________________
અધ્યયન ૧૩ સૂક્ષ્મશરીર
કર્મ અને પુનર્જન્મ માનનારે એક જન્મના સંસ્કાર બીજા જન્મમાં લઈ જનાર 'શું છે તેનો તેમ જ જીવને અંતરાલગતિમાં સ્કૂલ ભૌતિક દેહ ન હોવાથી તે પ્રયત્ન કેવી રીતે કરે છે તેનો વિચાર કરવો પડે છે. આને કારણે કર્મ અને પુનર્જન્મ માનનારે એક યા બીજા રૂપે સૂક્ષ્મશરીરની કલ્પના કરવી પડે છે. સામાન્યતઃ સાંખ્ય સૂક્ષ્મશરીર માને છે. તેમ છતાં આ બાબતે સાંખ્યાચાર્યોમાં મતભેદ તો છે જ. તેનો વિચાર કરીએ.
પંચાધિકરણને મતે વૈવર્તશરીરરૂપ સૂક્ષ્મદેહનો આશરો લઈને પુરુષનું એક સ્થૂલ દેહમાંથી બીજા સ્થૂલ દેહમાં ગમન થાય છે. માતાપિતાના સંસર્ગકાળે વૈવર્તશરીર અમુક એક કરણ સાથે શુક્રશોણિતમાં પ્રવેશ કરે છે. આ ઉપરથી માની શકાય કે વૈવર્તશરીરના ઘટકોમાં તે કરણનો સમાવેશ છે. વર્તમાન જન્મમાં કરેલ કર્મોની છાપ યા સંસ્કાર તે કરણ ઉપર પડે છે અને તેને પરિણામે પછીના જન્મમાં તે અનુસાર દેવગતિ, તિર્યતિ કે મનુષ્યગતિ મળે છે. વૈવર્તશરીર નિત્ય છે. તે ઇન્દ્રિયોને ગ્રહણ કરવા અને ધારણ ક૨વા સમર્થ છે. ભૌતિક સ્થૂલ દેહ સાથે તેનો સંબંધ એ છે કે નવો જન્મ જીવ જેવો ધારણ કરે છે તેવું જ તે સ્થૂલ દેહથી આવિષ્ટ થઈ જાય છે અને વર્તમાન જન્મમાં ભોગવવાના ધર્માધર્મનો ક્ષય થતાં સ્થૂળ દેહ પડે છે તેની સાથે તે વૈવર્તશરીર પણ તેને છોડી દે છે..
કોઈ એક પતંજલિને મતે સૂક્ષ્મશરીર જન્મે જન્મે જુદું હોય છે. મુક્તિ ન થાય ત્યાં સુધી વિભિન્ન સ્થૂળ દેહોમાં એક સ્થાયી સૂક્ષ્મશરીર હોય છે એવી માન્યતા તે ધરાવતા નથી. તેમના મતે છ *સિદ્ધિઓના ઉપભોગના કાળે સૂક્ષ્મશરીર જીવની ઇન્દ્રિયોને બીજદેશે લઈ જાય છે. જીવનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે સૂક્ષ્મશરીર પાપ-પુણ્ય સાથે સંયુક્ત ઇન્દ્રિયોને ધક્કો મારી વેગ આપે છે જેથી તે ઇન્દ્રિયો પરવર્તી જન્મગ્રહણ માટે પિતામાતાના શુક્રશોણિતના સંપર્કમાં આવી શકે. આ સંયોગ સંપાદન કરાવી આપીને તે પોતાની મેળે નાશ પામે છે. મૃત્યુની સાથે સાથે જ સૂક્ષ્મ શરીરનો નાશ થાય છે અને ઇન્દ્રિયો શુક્રશોણિતમાં પ્રવેશે છે. આ ત્રણેય ક્રિયાઓ એક સાથે થાય છે એવું ફલિત થાય છે. જીવનાં અર્જિત પાપપુણ્ય દ્વારા તેની પછીનું જન્મસ્થાન–સ્વર્ગ અથવા પૃથ્વી અથવા નરક - નિર્ધારિત થાય છે. જીવના પાપપુણ્યરૂપ કર્મના પરિણામે પરવર્તી જન્મમાં નવું સૂક્ષ્મશરીર ઉત્પન્ન થાય છે. આ નવું સૂક્ષ્મશરીર ફરી ઇન્દ્રિયોને પહેલાની જેમ બીજદેશે પ્રેરે છે અને મૃત્યુકાળે એમનો નવા જન્મમાં પિતામાતાના શુક્રશોણિત