________________
ષદર્શન
યોગદર્શનમાં અવિદ્યાને પુરુષના બંધનનું કારણ ગણી છે. પતંજલિને મતે અવિઘા અર્થાત્ અજ્ઞાન કે અવિવેકનો અર્થ છે અનિત્યમાં નિત્યતાનું જ્ઞાન, અશુચિમાં શુચિતાનું જ્ઞાન, દુઃખમાં સુખનું જ્ઞાન અને અનાત્મમાં આત્માનું જ્ઞાન, યોગભાષ્યકાર કહે છે કે અવિદ્યા પ્રમાણેય નથી કે અપ્રમાણેય નથી. તે છે તત્ત્વજ્ઞાનવિરોધી જ્ઞાન." ભિક્ષુ પણ જણાવે છે કે અવિદ્યા એ વિદ્યાનો અભાવ નથી પરંતુ વિદ્યાવિરોધી અન્ય જ્ઞાન છે. અવિદ્યાના પાંચ પ્રકાર છે-અવિઘા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ; તેમનાં બીજાં નામો છે તમસ્, મોહ, મહામોહ, તામિસ્ર અને અંધતામિસ્ર.' ઈશ્વરકૃષ્ણ ‘અવિદ્યા’ને બદલે ‘વિપર્યય' શબ્દ વાપરે છે અને જણાવે છે કે વિપર્યય બંધનું કારણ છે. અવિદ્યા બુદ્ધિનો ધર્મ છે. અવિદ્યા તુચ્છ નથી, કારણ કે તે યુક્તિ, તર્ક કે ઉપદેશમાત્રથી દૂર થતી નથી. તેના માટે તો અષ્ટાંગ યોગની સાધના જરૂરી છે. બીજરૂપ યા વાસનારૂપ અવિદ્યા સંયોગ નામના જન્મનું કારણ છે. અવિવેક યા અવિદ્યા સંયોગ દ્વારા બન્ધનું કારણ છે એવો ભિન્નુમત છે. ભિક્ષુ એના સમર્થનમાં જણાવે છે કે પ્રલયમાં બંધ દેખાતો નથી તેમ જ જીવન્મુક્તને દુઃખ ભોગવતો જોઈએ છીએ.
૧૬૬
૧૨
સાંખ્યસૂત્રકાર કહે છે કે પુરુષનું બંધન સ્વાભાવિક નથી, કારણ કે જેનો જે સ્વાભાવિક ધર્મ હોય તેની તેમાંથી મુક્તિ કદીય સંભવે નહિ. પુરુષનું બંધન સ્વાભાવિક હોય તો બંધન તોડવાનો પ્રયત્ન અને બંધન તોડવાનો શાસ્ત્રોપુદેશ વ્યર્થ બની જાય.૧૦ કાળના સંયોગથી પણ પુરુષનો બંધ ઘટી શકતો નથી કારણ કે કાળ તો (વિરોધીઓને મતે) નિત્ય અને વ્યાપક છે અને તેથી તેનો સંબંધ તો મુક્ત પુરુષ સાથે પણ છે.1 કાળની માફક દેશ પણ (વિરોધીઓને મતે) નિત્ય અને વ્યાપક હોવાથી દેશના સંબંધરૂપ નિમિત્તથી પુરુષને બંધ સંભવે નહિ. વિહિત કે નિષિદ્ધ કર્મોના અનુષ્ઠાનથી પણ પુરુષને બંધ ઘટી શકતો નથી કારણ કે કર્મ આત્માનો નહિ પણ દેહનો ધર્મ છે. એકના ધર્મ દ્વારા બીજાનો બંધ થઈ શકે નહિ. તેમ માનતાં તો મુક્ત પુરુષના બંધની આપત્તિ આવે.૧૩ પંચભૂતની સંઘાતરૂપ દેહાત્મિકા અવસ્થા પુરુષના દુઃખરૂપ બંધનું કારણ નથી, કારણ કે પુરુષ અસંગ છે. પંચભૂતની સંઘાતરૂપ અવસ્થા દેહનો ધર્મ છે, તે પુરુષનો ધર્મ નથી. દેહ અચેતન છે. અચેતનનો ધર્મ ચેતનના બંધનું કારણ બની શકે નહિ.૧૪ પ્રકૃતિને કારણે પુરુષનું બંધન માની શકાય નિહ.૧૫ બુદ્ધિરૂપ દર્પણમાં જ્યારે પુરુષ પ્રતિબિંબિત થાય છે ત્યારે પ્રકૃતિની સાથે પુરુષનો વિશેષ પ્રકારનો સંયોગ થાય છે. અને આ સંયોગને કારણે જ પુરુષની બંધનદશા છે. સંયોગવિશેષ વિના કેવળ પ્રકૃતિને બંધનનું કારણ સ્વીકારીએ તો પ્રલયકાળેય પુરુષનો દુઃખસંબંધ રહેવો જોઈએ; પરંતુ એવું નથી. તેથી પ્રકૃતિ સાથે પુરુષનો અવિવેકને લઈ જે સંયોગવિશેષ થાય છે તે જ પુરુષના બંધનનું કારણ છે.૧૬
મુક્તિ
સાંખ્યદર્શનમાં આધ્યાત્મક, આધિદૈવિક અને આધિભૌતિકરૂપ દુઃખત્રયની અત્યંત નિવૃત્તિને મુક્તિ કહી છે. દુઃખોની અત્યન્ત નિવૃત્તિનો અર્થ છે દુઃખના પુનઃ