________________
સાંખ્યદર્શન
૧૩૩ જોઈ શકીએ છીએ તે જ નેત્રમણિની અંદર રહેલી ચક્ષુઇન્દ્રિય છે. “આકર્ણવિસ્તૃત ચક્ષુ વગેરે પ્રયોગોમાં જેને આપણે ચક્ષુ સમજીએ છીએ તે ખરેખર ચાઇન્દ્રિય નથી; તે પ્રયોગનો અર્થ એટલો જ છે કે “આકર્ણવિસ્તૃત સ્થાન ચક્ષુનું ક્ષેત્ર છે. આ રીતે વિચારતાં જેને આપણે કર્ણ, નાસિકા, વગેરે કહીએ છીએ તે ખરેખર કર્ણ, નાસિકા, વગેરે ઇન્દ્રિયો નથી. જે સૂક્ષ્મ શક્તિના અભાવમાં દેખાતાં કાન, નાક, જીભ, ચામડી, ચલુ, શબ્દગ્રહણ, ગન્ધગ્રહણ, રસગ્રહણ, સ્પર્શગ્રહણ અને રૂપગ્રહણ ન કરી શકે તે જ ખરેખર ઇન્દ્રિય છે. કર્મેન્દ્રિયની બાબતમાં પણ આ જ વાત છે. હાથપગ પણ દેખાતા હાથપગ નથી સમજવાના; કારણ કે પક્ષાઘાતગ્રસ્ત રોગીને હાથપગ હોવા છતાં તે અકર્મણ્ય હોય છે. જેના અભાવે અકર્મણ્યતાની ઉત્પત્તિ થાય છે તે જ કર્મેન્દ્રિય છે. ઇન્દ્રિયો ભૌતિક હોત તો તે પ્રત્યક્ષનો વિષય બનત. ઇન્દ્રિયોના દૈહિક અધિષ્ઠાનોને જ ઇન્દ્રિય તરીકે સ્વીકારતાં જેની આંખમાં મોતિયો હોય તે પણ જોઈ શકે, અને પાંગળો પણ ચાલી શકે. પરંતુ પરિસ્થિતિ એવી નથી. એટલે ઇન્દ્રિયોનાં દૈહિક અધિષ્ઠાનો અને ઈન્દ્રિયો એક નથી.
યુક્તિદીપિકામાં કહ્યું છે કે વસ્તુની સાથે ઇન્દ્રિયનો સંબંધ થતાં તે વસ્તુ વિશે આપણને જ્ઞાન થાય છે. એટલે કોઈ નજીકની વસ્તુ અને આપણી વચ્ચે જો કોઈ અસ્વચ્છ વ્યવધાન હોય તો નજીકની વસ્તુ પણ આપણા જ્ઞાનનો વિષય બની શકતી નથી. એટલે જ સાંખ્યદર્શનમાં ઇન્દ્રિયોને “પ્રાપ્યકારી' ગણી છે, અર્થાતુ, ઇન્દ્રિય જ્યારે કોઈ વસ્તુના સંબંધમાં આવે છે ત્યારે તે વસ્તુને વિશેનું તેનું કાર્ય થઈ શકે છે. જો ચહ્યુઇન્દ્રિય સીમિત અને ભૌતિક હોય તો દૂરની વસ્તુને અને કાચની પાછળ રહેલી વસ્તુને ચક્ષુઇન્દ્રિય ગ્રહણ કરી શકે જ નહિ. પરંતુ ચક્ષુઇન્દ્રિય વ્યાપક છે એટલે તે બની શકે છે. ચક્ષુઈન્દ્રિય વ્યાપક હોવાને કારણે એને અહંકારમાંથી ઉત્પન્ન થતી માની છે. એટલે, તે ભૌતિક નથી. બીજી ઇન્દ્રિયોની બાબતમાં પણ આમ જ સમજવું. વળી, ઇન્દ્રિયો દ્વારા નાની, મોટી બધી વસ્તુઓનું જ્ઞાન થાય છે. જો તે ભૌતિક હોય તો તે સંભવે નહિ. ભૌતિક ઇન્દ્રિયો તો પોતાના પરિમાણ જેવી વસ્તુઓને જ ગ્રહણ કરી શકે. પરંતુ વાસ્તવમાં ઇન્દ્રિયો તો નાની-મોટી બધી વસ્તુઓને ગ્રહણ કરે છે. એટલે જ કહ્યું છે કે ઇન્દ્રિયો વ્યાપક છે અને પરિણામે અહંકારોત્પન્ન છે. “
ઇન્દ્રિયો સામીત છે કે વ્યાપક એ બાબતે સાંખ્યાચાર્યોમાં મતભેદ જણાય છે. કેટલાક એવું માને છે કે ઇન્દ્રિયોને પોતાનું કોઈ રૂપ નથી. ઇન્દ્રિય જ્ઞાનોત્પત્તિકાળે જે વસ્તુ સાથે સંયુક્ત હોય છે તે વસ્તુનો જ આકાર ગ્રહણ કરે છે. કેટલાક એવું માને છે કે ઇન્દ્રિયોનું રૂપ સીમાબદ્ધ છે. વિંધ્યવાસીને મતે ઇન્દ્રિયો વ્યાપક છે. ઈશ્વરકૃષ્ણ આ બાબત અંગે કંઈ કહેતા નથી “યુક્તિદીપિકાકારને મતે ઇન્દ્રિયો વ્યાપક છે.”
કરણ. કરણો તેર છે–પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, અહંકાર અને બુદ્ધિ. આ ઈશ્વરકૃષ્ણનો મત છે.' આ બાબત અંગે સાંગાચાર્યોમાં મતભેદ છે. યુક્તિદીપિકામાં