________________
યોગદર્શન
૨૧૭ ચિત્તનો અનુભવ પણ ન કરી શકે. યોગદર્શન સુષુપ્તિમાં પુરુષના અનુભવનો નિષેધ નથી કરતું, કારણ કે તેના મતે કોઈપણ ચિત્તવૃત્તિ પુરુષથી અજ્ઞાત રહેતી જ નથી પરંતુ આ-પુરુષનો અનુભવ એ સંસ્કાર અને સ્મૃતિનું કારણ નથી, કારણ કે તે તો માત્ર પ્રતિબિંબરૂપ જ છે.
પ્રમાણ વગેરે વૃત્તિઓ તો એકાગ્રતાની વિરોધી છે. પરંતુ નિદ્રાવૃત્તિ તો એકાગ્રતાતુલ્ય છે. એટલે તેનો યોગમાં સમાવેશ કરવો જોઈએ એમ માનવું બરાબર નથી. તેનું કારણ એ છે કે તે એકાગ્રતાતુલ્ય હોવા છતાં ક્લેશરહિત હોતી નથી, તે વખતે ચિત્ત તમોગુણથી આચ્છાદિત હોય છે અને યોગને માટે આવશ્યક શુદ્ધિ ચિત્તે સંપાદન કરી હોતી નથી.'
સુષુપ્તિમાં જ્ઞાન હોય છે કે નહીં એ ચિત્તશાસ્ત્રના એક રસપ્રદ પ્રશ્ન ઉપર યોગદર્શને પોતાની વિશિષ્ટ માન્યતા અહીં રજૂ કરી છે. યોગદર્શન સુષુપ્તિમાં જ્ઞાન માને છે. એ જ્ઞાન કેવું હોય છે ? તેણે તો પોતાની પરિભાષામાં કહ્યું કે, તે જ્ઞાન (ચિત્તવૃત્તિ) તમોમય ચિત્તને ગ્રહણ કરે છે. આ વાતને સામાન્ય ભાષામાં ઢાળવી કઠણ છે. પરંતુ આપણે કહી શકીએ કે નિદ્રા એ કંઈક સ્વપ્ન જેવી છે. સ્વપ્નમાં જેમ ચિત્તમાં વિવિધ જ્ઞાનાકારો ઊઠે છે, તેમ નિદ્રામાં પણ ઊઠે છે. પરંતુ સ્વપ્નકાળે ચિત્તમાં મૂઢતા ન હોઈ ચિત્તનો જ્ઞાનાકાર સ્પષ્ટ પ્રકાશે છે, જ્યારે નિદ્રાકાળે ચિત્તમાં મૂઢતા વ્યાપેલી હોઈ ચિત્તમાં ઊઠતો જ્ઞાનાકાર સ્પષ્ટ પ્રકાશતો નથી. પરિણામે સ્વપ્નમાં ઊઠતા જ્ઞાનાકારને આપણે જાગ્યા પછી પ્રયત્નપૂર્વક યાદ કરી શકીએ છીએ, જ્યારે નિદ્રામાં ઊઠતા જ્ઞાનાકારને આપણે જાગ્યા પછી યાદ કરી શકતા નથી. આને કારણે સુષુપ્તિમાંથી જાગેલો જણાવે છે કે મને સુષુપ્તિમાં કાંઈ ભાન ન હતું. સુષુપ્તિમાંથી જાગેલો જ્ઞાનાકારને યાદ નથી કરી શકતો પણ માત્ર સામાન્યપણે તેના ચિત્તની સ્થિતિ તે કાળે સુખરૂપ હતી, દુઃખરૂપ હતી કે જડરૂપ હતી તેટલું જ તે જણાવી શકે છે. આમ સુષુપ્તિમાંય એ જ્ઞાનાકારો ઊઠે છે પણ ચિત્ત મૂઢ હોઈ તે જ્ઞાનાકારો અત્યંત અસ્પષ્ટ અને ઝાંખા હોય છે. પરિણામે તે જ્ઞાનાકારોનું સ્મરણ થતું નથી પરંતુ તે જ્ઞાનાકારોની સાથે સુખ, દુઃખ કે જડતાનો જે સામાન્યપણે અનુભવ થયેલો હોય છે તેનું જ સ્મરણ જાગ્યા પછી થાય છે.
સ્મૃતિ જેનો અનુભવ થયો હોય તે વિષયનું કાંઈ પણ ઉમેરા વિના યાદ આવવું તે સ્કૃતિ છે. ૧૨ અનુભવ એટલે ? અનુભવ ખરા અર્થમાં અનુભવ છે. તે અનુવ્યવસાયરૂપ છે. અનુભવ યા અનુવ્યવસાય એટલે જ્ઞાનનું જ્ઞાન. ઘટ ઇન્દ્રિય સમક્ષ ઉપસ્થિત થતાં ચિત્ત ઘટાકારે પરિણમે છે અને “આ ઘટ છે” એવું જ્ઞાન (= ગ્રહણ) થાય છે. આ જ્ઞાનનો વિષય ઘટ (= ગ્રાહ્ય) જ છે. પછી ઘટ જ્ઞાનવાળો છું” એવું જ્ઞાન થાય છે. આ જ્ઞાન ઘટજ્ઞાન (= ગ્રહણ)ને જાણે છે, અર્થાત્ આ જ્ઞાનનું જ્ઞાન છે. આવા જ્ઞાનના જ્ઞાનને અનુભવ યા અનુવ્યવસાય કહેવામાં આવે છે. આપણા
પ-૧૫