________________
૧૦૪
પદર્શન સાત્ત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે એવું સઘળા સાંગાચાર્યો સ્વીકારે છે. પરંતુ પંચાધિકરણને મતે ઇન્દ્રિયો પંચભૂતમાંથી ઉત્પન્ન થાય છે. , પાંચ તત્પાત્રોમાંથી પાંચ ભૂતોની ઉત્પત્તિ બધા સાંગાચાર્યો સ્વીકારે છે. તેમની ઉત્પત્તિનો ક્રમ આ પ્રમાણે છે : પ્રથમ શબ્દતન્માત્રમાંથી આકાશ ઉત્પન્ન થાય છે. પછી ક્રમે શબ્દતન્માત્રથી યુક્ત સ્પર્શતક્નાત્રમાંથી વાયુ, શબ્દ-સ્પર્શ બે તન્માત્રથી યુક્ત રૂપતન્માત્રમાંથી તેજ, શબ્દ-સ્પર્શ-રૂપ ત્રણ તન્માત્રથી યુક્ત રસતન્માત્રમાંથી જલ અને શબ્દ-સ્પર્શ-રૂપ-રસ ચાર તન્માત્રથી યુક્ત ગન્ધતન્માત્રમાંથી પૃથ્વી ઉત્પન્ન થાય છે." - બુદ્ધિતત્ત્વમાંથી અહંકારની ઉત્પત્તિને પરિણામે બુદ્ધિતત્ત્વમાં જે ક્ષીણતા આવે છે તેનું પૂરણ પ્રકૃતિ કરે છે. વળી, અહંકારમાંથી ઇન્દ્રિયસમૂહ અને તન્માત્રસમૂહની ઉત્પત્તિને કારણે જે ક્ષય અહંકારનો થાય છે તેનું પૂરણ બુદ્ધિ અને પ્રકૃત બંને) કરે છે. આ રીતે સૃષ્ટિના પ્રત્યેક સ્તરે ઉત્પન્ન થતી ક્ષીણતાનું પરિપૂરણ અનન્તરપૂર્વવર્તી સ્તર અને છેવટે
પ્રકૃતિ કરે છે.'
અહીં પ્રસંગવશ એ કહેવું જોઈએ કે મહતત્ત્વની ઉત્પત્તિ પછી અહંકારની, અહંકારની ઉત્પત્તિ પછી પંચતન્માત્ર તેમ જ અગિયાર ઇન્દ્રિયની અને છેવટે પંચતન્માનની ઉત્પત્તિ પછી પંચમહાભૂતની ઉત્પત્તિ આવી રીતે સૃષ્ટિની બાબતમાં કાલિક પૌર્વાપર્ય સ્વીકારી શકાય નહિ, કારણ કે મહત્તત્ત્વ વગેરેની ઉત્પત્તિ પહેલાં દેશ અને કાળની સૃષ્ટિ તો થઈ નથી હોતી. સાંખ્યકારિકામાં ઈશ્વરકૃષ્ણ તત્ત્વસર્ગની અંદર દેશ અને કાળનો સમાવેશ કરતા નથી. તેથી મહત્તત્ત્વ વગેરેની ઉત્પત્તિના વ્યાપારમાં કાલિક અને દૈશિક પૌર્વાપર્ય કેવી રીતે સ્વીકારી શકાય? કેટલાક વિદ્વાનો જણાવે છે કે “પ્રકૃતિર્મહાન તતોડદાર'(સાં. કા. ૨૨) વગેરે સ્થળે જે પંચમી વિભક્તિનો પ્રયોગ છે તેને જ્ઞાપકતુના અર્થમાં સમજવાનો છે. જેમ “પર્વતો વનિમીન ધૂમાત વગેરે સ્થળે ધૂમના અસ્તિત્વ દ્વારા વનિનું અસ્તિત્વ જાણી શકાય છે તેમ અહીં પણ પ્રકૃતિનું અસ્તિત્વ મહત્તત્ત્વ આદિના અસ્તિત્વનું બોધક છે. પરંતુ આ સમજૂતી બરાબર લાગતી નથી. સાંખ્યકારિકા સ્પષ્ટપણે જણાવે છે ભૂત તત્પાત્રનું, તન્માત્ર અને ઇન્દ્રિય અહંકારનું, અહંકાર મહત્ નું અને મહત્ અવ્યક્તનું લિંગ(જ્ઞાપકત) છે. આમ પ્રકૃતિનું અસ્તિત્વ મહત્ વગેરેના અસ્તિત્વનું બોધક નથી પણ તેથી ઊલટું મહત્ વગેરેનું અસ્તિત્વ પ્રકૃતિના અસ્તિત્વનું બોધક છે. એટલે નીચે પ્રમાણે કહેવું જોઈએ. સામાન્ય રીતે આપણે ભૂલ કાર્ય ઉપરથી સૂક્ષ્મ કારણનું અનુમાન કરીએ છીએ. એટલે જેના જ્ઞાન પછી જેનું જ્ઞાન થાય છે તેને તેનું કાર્ય કલ્પવા આપણે પ્રેરાઈએ છીએ. અહીં પણ ભૂત, તન્માત્ર, વગેરેનું જ્ઞાન પ્રથમ થાય છે અને પછી જ તન્માત્ર, અહંકાર વગેરેનું જ્ઞાન થાય છે. એટલે આપણે ભૂત અને તન્માત્ર, તન્માત્ર અને અહંકાર, અહંકાર અને મહતું, મહતું અને અવ્યક્ત વચ્ચે કાર્યકારણભાવ અર્થાત્ કાલિક પૌર્વાપર્ય માની લઈએ છીએ. હકીકતમાં, માત્ર આપણા જ્ઞાનમાં જ કાલિક પૌર્વાપર્ય છે. બહાર તત્ત્વોમાં કાલિક પૌવંય નથી. તત્ત્વોનું જ્ઞાન આપણને ક્રમથી થાય છે, યુગપ થતું નથી. જ્ઞાનના આ ક્રમિકત્વ ઉપરથી આપણે એવું વર્ણન કરીએ છીએ કે ભૂતની ઉત્પત્તિ પહેલાં તન્માત્રની, તન્માત્રની ઉત્પત્તિ પહેલાં અહંકારની ઉત્પત્તિ, અહંકારની ઉત્પત્તિ