________________
સાંખ્યદર્શન
૧૫૩ સાથે સંયોગ થાય એટલા માટે ધક્કો મારી વેગ આપે છે. આ સંયોગ સંપાદન થતાં સ્થૂળ દેહની સાથે સૂક્ષ્મદેહ પણ પડી જાય છે. જ્યાં સુધી જીવના પાપપુણ્યનો સંપૂર્ણ ક્ષય (મોક્ષ) ન થાય ત્યાં સુધી આ રીતે પ્રત્યેક સ્થૂળદેહની ઉત્પત્તિની સાથે નવું સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થાય છે. પતંજલિને મતે સૂક્ષ્મશરીરના ઘટકો કયા છે તેની માહિતી યુક્તિદીપિકાકાર આપતા નથી. પતંજલિનું સૂક્ષ્મશરીર સ્થાયી નથી પણ પ્રતિ જન્મ જુદું છે. બીજી બાજુ, બુદ્ધિ, અહંકાર અને મન જીવની મુક્તિ સુધી અવસ્થાન કરે છે, પ્રલયમાં પણ બીજરૂપે રહે છે. તેથી પતંજલિના સૂક્ષ્મ શરીરના આ ત્રણ ઘટકો ન સંભવે. વળી, સૂક્ષ્મદેહ ઇન્દ્રિયોને વેગ આપે છે અને પરવર્તી જન્મસ્થાને જવા પ્રેરે છે. એટલે આ સૂક્ષ્મદેહના ઘટકોરૂપે ઇન્દ્રિયોને પણ ન માની શકાય. હવે બાકી રહ્યાં પંચતત્પાત્રો અને પંચવાયુ, આ ઉપરથી એવી કલ્પના થઈ શકે કે પતંજલિને મતે સૂક્ષ્મશરીરના ઘટકો આ પંચતત્પાત્રો અને પચવાયુ છે. પતંજલિને મતે સૂક્ષ્મશરીર ઈન્દ્રિયોને ધક્કો (વેગ) આપે છે. જો બધી ગતિ સરળ માનીએ તો તો વાંધો નહિ. પરંતુ જો ગતિમાં વળાંકનો પણ સંભવ માનીએ તો પ્રથમ વળાંક વખતે સૂક્ષ્મશરીરે આપેલો વેગ ખતમ થઈ જાય. હવે ઇન્દ્રિયો શરીર વિના કેવી રીતે ગતિ કરી શકે? બીજું, ઇન્દ્રિયો શરીર જેવા આધાર વિના રહી શકે ખરી ? જેમ ચિત્રને આધાર તરીકે ઉભરી યા ફલક આવશ્યક છે તેમ ઇન્દ્રિયોને પણ એક સમાન આધાર તરીકે શરીર જરૂરી છે. ત્રીજું, સૂક્ષ્મશરીર માત્ર ઇન્દ્રિયોને જ નૂતન ઉત્પત્તિસ્થાને પહોંચાડે છે એમ કહેવામાં આવ્યું છે; બુદ્ધિ અને અહંકાર નૂતન ઉત્પત્તિસ્થાને કેવી રીતે પહોંચતા હશે? અહંકારને પતંજલિ બુદ્ધિની અંતર્ગત જ ગણે છે, એટલે પ્રશ્ન રહે છે માત્ર બુદ્ધિનો.
| વિંધ્યવાસી સૂક્ષ્મશરીરનું અસ્તિત્ત્વ સ્વીકારતા નથી. તેમને મતે ઇન્દ્રિયો અહંકારમાંથી ઉત્પન્ન થઈ હોઈને વિભુ અર્થાત્ સર્વવ્યાપી છે. તેથી તેમનું એક દેહમાંથી બીજા દેહમાં ગમન સંભવતું નથી. જ્યારે કોઈ સ્થૂલદેહમાં પોતાનો વ્યાપાર (વૃત્તિ) ઇન્દ્રિયો અટકાવી દે છે ત્યારે મૃત્યુ થયું કહેવાય છે અને જ્યારે માતાપિતાના શુક્રશોણિતરૂપ કોઈ બીજદેશમાં તે પોતાની વૃત્તિઓ શરૂ કરી દે છે ત્યારે જન્મ થયો કહેવાય છે. ઇન્દ્રિયોને વિભુ માની અંતરાલેગતિનો છેદ ઉડાડી દેવો અને પરિણામે સૂક્ષ્મશરીરને ન માનવું કેટલું યુક્તિયુક્ત છે તે વિચારણીય છે. • ઇશ્વરકૃષ્ણ સૂક્ષ્મશરીરનું અસ્તિત્ત્વ સ્વીકારે છે. તેમને મતે અમુક્ત પ્રતિ પુરુષને માટે સૃષ્ટિના આરંભે પ્રકૃતિ દ્વારા એક એક સૂક્ષ્મશરીર ઉત્પન્ન થાય છે. આ સૂક્ષ્મશરીર તે તે અમુક્ત પુરુષને એક દેહમાંથી બીજા દેહમાં જવામાં અવલંબનરૂપ છે. તેની ગતિ સર્વત્ર અવ્યાહત છે; તે પથ્થરની આરપાર જઈ શકે છે; તે ગૂઢ સ્થિર બીજમાં પ્રવેશી શકે છે. તે નિત્ય છે, અર્થાત્ પ્રલય સુધી તેનો પ્રવાહ અવિચ્છિન્ન ચાલે છે. પ્રલયમાં
પણ બીજરૂપે તે અવસ્થાન કરે છે. અલબત્ત, સૃષ્ટિ દરમ્યાન જ્યારે પુરુષ મુક્ત થાય * ત્યારે તેનું સૂક્ષ્મ શરીર હંમેશ માટે પડી જાય છે. મુક્તિ વખતે સૂક્ષ્મશરીર પ્રથમ પડે છે
અને પછી સ્થૂળ શરીર પડે છે. બુદ્ધિ, અહંકાર, મન, પંચતત્પાત્ર, પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો આ અઢાર સૂક્ષ્મશરીરનાં ઘટકો છે.' યુક્તિદીપિકાકારના મતે પાંચ
પ-૧૧