________________
અધ્યયન ૧૧ ઈન્દ્રિયો અને કરણો
ઇન્દ્રિય સાંખ્યદર્શનમાં અગિયાર ઇન્દ્રિયોનું અસ્તિત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. એમાં ચક્ષુ વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને વાણી, હાથ, પગ, પાયુ (ગુદાદ્વાર) અને ઉપસ્થ (જનનેન્દ્રિય) આ પાંચ કર્મેન્દ્રિયો છે. મન ઉભયરૂપ છે અર્થાત્ એ જ્ઞાનેન્દ્રિય પણ છે અને કર્મેન્દ્રિય પણ છે. એ ઇન્દ્ર અર્થાત્ આત્માના ચિહ્નરૂપ છે એટલે એમને “ઇન્દ્રિય કહેવામાં આવે છે. ચક્ષુ, વગેરે ઇન્દ્રિય કરણ છે. કર્યા વિના કરણની ક્રિયા સંભવે નહિ. એ કારણે ચક્ષુ વગેરે કરણોના અસ્તિત્ત્વ દ્વારા આત્માના અસ્તિત્ત્વનું અનુમાન થાય છે. આત્મવિષયક અનુમિતિના સાધન ચક્ષુ વગેરે કારણોને “ઇન્દ્રિય” નામે ઓળખવામાં આવે છે. પાણિનિ પણ “ઈન્દ્રિય’ શબ્દની વ્યુત્પત્તિ કરતી વેળાએ કહે છે કે જે ઇન્દ્ર અર્થાત્ આત્માનું ચિહ્ન છે તેને “ઇન્દ્રિય” નામે ઓળખવામાં આવે છે. કરણ દ્વારા કર્તાનું અનુમાન થાય છે.”
આચાર્ય ઈશ્વરકૃષ્ણને મતે વૈકૃત અહંકારમાંથી સત્ત્વગુણપ્રધાન ઇન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે. ભિક્ષને મતે વૈકૃત અહંકારમાંથી મન ઉત્પન્ન થાય છે અને રાજસ અહંકારમાંથી બાકીની દસ ઈન્દ્રિયો ઉત્પન્ન થાય છે. પંચાધિકરણને મતે ઈન્દ્રિયો ભૌતિક છે. પરંતુ અનેક સાંગાચાર્યોએ પંચાધિકરણનો વિરોધ કર્યો છે. સાંખ્ય સૂત્રકાર પણ કહે છે કે ઇન્દ્રિયો અહંકારનું કાર્ય છે, તે ભૌતિક નથી. ઇન્દ્રિયો અતીન્દ્રિય છે. તે પ્રત્યક્ષગોચર નથી. જેઓ બ્રાન્ત છે તેઓ ઇન્દ્રિયના અધિષ્ઠાનમાં “ઇન્દ્રિય” શબ્દનો પ્રયોગ કરે છે.' ઇન્દ્રિયનો વસ્તુની સાથે સંબંધ ન થાય તો કોઈ કંઈ જાણી શકે નહિ. પ્રદીપની સાથે આલોકનો સંબંધ ન થાય તો તે પ્રદીપ કંઈ પ્રકાશિત કરી શકે નહિ. જો ઇન્દ્રિયો અસંબદ્ધ પદાર્થને જાણવા સમર્થ હોત તો તે સર્વદા વ્યવહિત વસ્તુઓને જાણી શકત; પરંતુ વાસ્તવમાં એવું થતું નથી. વ્યવહિત પદાર્થોને કોઈ વ્યક્તિ જોઈ શકતી નથી, સ્પર્શી શકતી નથી, વગેરે. દૂરવર્તી સૂર્ય વગેરે સાથેના સંબંધને કારણે ઈન્દ્રિયોને ગોલકથી ભિન્ન ગણી સ્વીકારવામાં આવી છે. જો ઈન્દ્રિયો ગોલકસ્વરૂપ હોય તો કંદીય દૂરસ્થ સૂર્ય સાથે સંબંધ ઘટી શકે નહિ, કારણ કે ગોલક વગેરે પુરુષના શરીરમાં જ હોઈ શકે છે. પરંતુ ચક્ષુઇન્દ્રિય તો સૂર્યસંબદ્ધ થાય છે. એટલે ઇન્દ્રિયને ગોલકાતિરિક્ત માનવી જોઈએ. ઇન્દ્રિયો છે અધિષ્ઠાનની પાછળ રહેલી શક્તિઓ. જેના બળે આપણે