________________
સાંખ્યદર્શન
- ૧૮૩ નિયત સંબંધ હોય છે તેની વ્યાપ્ય તે વસ્તુ કહેવાય છે, અગ્નિની સાથે ધૂમનો નિયત સંબંધ હોઈ ધૂમ વ્યાપ્ય કહેવાય છે અને અગ્નિ વ્યાપક કહેવાય છે. ધૂમ જ્યાં હોય ત્યાં અગ્નિ હોય જ. આમ ધૂમનો સ્વભાવ જ એવો છે કે તે અગ્નિનો સંબંધ છોડી રહી શકતો નથી. આ નિયત સ્વાભાવિક સંબંધ એ જ વ્યાપ્યવ્યાપકસંબંધ યા વ્યાપ્તિ કહેવાય છે. વ્યાપ્યને હેતુ, લિંગ કે સાધન પણ કહેવામાં આવે છે. વ્યાપકને હેતુમ, લિંગી, સાધ્ય કે પ્રતિજ્ઞા પણ કહેવામાં આવે છે. પક્ષ એટલે અનુમાનનું સ્થાન. સાધ્ય યા પ્રતિજ્ઞાનો આધાર પક્ષના નામે ઓળખાય છે, જેમ કે, “પર્વત અગ્નિયુક્ત છે, ધુમાડો હોવાને કારણે અહીં ધુમાડો વ્યાપ્ય છે, અગ્નિ વ્યાપક છે અને જ્યાં અગ્નિનું અનુમાન થાય છે તે પર્વત પક્ષ છે. વ્યાપ્ય વસ્તુ (ધૂમ) પક્ષમાં (પર્વત ઉપર) છે આ જ્ઞાનને પક્ષધર્મતાજ્ઞાન કહેવામાં આવે છે. અનુમાન માત્ર વ્યાપ્તિજ્ઞાનપૂર્વક જ નથી પણ પક્ષધર્મતાજ્ઞાનપૂર્વક પણ છે. છતાં ઈશ્વરકૃષ્ણના લક્ષણમાં પક્ષધર્મતાજ્ઞાનનો ઉલ્લેખ નથી. એટલે વાચસ્પતિ લક્ષણગત “લિંગિ' પદની પુનરાવૃત્તિ કરે છે. અને બીજા લિંગિ” પદ દ્વારા તે પક્ષધર્મતાજ્ઞાનનું પણ ગ્રહણ કરે છે. આમ “લિંગલિંગિપૂર્વકમ્'નો છેવટે અર્થ થશે વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાન દ્વારા ઉત્પન્ન થયેલી બુદ્ધિવૃત્તિ. આવી બુદ્ધિવૃત્તિ અનુમાન પ્રમાણ છે.” ધૂમ અગ્નિનો નિત્ય સહચર છે અને ધૂમ પર્વતમાં અતારે વિદ્યમાન છે અર્થાત્ ધૂમ અગ્નિવ્યાપ્ય છે અને પર્વત ધૂમવાનું છે. આવા વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાન દ્વારા પર્વતસ્થિત અગ્નિનો, તે ઇન્દ્રિયગોચર ન હોવા છતાં, બોધ થાય છે. આ બોધ અનુમિતિ છે અને તે બોધનું કારણ જે ચિત્તવૃત્તિ છે તે અનુમાન પ્રમાણ છે. સાંખ્યસૂત્રમાં (૧.૧૦૦) અનુમાનનું લક્ષણ નીચે પ્રમાણે છે
પ્રતિબ્ધદઃ તિવજ્ઞાનમ અનુમાન'. પ્રતિબંધ એટલે વ્યાપ્તિસંબંધ. વ્યાપ્તિસંબંધનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિને વ્યાપ્ત વસ્તુના દર્શન પછી વ્યાપક વસ્તુનું જે જ્ઞાન થાય છે તે અનુમાન છે.
અનુમાનના અવયવોની સંખ્યા વિશે મતભેદ જણાય છે. પંચાવયવ અનુમાન અનેકે સ્વીકાર્યું છે. તે પાંચ અવયવો છે–પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન. (૧) પ્રતિજ્ઞા એટલે જેને સિદ્ધ કરવાનું હોય તેનો ઉલ્લેખ, જેમ કે પર્વત
અગ્નિયુક્ત છે'. પર્વત ઉપર અગ્નિનું અસ્તિત્વ સિદ્ધ કરવાનું હોઈ ઉપર મુજબ તેનો ઉલ્લેખ કરવો તે પ્રતિજ્ઞા છે. (૨) હેતુ એટલે હેતુ યા વ્યાપ્ય વસ્તુને જણાવવી તે. જે અદશ્ય વસ્તુ સિદ્ધ કરવાની હોય તેની સાથે જેનો અવિનાભાવ સંબંધ હોય તેનો ઉલ્લેખ, જેમ કે “કારણ કે ત્યાં ધૂમ છે”૩૫ (૩) ઉદાહરણ એટલે વ્યાપ્ય હોતાં વ્યાપક હોય છે જ એ વ્યાપ્તિના દૃષ્ટાંતરૂપ કોઈ એક સ્થળ બતાવવું, જેમ કે રસોડું. રસોડામાં ધૂમાડો હોય છે અને ધૂમાડાની સાથે અગ્નિ પણ હોય છે. (૪) ઉપનય એટલે સાધ્યવ્યાપ્ય સાધનવાળો પ્રસ્તુત પક્ષ છે એમ દર્શાવવું, જેમ કે “આ પર્વત અગ્નિવ્યાપ્ય ધૂમવાળો છે.'૩૭ (૫) નિગમન એટલે સાધન વ્યાપ્ત સાધ્યવાળો પ્રસ્તુત પક્ષ છે એવો નિર્ણય જણાવવો તે, જેમ કે “તેથી આ પર્વત અગ્નિવાળો છે.”૩૮ ઈશ્વરકૃષ્ણ અવયવો સંબંધી કંઈ સ્પષ્ટ કહ્યું નથી. પરંતુ તે પાંચ અવયવોમાં માનતા જણાય છે. યુક્તિદીપિકાકારે