________________
અધ્યયન ૧૦ પંચ તન્માત્ર અને પંચ મહાભૂત
ભૂતાદિ અર્થાત્ તમોગુણપ્રધાન અહંકારમાંથી શબ્દતન્માત્ર, સ્પર્શતન્માત્ર, રૂપતભાત્ર, રસતન્માત્ર અને ગન્ધનાત્ર – આ પાંચ તત્પાત્રોની ઉત્પત્તિ થાય છે." આચાર્ય વિંધ્યવાસીને મતે મહત્તત્ત્વમાંથી પાંચ તત્પાત્રોની ઉત્પત્તિ થાય છે.'
તત્પાત્રોના ગુણો વિશે સાંગાચાર્યોમાં મતભેદ છે. કેટલાક પ્રતિ તન્માત્ર એક ગુણ માને છે. શબ્દતન્માત્રનો ગુણ શબ્દ, સ્પર્શતન્માત્રનો ગુણ સ્પર્શ, રૂપતન્માત્રનો ગુણ રૂપ, રસતન્માત્રનો ગુણ રસ અને ગંધતન્માત્રનો ગુણ ગબ્ધ. વાર્ષગણ્યને મતે પૂર્વ પૂર્વ તન્માત્રના ગુણની અપેક્ષાએ પરવર્તી તન્માત્રમાં એક ગુણ વધુ હોય છે. પૂર્વ પૂર્વની તન્માત્રનો ગુણ કે ગુણો પરવત તન્માત્રમાં આવે છે. તેમને મતે શબ્દતન્માત્રનો ગુણ કેવળ શબ્દ છે; સ્પર્શતક્નાત્રના ગુણો શબ્દ અને સ્પર્શ છે; રૂપતન્માત્રના ગુણો શબ્દ, સ્પર્શ અને રૂપ છે; રસતન્માત્રના ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ છે; અને ગન્ધનાત્રના ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે.યોગભાષ્યમાં વાર્ષગણ્યના મતનું સમર્થન છે. યોગભાષ્યમાં કહ્યું છે કે પરવર્તી તન્માત્ર પૂર્વવર્તી તન્માત્રના ગુણો ધારણ કરે છે. એ કારણે શબ્દતન્માત્ર, સ્પર્શતન્માત્ર, રૂપતન્માત્ર, રસતન્માત્ર અને ગન્ધતભાત્ર યથાક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ગુણોથી યુક્ત હોય છે. શબ્દતન્માત્ર, સ્પર્શતન્માત્ર, રૂપતન્માત્ર, રસતન્માત્ર અને ગન્વન્માત્રમાંથી યથાક્રમે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી – આ પાંચ મહાભૂતો ઉત્પન્ન થાય છે. પરિણામે આકાશનો ગુણ શબ્દ છે; વાયુના ગુણો શબ્દ અને સ્પર્શ છે; તેજના ગુણો શબ્દ, સ્પર્શ અને રૂપ છે; જલના ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ છે; અને પૃથ્વીના ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગબ્ધ છે. વાર્ષગણ્ય અને યોગભાષ્યને મતે અમુક તન્માત્રમાંથી અમુક મહાભૂત ઉત્પન્ન થતો હોઈ તે પૂર્વોક્ત ગુણો ધરાવે છે. કારણના ગુણો કાર્યમાં આવે છે એવો સાંખ્યસિદ્ધાન્ત છે. વાચસ્પતિ કહે છે કે શબ્દતન્માત્રમાંથી આકાશની ઉત્પત્તિ થાય છે અને તે આકાશનો ગુણ શબ્દ છે; શબ્દતન્માત્ર સહિત મિલિત સ્પર્શતક્નાત્રમાંથી વાયુની ઉત્પત્તિ થાય છે અને તેથી વાયુમાં શબ્દ અને સ્પર્શ બે ગુણો છે; શબ્દતન્માત્ર ને સ્પર્શત—ાત્ર સાથે મળીને રૂપતન્માત્ર તેજને ઉત્પન્ન કરે છે એને તેથી તેજમાં શબ્દ, સ્પર્શ અને રૂપ ત્રણ ગુણો છે; શબ્દતન્માત્ર, સ્પર્શતક્નાત્ર અને રૂપતભાત્ર સાથે મળી રસતન્માત્ર જળને ઉત્પન્ન કરે છે અને તેથી જળમાં શબ્દ, સ્પર્શ રૂપ અને રસ ચાર ગુણો હોય છે; શબ્દતન્માત્ર, સ્પર્શતક્નાત્ર, રૂપતન્માત્ર અને