________________
સાંખ્યદર્શન વિષયાકારથી અધ્યવસાય ભિન્ન નથી. અર્થાત્ બુદ્ધિગત વિષયાકાર અધ્યવસાયાત્મક, નિશ્ચયાત્મક, સ્પષ્ટ, વિશદ છે; અને આવો બુદ્ધિગત વિષયાકાર તે જ બુદ્ધિની વૃત્તિ છે.
૧૨
૧૭૫
જ
અચેતન પ્રકૃતિમાંથી ઉત્પન્ન બુદ્ધિતત્ત્વ પણ અચેતન જ છે. એટલે, તેનો પરિણામ પણ ઘટ વગેરેના જેવો અચેતન જ હોય. અચેતનપણાને કારણે બુદ્ધિતત્ત્વ સ્વભાવતઃ પ્રકાશહીન છે. ચેતન સાથેના સંબંધ વિના જડ વસ્તુનો પ્રકાશ સંભવે નહિ. એટલા માટે સત્ત્વાધિકચને પરિણામે સ્વચ્છ યા વિશદ વિષયાકારે પરિણત બુદ્ધિવૃત્તિમાં ચિન્મય પુરુષના પ્રતિબિંબની કલ્પના કરવામાં આવી છે. આ ચેતન પુરુષના પ્રતિબિંબ દ્વારા બુદ્ધિ અને તેનો અધ્યવસાય ચેતનતુલ્ય બને છે. વિષયાકારે પરિણત બુદ્ધિતત્ત્વમાં પુરુષનું પ્રતિબિંબ પડતાં એ વિષયનો બોધ થાય છે. બીજી રીતે કહીએ તો આવી ચેતનાપ્રકાશથી પ્રકાશિત બુદ્ધિવૃત્તિ જ દૃષ્ટ યા પ્રત્યક્ષ પ્રમા કહેવાય છે. આ પ્રક્રિયા વાચસ્પતિસંમત છે. ભિક્ષુને મતે, આપણે જોયું તેમ, વિષયાકારે પરિણત જડ બુદ્ધિ ચેતન પુરુષમાં પ્રતિબિંબિત થાય છે અને આવી પુરુષારૂઢ અર્થોપરક્ત ચિત્તવૃત્તિ જ પ્રત્યક્ષપ્રમા છે. વાચસ્પતિ કહે છે કે બુદ્ધિવૃત્તિમાં પુરુષનું પ્રતિબિંબ પડવાને કારણે બુદ્ધિસ્વરૂપ પુરુષમાં આરોપાય છે. પરિણામે બુદ્ધિતત્ત્વગત જ્ઞાન દ્વારા પુરુષ પોતાને જ્ઞાની માને છે. હકીકતમાં પુરુષ સ્વભાવતઃ જ્ઞાનરહિત છે. સરોવરમાં જ્યારે ચંદ્રનું પ્રતિબિંબ પડે છે ત્યારે જો સરોવરમાં તરંગો ઊઠે ચંદ્રને પણ આપણે સરોવરજળની જેમ તરંગાયમાન ગણીએ છીએ, કહીએ છીએ; બરાબર આવું જ બુદ્ધિપ્રતિબિંબિત પુરુષની બાબતમાં છે. અનાદિ અવિદ્યાને કારણે પુરુષનો બુદ્ધિની સાથે આવો સંબંધ સ્થાપિત થયો છે. આવો વાચસ્પતિનો મત છે. આમ તેમને મતે વિષયાકારે પરિણત બુદ્ધિવૃત્તિ પ્રમાણ છે; જે વિષયના આકારે બુદ્ધિ પરિણત થાય છે તે પ્રમેય યા જ્ઞેય છે; બુદ્ધિગત પુરુષના પ્રતિબિંબને થતો બુદ્ધિગત વિષયાકાર બોધ તે જ પ્રમા છે. તેમને મતે બુદ્ધિમાં જ પ્રમાણ અને પ્રમા ઉત્પન્ન થાય છે. વાચસ્પતિને મતે ‘હું ઘડાને જાણું છું' એવો બોધ બુદ્ધિગત પુરુષપ્રતિબિંબને થાય છે, પુરુષને નહિ.૧
વિજ્ઞાનભિક્ષુના મતે નિયત વિષયની સાથે તે વિષયની ગ્રાહક ઇન્દ્રિયનો સંબંધ થાય છે. ઇન્દ્રિયરૂપ દ્વાર દ્વારા વિષયની સાથે બુદ્ધિનો સંબંધ થતાં તે વિષયના આકારે બુદ્ધિ પરિણમે છે. વિષયાકારે પરિણત બુદ્ધિની આ અવસ્થાને બુદ્ધિવૃત્તિ કહે છે. વિષયાકારે પરિણત થતાંની સાથે બુદ્ધિનું પુરુષમાં પ્રતિબિંબ પડે છે અને ‘આ ઘટ છે’ ‘આ પટ છે’ એવું કેવળ વિષયનું ભાન યા જ્ઞાન થાય છે. તે વખતે જ્ઞાનનો કે આત્માનો પ્રકાશ થતો નથી અર્થાત્ ત્યારે જ્ઞાનનું કે જ્ઞાતાનું ભાન હોતું નથી. ‘હું ઘડાને જાણું છું’ એવું જ્ઞાનનું જ્ઞાન થવા માટે ‘આ ઘટ છે' એવા જ્ઞાનથી યુક્ત જ્ઞાતૃસ્થાનીય પુરુષનું ગ્રહણ આવશ્યક છે. ‘આ ઘટ છે’ એવા જ્ઞાનથી યુક્ત પુરુષનું ગ્રહણ ચિત્તની તેવા પુરુષના આકારની વૃત્તિ દ્વારા સંભવિત બને છે. ‘આ ઘટ છે’ એવા જ્ઞાનથી યુક્ત પુરુષના આકારે પરિણત બુદ્ધિવૃત્તિ જ્યારે પુરુષમાં પ્રતિબિંબિત થાય ત્યારે જ ‘હું ઘટ જાણું છું' એવું જ્ઞાન ઉદ્ભવે છે. ચિત્ત જડસ્વરૂપ છે અને જડ વસ્તુને કોઈ બોધ સંભવે