________________
૨૧૬
ષદર્શન
હોય તેમાં જ સુખનો અનુભવ થાય છે. જે સુષુપ્તિઓમાં તમોગુણ પ્રધાન હોય, રજોગુણ ગૌણ હોય અને સત્ત્વગુણ અત્યંત ગૌણ હોય તેમાં દુઃખનો અનુભવ થાય છે એટલે આવી સુષુપ્તિમાંથી જાગેલાને ‘હું દુ:ખી હતો, મન ચંચળ હતું, ગાઢ ઊંઘ ન આવી' આવું સ્મરણ થાય છે. જે સુષુપ્તિઓમાં તમોગુણ અત્યંત પ્રધાન હોય અને બાકીના બંને ગુણો એકસરખા અત્યંત ગૌણ હોય તેમાં મૂઢતાનો અનુભવ થાય છે. એટલે આવી સુષુપ્તિમાંથી જાગેલાને ‘હું મૂઢ હતો, અંગો ભારે હતાં, જડતા અનુભવાતી હતી' આવું સ્મરણ થાય છે. પરંતુ ઉપર વર્ણવેલી ત્રણેય સુષુપ્તિઓમાં અજ્ઞાનનો અનુભવ હોય છે. આમ સુષુપ્તિમાં વૃત્તિનો અર્થાત્ જ્ઞાનનો અભાવ નથી હોતો. સુષુપ્તિમાં જ્ઞાનનો અભાવ પુરવાર કરવા અપાતું અનુમાન અન્યોન્યાશ્રયદોષથી દૂષિત છે. સુષુપ્તિમાં જ્ઞાનનો અભાવ જ્ઞાનોત્પાદક સામગ્રીના અભાવથી સિદ્ધ ક૨વામાં આવે છે અને જ્ઞાનોત્પાદક સામગ્રીનો અભાવ સુષુપ્તિમાં જ્ઞાનના અભાવથી સિદ્ધ ક૨વામાં આવે છે. આ છે અન્યોન્યાયઋયદોષ. એટલે, સૂચિત અનુમાંનથી સુષુપ્તિમાં જ્ઞાનનો અભાવ પુરવાર થતો નથી.
સુષુપ્તિમાં જ્ઞાનનો વિરોધ કરનાર કોઈ વ્યક્તિ યોગદર્શનની સામે નીચે પ્રમાણે પણ દલીલ કરે છે. સુષુપ્તિમાં જ્ઞાન માનતાં તે જ્ઞાનનો વિષય પણ માનવો જ પડે. યોગદર્શન કહે છે કે ચિત્તવૃત્તિ ચિત્તને જ તે કાળે ગ્રહણ કરે.છે. આનો અર્થ તો એવો થાય કે ચિત્ત જ ચિત્તને ગ્રહણ કરે છે. આમ યોગદર્શનની માન્યતામાં કર્મકર્તૃવિરોધદોષ રહેલો છે. એક જ વસ્તુ એક જ ક્રિયામાં કર્તા અને કર્મ બંને ન હોઈ શકે. આ દોષને ટાળવા તેણે સુષુપ્તિમાં ચિત્તને સાક્ષીભાસ્ય માનવું જોઈએ. પુરુષ સુષુપ્તિ અવસ્થાના તમોમય ચિત્તનો અનુભવ કરે છે. આ અનુભવને પરિણામે જાગેલાને સ્મૃતિ થાય છે. આમ જાગેલાની સ્મૃતિના ખુલાસા માટે સુષુપ્તિમાં ચિત્તવૃત્તિ યા જ્ઞાન માનવું જરૂરી નથી.
૧૮
આના ઉત્તરમાં યોગદર્શન કહે છે કે ચિત્ત વડે ચિત્તનું ગ્રહણ ન માનતાં ચિત્તવૃત્તિ વડે ચિત્તનું ગ્રહણ માન્યું છે. એટલે ખરેખર કર્મકતૃવિરોધદોષ તેમની માન્યતાને દૂષિત કરતો નથી.૧૯ સુષુપ્તિમાંના તમોમય ચિત્તને પુરુષ અનુભવે છે એમ માની સુષુપ્તિમાંથી જાગેલાની સ્મૃતિનો ખુલાસો કરવો બરાબર નથી. પુરુષ તો અપરિણામી છે. એટલે તે સંસ્કાર ધારણ કરે નહિ અને પરિણામે સુષુપ્તિમાંથી જાગેલાને સુષુપ્તિ વખતે થયેલા અનુભવની સ્મૃતિ થાય નહિ. અનુભવ કરનાર, સંસ્કાર ધારણ કરનાર અને સ્મરણ કરનાર વસ્તુ તો પરિણામી જ હોય. વળી, જો સુષુપ્તિમાં જ્ઞાનનો તદ્દન અભાવ જ માનીએ તો તેનો અર્થ એ થાય કે તે કાળે ચિત્તને કોઈ પણ પ્રકારની ચિત્તવૃત્તિ જ નથી. ચિત્ત ચિત્તવૃત્તિશૂન્ય છે. આવા ચિત્તને પુરુષ ગ્રહણ કરતો જ નથી. તે તો ચિત્તવૃત્તિને જ અર્થાત્ ચિત્તવૃત્તિયુક્ત ચિત્તને જ ગ્રહણ કરે છે. જ્યારે ચિત્ત ચિત્તવૃત્તિશૂન્ય બની જાય છે ત્યારે પુરુષ ચિત્તવૃત્તિને કે ચિત્તને ગ્રહણ કરતો જ નથી પણ પોતાના સ્વરૂપમાં જ સ્થિર થઈ જાય છે. એટલે સુષુપ્તિમાં કોઈ પણ જાતની ચિત્તવૃત્તિ ન માનીએ તો પુરુષ
'.