________________
સાંખ્યદર્શન
૧૧૯ બધાં સાંસિદ્ધિક. ગ્રહ, તારા વગેરેની આકૃતિઓ સાંસિદ્ધિક છે. મહેશ્વર, હિરણ્યગર્ભ વગેરે માહાભ્યશરીરધારી દેવોને અભિમાનને પરિણામે જે દેહો પ્રાપ્ત થાય છે તે બધાં પ્રાકૃત છે. માહાત્મશરીરધારી દેવાની ઇચ્છા પ્રમાણે પ્રકૃતિમાંથી એ બધાં શરીરો ઉત્પન્ન થાય છે. જે શરીરો યા આકૃતિઓ નૈમિત્તિક તે શરીરો યા આકૃતિઓ વૈકૃત. કલલ વગેરે વૈકૃત છે. ગર્ભવતી નારી દૂધ પીએ તો તેને પરિણામે ગૌરવર્ણ આકૃતિ જન્મે એવું આયુર્વેદ કહે છે. તેથી એ બધી આકૃતિઓ નિમિત્તજન્ય હોઈ નૈમિત્તિક કહેવાય છે. ૫૯
તત્ત્વસર્ગ, ભાવસર્ગ અને પ્રત્યયસર્ગનો પરસ્પર સંબંધ યુક્તિદીપિકામાં વર્ણવ્યો છે. વ્યક્ત અર્થાત્ ઉત્પન્ન તત્ત્વોનાં ત્રણ લક્ષણો છે-(૧) વ્યક્તનું રૂપ (૨) વ્યક્તિની પ્રવૃત્તિ અને (૩) પ્રવૃત્તિનું અનુયાયી ફળ." તત્ત્વસર્ગમાં વ્યક્તનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. તત્ત્વસર્ગમાં મહત્તત્ત્વથી માંડી પંચભૂત સુધીનાં તત્ત્વોની ઉત્પત્તિની વાત કરી છે. ભાવસર્ગમાં વ્યક્તિની પ્રવૃત્તિનું વિવરણ છે. વ્યક્તની પ્રવૃત્તિ બે કારણે થાય છે–હિતપ્રાપ્તિ માટે અને અહિતનિવૃત્તિ માટે. વ્યક્તિની પ્રવૃત્તિના મૂળમાં છે ધર્મ, અધર્મ, અજ્ઞાન, જ્ઞાન વગેરેની પ્રાપ્તિ. ભાવસર્ગમાં ધર્મ વગેરે આઠનું વર્ણન છે. પ્રવૃત્તિનું ફળ બે પ્રકારનું છે અને અદૃષ્ટ. દૃષ્ટ ફળ છે-સિદ્ધિ, તુષ્ટિ, અશક્તિ અને વિપર્યય. અદ્રષ્ટ ફળ છે નૂતન જન્મમાં ભોગ. ધર્મ વગેરે ભાવોમાંથી અજ્ઞાનનું ફળ વિપર્યય છે; અધર્મ, અવૈરાગ્ય અને અનૈશ્ચર્યનું ફળ અશક્તિ છે; ધર્મ, વૈરાગ્ય અને ઐશ્વર્યનું ફળ તુષ્ટિ છે; અને જ્ઞાનનું ફળ સિદ્ધિ છે. સિદ્ધિ મોક્ષલાભનો ઉપાય છે અને વિપર્યય, અશક્તિ તથા તુષ્ટિ મોક્ષપ્રાપ્તિમાં બાધક છે. પ્રત્યયસર્ગમાં વિપર્યય, અશક્તિ, તુષ્ટિ અને સિદ્ધિનું વર્ણન છે. આ રીતે તત્ત્વસર્ગ, ભાવસર્ગ અને પ્રત્યયસર્ગનો એકબીજા સાથે સંબંધ છે.
પાદટીપ
१ स तु देशमहत्त्वात् कालमहत्त्वाच्च महान् सर्वोत्पपाद्येभ्यः महापरिमाणयुक्तत्वात् महान् ।
युक्तिदी० २२ । २ तस्या धर्मज्ञानवैराग्यैश्वर्यख्यप्रकृष्टगुणयोगात् महत्संज्ञा । भावागणेश, तत्त्वसमासटीका १ । 3 बुद्धिसत्त्वं हि भास्वरमाकाशकल्पम् । योगभाष्य १. ३६ । ४ हृदयपुण्डरीके धारयतो या बुद्धिसंवित् । योगभाष्य १. ३६ । ५ महदहकारमनस्त्रितयात्मकस्यान्तःकरणवृक्षस्य महत्तत्त्वम् अङ्कुरावस्थेति । भावागणेश,
तत्त्वसमासटीका १ । ६ सां० त० कौ० २३ ।
૮ કo lo રૂ૭ |