________________
૧૧૬
પદર્શન
જ્ઞાન વગેરેની શ્રેણીઓ ભાવસર્ગમાં બુદ્ધિના ધર્મ, જ્ઞાન, વગેરે આઠ ધર્મોનું વર્ણન કર્યું. એમની શ્રેણીઓની બાબતમાં સાંગાચાર્યો વચ્ચે મતભેદ છે.
આચાર્ય પંચાધિકરણને મતે જ્ઞાન દ્વિવિધ છે–પ્રાકૃતિક અને વૈકૃતિક. પ્રાકૃતિક જ્ઞાનના વળી ત્રણ પ્રકાર છે–તત્ત્વસમકાલ, સાંસિદ્ધિક અને આભિષ્યન્દિક. ‘તત્ત્વસમકાલ' જ્ઞાન એટલે પ્રકૃતિમાંથી બુદ્ધિતત્ત્વની ઉત્પત્તિની સાથે સાથે તેમાંથી આવિર્ભત થતું જ્ઞાન. સાંસિદ્ધિક જ્ઞાન એટલે ઇન્દ્રિયસમન્વિત પંચભૂતમાંથી ઉત્પન્ન થતા શરીરની સાથે સાથે જ ઉત્પન્ન થતું જ્ઞાન. આવું જ્ઞાન પરમર્ષિ કપિલને હતું. ઇન્દ્રિયસમન્વિત પાંચ ભૂતોના બનેલા શરીરમાં રહેલું જ્ઞાન જ્યારે બહાર પ્રગટ થવાને માટે કારણાન્તરની અપેક્ષા કરે ત્યારે તેને આભિષ્યન્ટિક જ્ઞાન કહેવાય. વૈકૃત જ્ઞાનના બે ભેદ છે-સ્વવૈકૃત અને પરવૈકૃત. સ્વર્વકૃત જ્ઞાનમાંથી ‘તારક' સિદ્ધિ ઉદ્ભવે છે અને પરવૈકૃત જ્ઞાનમાંથી બાકીની સાત સિદ્ધિઓ ઉદ્ભવે છે. આ થયો જ્ઞાનનો શ્રેણીભેદ, આવી જ રીતે આવો જ શ્રેણીભેદ ધર્મ વગેરેનો પણ છે."
આચાર્ય વિંધ્યવાસી જ્ઞાનનું તત્ત્વસમ અને સાંસિદ્ધિક રૂપ સ્વીકારતા નથી. તેમને મતે જ્ઞાન સ્વત:પ્રવૃત્ત થતું નથી. જ્ઞાન સહજાત નથી પરંતુ અર્જનનો વિષય છે. ઋષિ કપિલના દેહની ઉત્પત્તિની સાથે જ જ્ઞાન પણ પ્રકટ યા ઉત્પન્ન થતું નથી. જન્મ ગ્રહણ કર્યા પછી ગુરુમુખે ઉપદેશ સાંભળીને જ કપિલને જ્ઞાન થયેલું. આ વિશે ઉપનિષદોનું પણ સમર્થન છે. વિદ્યમાન વસ્તુને પ્રકટ કરવા માટે નિમિત્ત કારણ જરૂરી છે. પરંતુ નિમિત્તકારણ અવિદ્યમાન પદાર્થને કદીય ઉત્પન્ન યા પ્રકટે કરી શકે નહિ. સાધારણ વ્યક્તિથી કપિલની વિશેષતા એ છે કે સાધારણ વ્યક્તિમાં તમોગુણનું આધિક્ય હોવાને કારણે તેના જ્ઞાનને પ્રકટ થવામાં ખૂબ બાધા છે જ્યારે કપિલમાં સત્ત્વગુણની પ્રબળતા હોવાને કારણે તેનું જ્ઞાન એકદમ બહાર આવિર્ભાવ પામે છે. એટલે વિંધ્યવાસીને મતે જ્ઞાનની બે જ શ્રેણીઓ છે–પ્રાકૃતિક અને વૈકૃતિક. પ્રાકૃતિક જ્ઞાનના તત્ત્વસમ અને સાંસિદ્ધિક એ બે રૂપો તે સ્વીકારતા નથી; તે કેવળ આભિષ્યન્દિક રૂપ જ સ્વીકારે છે."
યુક્તિદીપિકાકાર કહે છે કે ઈશ્વરકૃષ્ણને મતે બુદ્ધિના ધર્મ, જ્ઞાન, વગેરે આઠ ધર્મોની ત્રણ શ્રેણીઓ છે-સાંસિદ્ધિક, પ્રાકૃતિક અને વૈકૃતિક. ઈશ્વરકૃષ્ણ પંચાધિકરણે સ્વીકારેલી “તત્ત્વસમકાલ'રૂ૫ શ્રેણીનો સ્વીકાર કરતા નથી. ‘તત્ત્વસમકાલ'રૂપ જ્ઞાનનું અસ્તિત્વ સંભવતું જ નથી. સાંખ્ય મતે પુરુષ બુદ્ધિગત જ્ઞાન, સુખ, દુઃખ વગેરેનો અનુભવ કરે છે. જો પ્રકૃતિમાંથી બુદ્ધિતત્ત્વની ઉત્પત્તિની સાથે સાથે બુદ્ધિમાં જ્ઞાનનો આવિર્ભાવ થતો હોય તો તે જ્ઞાનનો અનુભવ કેવી રીતે સંભવે ? કારણ કે, પુરુષનો જ્યારે ભૂતેન્દ્રિયસમન્વિત દેહની સાથે સંબંધ થાય છે ત્યારે જ બુદ્ધિગત જ્ઞાન, સુખ વગેરેનો અનુભવ શક્ય બને છે. વળી, પદાર્થ સાથે સંબદ્ધ ઇન્દ્રિય દ્વારા બુદ્ધિમાં જ્ઞાન ઉદ્દભવે છે. જો પ્રકૃતિમાંથી બુદ્ધિતત્ત્વની ઉત્પત્તિની સાથે સાથે જ બુદ્ધિમાં, જ્ઞાનનો આવિર્ભાવ થતો હોય તો તત્ત્વાન્તરની અને ઇન્દ્રિયોથી સમન્વિત ભૌતિક દેહની