________________
ષદર્શન
પરંતુ આ પાંચ વાયુઓની વૃત્તિઓનો ઉદ્ગમ શેમાંથી છે ?-પાંચ કર્મયોનિમાંથી આ પાંચ કર્મયોનિને વિશે યુક્તિદીપિકાકાર વિસ્તારથી નિરૂપણ કરે છે. ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને અવિવિદિષા નામે પ્રસિદ્ધ પાંચ કર્મયોનિઓ જીવોની વિભિન્ન કર્મોમાં થતી પ્રવૃત્તિનું મૂળ છે.” જ્ઞાન બુદ્ધિની સાત્ત્વિક પરિણતિ હોવા છતાં રજોગુણ દ્વારા બુદ્ધિ પ્રવર્તિત ન થાય તો બુદ્ધિ સ્વયં જ્ઞાન ઉત્પન્ન કરી શકતી નથી. બુદ્ધિ જ્યારે જ્ઞાનરૂપે પરિણમવાનું શરૂ કરે છે ત્યારે અધવચ્ચે બુદ્ધિમાંથી બહાર પડેલા રજોગુણમાંથી પાંચ કર્મયોનિની ઉત્પત્તિ થાય છે. આમ બુદ્ધિનું પ્રાથમિક સ્પંદન અને તેની જ્ઞાનરૂપે ચરમ પરિણતિની વચલી અવસ્થા પંચકર્મયોનિ છે, એટલે શાસ્ત્રમાં કર્મયોનિની તુલના મોરના ઈંડા સાથે કરવામાં આવી છે. મયૂરીનું ગર્ભધારણ અને મોરના બચ્ચાનું બહાર નીકળવું એ બેની વચ્ચેની અવસ્થા એ મોરનું ઈંડું છે; કર્મયોનિ પણ આવી મધ્યવર્તી અવસ્થા છે.૪૪
૧૪૦
ધૃતિ એટલે પોતાના ધ્યેય યા ઉદ્દેશ્યમાંથી ચુત ન થવું તે. ધૃતિના બળે જીવ પ્રતિજ્ઞા કરી તેને મન, વચન અને કર્મથી પાર પાડવા યત્ન કરે છે. દૈહિક અને માનસિક બધાં કર્મોમાં ધૃતિનો પ્રભાવ જણાય છે. કૃતિમાં રજોગુણ અને તમોગુણનું પ્રાબલ્ય હોય છે. શ્રદ્ધા એટલે ફળમાં આસક્તિ રાખ્યા વિના શાસ્ત્રવિહિત કર્મને કર્તવ્યરૂપે ગ્રહણ કરવું તે. અનસૂયા, બ્રહ્મચર્ય, યજન, યાજન, તપસ્યા, દાન, પ્રતિગ્રહ અને શૌચ આ બધાં શ્રદ્ધાનાં લક્ષણો છે. જીવનના ભિન્ન ભિન્ન આશ્રમોનાં કર્મો એ શ્રદ્ધાનું ક્ષેત્ર છે. શ્રદ્ધામાં સત્ત્વગુણ અને રજોગુણનું આધિકચ હોય છે. સુખા એટલે લૌકિક અને વૈદિક કર્મ દ્વારા સુખભોગની સ્પૃહા. ઐહિક અને પારલૌકિક સુખની ઇચ્છાથી જીવો વેદપાઠ, વિવિધ સત્કર્મ, તપ અને પ્રાયશ્ચિત્ત કરે છે. લૌકિક અને વૈદિક કર્મો, વગેરે સુખાનો વિષય છે. સુખામાં સત્ત્વગુણ અને તમોગુણની અધિકતા હોય છે. યથાર્થજ્ઞાનની સ્પૃહાને વિવિદિષા કહેવાય છે. વિવિદિષાને વશ થઈ જીવ વસ્તુ એક છે કે અનેક, નિત્ય છે કે અનિત્ય, ચેતન છે કે અચેતન, ઉત્પત્તિ પૂર્વે તે સત્ હતી કે અસત્ વગેરે વિશે જાણવા પ્રવૃત્ત થાય છે. સમસ્ત વ્યક્ત પદાર્થ વિવિદિષાનો વિષય છે. વિવિદિષામાં રજોગુણનું પ્રાબલ્ય હોય છે. વિવિદિષાથી ઊલટી અવિવિદિષા છે. અવિવિદિષાને વશ થઈ જીવ જીવનોન્નતિના માર્ગમાં આગળ વધતો અટકે છે અને ઇન્દ્રિયજન્ય સુખને જ ઇષ્ટ ગણી તેમાં રત રહે છે. માદક પીણું પીવાથી, ઔષધના સેવનથી અને ગાઢ નિદ્રાને પરિણામે જીવની આવી અવસ્થા થાય છે. અવિવિદિષામાં તમોગુણનું પ્રાબલ્ય છે. આમ પાંચ કર્મયોનિનાં લક્ષણો, તેમનાં કાર્યક્ષેત્ર અને તેમનામાં ગુણોની ન્યૂનાધિકતા વિશે યુક્તિદીપિકાકારે વર્ણન કર્યું છે.
૪૫
પ્રાણ વગેરે પાંચ વાયુ અને ધૃતિ વગેરે પાંચ કર્મયોનિની વાત કર્યા પછી યુક્તિદીપિકાકાર પુનઃ મુક્તિલાભના પ્રયોજનને સિદ્ધ કરવા એમને અસત્યથથી વાળી સત્પંથે કાર્યાન્વિત કરવાની વાત કરે છે. પ્રથમ તે પાંચ વાયુ વિશે કહે છે. પાંચ વાયુની આંતર અને બાહ્ય વૃત્તિઓની વાત કરી ગયા છીએ. પ્રાણ વગેરેની અન્તવૃત્તિ