________________
૧૫૪
પદર્શન વાયુ પણ સૂક્ષ્મદેહનાં ઘટકો છે. સાંખ્યસૂત્રકારને મતે તેનાં ઘટકો સત્તર છે." ભિક્ષુ આ સત્તરને નીચે પ્રમાણે ગણાવે છે-અગિયાર ઈન્દ્રિયો, પાંચ તત્પાત્રો અને બુદ્ધિ. તે કહે છે કે અહંકારનો સમાવેશ બુદ્ધિમાં સમજી લેવો. સૂક્ષ્મશરીર શાન્ત-ઘોર-મૂઢ સ્વભાવવાળી ઈન્દ્રિયોથી અન્વિત હોવાને કારણે તેને વિશેષ' કહેવામાં આવે છે. સૂક્ષ્મશરીર પૂર્વ પૂર્વના સ્થૂળ દેહનો ત્યાગ કરી નવા નવા સ્થૂળ દેહો ધારણ કરે છે, કારણ કે સ્થૂળ દેહ વિના સૂક્ષ્મ શરીરની બાબતમાં ધર્માધર્માદિનો ભોગ સંભવતો નથી. એટલે અંતરાલગતિમાં તે ઉપભોગરહિત હોય છે. પરલોકમાંથી સૂક્ષ્મશરીર ઈહલોકમાં પાછું આવે છે ત્યારે પ્રથમ તે અન્નમાં પ્રવેશે છે. પછી અદૃષ્ટાનુસારે અમુક મરદના શરીરમાં અન્ન દ્વારા દાખલ થાય છે અને પછી તેના શુકમાં દાખલ થાય છે. ત્યારબાદ શુક્ર સાથે અમુક
સ્ત્રીના જરાયુમાં પ્રવેશે છે. ત્યાર પછી શુશોણિતસંભૂત સ્થૂળદેહકોશથી તે આવિષ્ટ થાય છે. પછી માતાના ઉદરમાંથી ચૂળદેહકોશથી વીંટળાયેલું તે બહાર આવે છે. વર્તમાન જન્મમાં ભોગવવાના ધર્માધર્માદિનો ક્ષય થતાં સ્થૂળ દેહને છોડી તે નવા દેહને ધારણ કરવા ગતિ કરે છે. આત્મા કે પુરુષ ગતિ કરતો નથી. સૂક્ષ્મશરીરના ગમનાગમનનો આરોપ પુરુષમાં કરવામાં આવે છે. ધર્મ, અધર્મ, જ્ઞાન, અજ્ઞાન, વૈરાગ્ય અને અવૈરાગ્ય બુદ્ધિના ધર્મો છે. બુદ્ધિ સૂક્ષ્મદેહનું એક ઘટક છે. આ ધર્મ વગેરે લિંગશરીરની ગતિનું સહકારિકારણ છે. સંસરણ થા ગતિ વિના લિંગદેહને ભોગની પ્રાપ્તિ થાય જ નહિ. કોઈને કોઈ કાળે સૂક્ષ્મશરીરનો પ્રકૃતિમાં લય થાય છે એટલે તેને લિંગશરીરના નામે ઓળખવામાં આવે છે. ઈશ્વરકૃષ્ણ પતંજલિની જેમ પ્રતિ જન્મ ભિન્ન ભિન્ન સૂક્ષ્મશરીર માનતા નથી.
યુક્તિદીપિકામાં આચાર્ય વિંધ્યવાસીના મતનું ખંડન છે. યુક્તિદીપિકાકાર કહે છે કે ઇન્દ્રિયોનું વિભુત્વ અર્થાત્ સર્વવ્યાધિત્વ સંભવતું નથી. જો ઇન્દ્રિયોને વિભુ માનીએ તો દૂરની અને નજીકની બધી વસ્તુઓ ઇન્દ્રિયો દ્વારા ગૃહીત થતાં તે બધી વસ્તુઓનું પ્રત્યક્ષ જ્ઞાન સર્વદા ઉત્પન્ન થાય. બીજું, ઇન્દ્રિયોને વ્યાપક માનતાં બધી વસ્તુઓનું યુગપતું પ્રત્યક્ષ જ્ઞાન થાય. ત્રીજું, ઇન્દ્રિયોને વ્યાપક માનતાં ઇન્દ્રિયોની બાબતમાં વ્યવહિત વસ્તુ હોઈ શકે જ નહિ, બધી વસ્તુઓ તેમની સન્નિહિત જ બની રહેવાની. પરિણામે અનુમાન અને આગમ નિરર્થક બની જવાનાં. આમ ઈન્દ્રિયોને વ્યાપક માની સૂક્ષ્મશરીરનો અસ્વીકાર કરવાનો વિંધ્યવાસીનો મત તર્કયુક્ત નથી.
ઈશ્વરકૃષ્ણ કહે છે કે જેમ ચિત્ર ફલક યા ભીતરૂપ આશ્રયની અપેક્ષા રાખે છે તેમ કરણો સૂક્ષ્મશરીરરૂપ આશ્રયની અપેક્ષા રાખે છે. કરણી સૂક્ષ્મશરીર વિના નિરાધાર રહી શકતા નથી. તેથી આશ્રયસ્વરૂપ સૂક્ષ્મશરીરનું અસ્તિત્ત્વ અવશ્ય સ્વીકારવું જોઈએ. આ સૂક્ષ્મશરીર પુરુષાર્થ સાધવાના ઉદ્દેશે નિમિત્ત ધર્માધર્માદિ અને નૈમિત્તિક ચૂલદેહનું અવલંબન લઈને અભિનેતાની જેમ વર્તે છે, અર્થાત્ વિવિધ રૂપ ધારણ કરે છે. દરેક જીવની અંદર સૂક્ષ્યદેહ છે અને તેની ઉપર વીંટળાયેલો સ્થૂળ દેહ છે. મનુષ્ય જેમ એક ' વેશ છોડી બીજો વેશ ગ્રહણ કરે છે તેમ લિંગદેહ પણ એક સ્થૂળ શરીરનો ત્યાગ કરી નવા