________________
અધ્યયન ૯ આઠ યોગાંગો
જેણે યોગસાધનામાં તાજો જ પ્રવેશ કર્યો છે તેવી વ્યક્તિએ કેવી રીતે સાધનામાં આગળ વધવું તેનું નિરૂપણ અહીં કરીએ છીએ. તેણે યોગના આઠ અંગોનું અનુષ્ઠાન કરવું જોઈએ. તે આઠ અંગો છે–યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ આઠ અંગોના અનુષ્ઠાનથી અશુદ્ધિઓનો અર્થાત્ ક્લેશોનો ક્ષય થતો જાય છે અને ચિત્તની એકાગ્રતા પ્રશાન્તવાહિતા ન પ્રાપ્ત થાય ત્યાં સુધી વધતી જ રહે છે. આમ યોગાંગોનું અનુષ્ઠાન અશુદ્ધિઓને દૂર કરનારું અને પ્રશાંતવાહિતા યા વિવેકજ્ઞાનને પ્રાપ્ત કરાવનારું છે.”
યોગાંગો આઠ જ છે. અભ્યાસ, વૈરાગ્ય, શ્રદ્ધા વગેરે યોગનાં અંગો છે પણ તેમનો સમાવેશ આ આઠમાં જ થઈ જાય છે. પ્રશાન્તવાહિતા માટેના) અભ્યાસનો સમાવેશ સમાધિમાં થાય છે, વૈરાગ્યનો સમાવેશ નિયમાન્તર્ગત સંતોષમાં થાય છે અને શ્રદ્ધા વગેરેનો સમાવેશ યથાયોગ્ય તપ વગેરેમાં થાય છે. આઠમા અંગ સમાધિનો અર્થ છે
પ્રજ્ઞાતસમાધિ. સંપ્રજ્ઞાતસમાધિ અંગ છે જ્યારે અસંપ્રજ્ઞાતસમાધિ અંગી છે. નિદિધ્યાસનનો સમાવેશ સંપ્રજ્ઞાતસમાધિમાં થાય છે એટલે એનો સ્વતંત્ર યોગાંગ તરીકે સ્વીકાર નથી કર્યો. શ્રવણ અને મનન જ્ઞાનના હેતુ છે, સમાધિના અંગ નથી એટલે તેમને યોગાંગ ગણ્યાં નથી. .
યમ
યમનો અર્થ ઉપરમ, વિરતિ યા નિવૃત્તિ છે.” હિંસા, ચોરી, અસત્ય, અબ્રહ્મ (મથુન) અને પરિગ્રહમાંથી વિરમવું તે યમ. આ કારણે યમોને નિવૃત્યાત્મક ગણ્યા છે. પરંતુ એ ધ્યાનમાં રાખીએ કે સૂત્રકાર કે ભાષ્યકાર યમો નિવૃજ્યાત્મક છે એવું સ્પષ્ટપણે જણાવતા નથી. અલબત્ત, અસાર્વભૌમ અને સાર્વભૌમ અહિંસાના ભાષ્યગત નિરૂપણ ઉપરથી તેમ ફલિત થાય છે. ભિક્ષુ યમોને સ્પષ્ટપણે નિવૃત્યાત્મક ગણે છે. યમ બીજા કોઈપણ અંગને અધીન ન હોવાથી તેની ગણતરી પહેલી કરવામાં આવી છે અને યમ વિના નિયમ સંભવતો ન હોઈ નિયમની ગણતરી યમ પછી કરવામાં આવી છે. આમ 'ઉત્તર-ઉત્તર આસન વગેરે પૂર્વ-પૂર્વના નિયમ વગેરેને અધીન હોઈ તેમનો ક્રમનિર્દેશ પણ તે પ્રમાણે કરવામાં આવ્યો છે. યમ પાંચ છે–અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ,