છે. આમ યમો યોગની બધી જ ભૂમિએ હોય છે. એટલે તેમને સાર્વભૌમ કહ્યા છે. આથી ઊલટું, નિયમો પ્રવૃત્તિરૂપ હોઈ પરમ યોગીને તેમનું અનુષ્ઠાન સંભવતું નથી, તેવા યોગીને તો આ પ્રવૃત્તિઓય યોગમાં અંતરાયરૂપ છે. આમ, પ્રવૃત્તિરૂપ નિયમો યોગની બધી જ ભૂમિએ હોતા નથી. એટલે નિયમો સાર્વભૌમ નથી.૨૪
દરેક શુભ અનુષ્ઠાનમાં વિઘ્ન આવે છે એ માન્યતા પ્રમાણે અહિંસા વગેરે યમો અને શૌચ વગેરે નિયમોના અનુષ્ઠાનમાં પણ વિઘ્ન આવે છે. આ વિઘ્નો બાહ્ય નથી પણ આંતર છે. આ વિઘ્નો ચિત્તમાં ઊઠતા હિંસા વગેરેના અને અશુચિ વગેરેના બૂરા વિચારો છે. આ વિપરીત તર્કોને વિતર્ક નામ આપ્યું છે. ‘હું અપકાર કરનારને મારી નાખીશ', ‘હું જૂઠ બોલીશ’, ‘હું એનું ધન હરી લઈશ,’ ‘હું એની પત્નીનું પતન કરીશ’, ‘હું એની ચીજવસ્તુઓ પડાવી લઈ તેમનો માલિક થઈશ’, ‘હું શૌચ વગેરેનો ત્યાગ કરીશ, શૌચ વગેરે નિરર્થક છે’– આવા વિતર્કો ચિત્તમાં ઊઠે છે. પ્રત્યેક વિતર્કના કૃત, કારિત અને અનુમોદિત એવા પ્રકાર છે. ‘હું તેને મારીશ’ આ હિંસાનો કૃત વિતર્ક છે. ‘આને મારો' આ હિંસાનો કારિત વિતર્ક છે. “તમે તેને માર્યો તે, સારું કર્યું' આ હિંસાનો અનુમોદિત વિતર્ક છે. કૃત, કારિત અને અનુમોદિત વિતર્કોમાંથી પ્રત્યેકના વળી પાછા નીચે પ્રમાણે ત્રણ-ત્રણ ભેદ થાય છે. લોભથી પ્રેરાયેલા મૃત, કારિત અને અનુમોદિત વિતર્ક; ક્રોધથી પ્રેરાયેલા કૃત, કારિત અને અનુમોદિત વિતર્ક અને મોહથી પ્રેરાયેલા કૃત, કારિત અને અનુમોદિત વિતર્ક. વળી આ લોભ, ક્રોધ કે મોહથી પ્રેરાયેલા મૃત, કારિત અને અનુમોદિત વિતર્કોમાંથી પ્રત્યેક વિતર્કના ત્રણ-ત્રણ ભેદ થાય છે કારણ કે લોભ, ક્રોધ અને મોહના ત્રણ ભેદ છે—મૃદુ (ઓછી તીવ્રતાવાળા) મધ્ય (મધ્યતીવ્રતાવાળા) અને અધિમાત્ર (ખૂબ તીવ્રતાવાળા).૫ યોગભાષ્યકાર મૃદુ, મધ્ય અને અધિમાત્ર પ્રત્યેકના વળી ત્રણ-ત્રણ ભેદ કરે છે-મૃદુમૃદુ, મધ્યમૃદુ, અધિમાત્રમૃદુ, મૃદુમધ્ય, મધ્યમધ્ય, અધિમાત્રમધ્ય, મૃદુઅધિમાત્ર, મધ્યઅધિમાત્ર અને અધિમાત્ર-અધિમાત્ર. વળી, ભાષ્યકાર જણાવે છે કે નિયમ, વિકલ્પ અને સમુચ્ચયના ભેદને આધારે હિંસા વગેરેના ભેદો અસંખ્યેય બને છે, તેમ જ પ્રાણીઓના પ્રકારો અસંખ્યેય હોવાને કારણેય તે હિંસા વગેરેના ભેદો અસંખ્યેય બને છે.૨૬
આ બધા વિતર્કો જ્યારે સાધકના ચિત્તમાં ઉન્માદ ઉપજાવે અનેં યમ નિયમના અનુષ્ઠાનમાથી તેને પતિત કરવા પ્રયત્ન કરે ત્યારે તેણે નીચે પ્રમાણે તે વિતર્કના પ્રતિપક્ષની ભાવના કરવી.૭ ઘોર સંસાર દાવાનળમાં બળીઝળી રહેલા સૌ