________________
૨૧૯
યોગદર્શન જ્યારે સ્મૃતિનો પ્રધાન વિષય ગ્રાહ્ય હોય છે અને ગૌણ વિષય ગ્રહણ હોય છે. આને કારણે અનુભવ “હું ઘટજ્ઞાનવાળો છુંએવો આકાર ધરાવે છે જ્યારે સ્મૃતિ “તે ઘટ' એવો આકાર ધરાવે છે. આ છે તે બંને વચ્ચેની અસમાનતા.૨૫
યોગભાષ્યકાર સ્મૃતિ બે પ્રકારની ગણાવે છે – ભાવિતસ્મર્તવ્યા અને અભાવિતસ્મર્તવ્યા. ભાવિતસ્મર્તવ્યા સ્મૃતિ સ્વપ્નાવસ્થામાં હોય છે અને અભાવિતસ્મર્તવ્યા મૃતિ જાગ્રતાવસ્થામાં હોય છે. આનો અર્થ એ કે સ્વપ્ન પોતે એક જાતની સ્મૃતિ છે અને તેનો વિષય કલ્પિત, પ્રતિભાસિક યા મનોમયી રચનારૂપ છે. આથી ઊલટું જાગ્રતાવસ્થામાં થતી સ્મૃતિનો વિષય સત્ય પદાર્થ છે. સ્વપ્નમાં કલ્પિત વિષયની સ્મૃતિ હોય છે અને જાગ્રતાવસ્થામાં અકલ્પિત વિષયની સ્મૃતિ હોય છે. સ્વપ્નરૂપ સ્મૃતિમાં “આ હાથી અહીં અત્યારે ઊભો છે' એવા આકારનું જ્ઞાન હોય છે જ્યારે જાગ્રત અવસ્થામાં થતી સ્મૃતિમાં “તે હાથી' એવા આકારનું જ્ઞાન થાય છે. વળી, સ્વપ્નમાંથી જાગેલાને “મેં અમુક પદાર્થ જોયો હતો એવું જ્ઞાન થાય છે અને નહિ કે “મેં અમુક પદાર્થનું સ્મરણ કર્યું હતું. આ દર્શાવે છે કે સ્વપ્નની સમાનતા વિપર્યયરૂપ પ્રત્યક્ષ જ્ઞાન સાથે પણ છે. એટલે કેટલાક તેને સ્મૃતિરૂપ ગણવાને બદલે એક પ્રકારના વિપર્યયરૂપ ગણે છે. પરંતુ સ્વપ્નને એક પ્રકારની સ્મૃતિ ગણનારાઓ સ્વપ્ન અને સ્મૃતિ વચ્ચેની સમાનતાઓ લક્ષમાં લે છે. તે સમાનતાઓ છે–બન્નેયનો વિષય અસન્નિહિત છે, બન્નેય પ્રમાણરૂપ નથી અને બન્નેય માત્ર સંસ્કારજન્ય છે. ૨૬
યોગવાર્તિકકાર ભાવિતસ્મર્તવ્યા સ્મૃતિનો અર્થ જુદો કરે છે. તેમને મતે ભાવિતસ્મર્તવ્યાનો અર્થ છે ભવિષ્યમાં થનાર ઘટનાની સ્મૃતિ. અને આવી સ્મૃતિ સ્વપ્નમાં થાય છે. આમ તેમને મતે યથાર્થ સ્વપ્ન એ ભાવિતસ્મર્તવ્યા સ્મૃતિ છે. તેમને મતે આ સ્મૃતિનો અર્થ કાલ્પનિક નથી પણ સત્ય છે. ભવિષ્યની ઘટનાના અનુભવ વિના સંસ્કાર કેવા અને સંસ્કાર વિના સ્મૃતિ કેવી ? પરંતુ યથાર્થ સ્વપ્નનો સ્વીકાર કરો એટલે એ બધાંનો સ્વીકાર કરવો જોઈએ. ચિત્તશાસ્ત્રની આ એક અજાયબી ગણાય. ૨૭
વળી, બીજી રીતેય સ્મૃતિને બે પ્રકારની ગણી શકાય. તે બે પ્રકારો છે– અજાગ્રત સ્કૃતિ અને જાગ્રત સ્મૃતિ. અજાગ્રત સ્મૃતિ છે સંસ્કાર-અવિશ્રુતિરૂપ. અનુભવની અસર યા સંસ્કારનું વિલાઈ ન જવું, ભુસાઈ ન જવું તે જ અજાગ્રત સ્મૃતિ છે. જાગ્રત સ્કૃતિ છે સંસ્કારોનું વૃત્તિરૂપે પ્રકટ થવું અને વૃત્તિગત વિષયાકારને ઓળખવો. આમ જાગ્રત સ્મૃતિમાં સંસ્કારનું ભુસાઈ ન જવું, ઉદ્ધોધક સામગ્રી મળતાં તેનું વૃત્તિરૂપે | પ્રગટ થવું અને વૃત્તિગત વિષયાકારને ઓળખવો આ ત્રણેયનો સમાવેશ થાય છે. - ચિત્તશાસ્ત્રમાં અજાગ્રત સ્મૃતિનો પણ સ્વીકાર કરવામાં આવે છે. કંઈક આ જ ' ખ્યાલથી યોગસૂત્રમાં સ્મૃતિનું લક્ષણ આપતાં એટલું જ કહ્યું છે કે અનુભવેલા વિષયનું 'સાઈ ન જવું, ચોરાઈ ન જવું (પ્રમોષ) એ સ્મૃતિ છે.