________________
પ્રદર્શન
અશક્તિનો અર્થ છે બુદ્ધિની અપટુતા. અશક્તિના અઠ્યાવીસ પ્રકાર છે. ઇન્દ્રિયોના દોષને કારણે ઉદ્ભવતી અશક્તિ અગિયાર પ્રકારની છે, જ્યારે બુદ્ધિના વ્યાઘાતને કારણે ઉદ્ભવતી અશક્તિ સત્તર પ્રકારની છે. ઇન્દ્રિયોના દોષને કારણે ઉદ્ભવતી અશક્તિઓ - કાનના દોષને લઈ બહેરાશ, ચામડીના દોષને લઈ કોઢ, ચક્ષુના દોષને લઈ અંધાપો, રસનાના દોષને લઈ જડતા, નાકના દોષને લઈ ગંધઅગ્રાહકતા, વાણીના દોષને લઈ મૂંગાપણું, હાથના દોષને લઈ ઠૂંઠાપણું, પગના દોષને લઈ પંગુતા, જનનેન્દ્રિયના દોષને લઈ નપુંસકપણું, ગુદાના દોષને લઈ મળમૂત્રનો અવરોધ અને મનના દોષને લઈ મૂઢતા. ઇન્દ્રિયોની વિકલતાને કારણે બુદ્ધિમાં વૃત્તિનો અનુદય યા અયથાર્થભાવે ઉદય ઇન્દ્રિયવ્યાઘાત નામે ઓળખાય છે. દૃષ્ટિ અને સિદ્ધિ બુદ્ધિના ધર્મ છે. બુદ્ધિમાં જ્યારે સત્ત્વગુણનું પ્રાબલ્ય હોય છે ત્યારે નવ પ્રકારની તુષ્ટિ અને આઠ પ્રકારની સિદ્ધિ ઉદ્ભવે છે. બુદ્ધિમાં સત્ત્વગુણના ઉદ્રેકનો અભાવ હોય છે ત્યારે તુષ્ટિ કે સિદ્ધિ ઉદ્ભવતી નથી. તુષ્ટિ અને સિદ્ધિના કુલ સત્તર ભેદ છે. એટલે બુદ્ધિવ્યાઘાતના પણ સત્તર ભેદ થાય છે. આમ અશક્તિના કુલ અઠ્યાવીસ ભેદ થાય છે.૩૪
૧૧૨
:
તુષ્ટિના મુખ્ય બે ભેદ છે—આધ્યાત્મિક અને બાહ્ય, ‘પ્રકૃતિથી ભિન્ન સ્વભાવવાળો આત્મા છે' એવો ઉપદેશ ગુરુમુખેથી સાંભળ્યા પછી કોઈ વ્યક્તિ શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા પ્રકૃતિપુરુષના ભેદના જ્ઞાનને દઢ કરવા પ્રયત્ન ન કરતાં પ્રતારકની મિથ્યા વાતોથી સંતોષ પામે ત્યારે તેના ચિત્તમાં તુષ્ટિરૂપ જે બુદ્ધિધર્મ ઉત્પન્ન થાય છે તેને આધ્યાત્મિક તુષ્ટિ કહેવામાં આવે છે. આધ્યાત્મિક તુષ્ટિના ચાર પ્રકાર છે : (૧) પ્રકૃતિ, (૨) ઉપાદાન, (૩) કાલ અને (૪) ભાગ્ય. ‘પ્રકૃતિ-પુરુષનો વિવેકસાક્ષાત્કાર પ્રકૃતિનું કાર્ય છે. એટલે પ્રકૃતિ જ તે નિષ્પન્ન કરશે' એવા ખોટા ઉપદેશને પરિણામે ઘણા પ્રકૃતિ ઉપર નિર્ભર રહી સંતોષ પામે છે. આને પ્રકૃતિતુષ્ટિ કહે છે. એનું બીજું નામ ‘અંભ’ છે. ‘સંન્યાસ ગ્રહણ કરતાં જ વિવેકખ્યાતિ ઉત્પન્ન થાય છે' એવા ખોટા ઉપદેશને પરિણામે જે સંન્યાસ ઉપર નિર્ભર રહી સન્તોષ પામે છે તેની તુષ્ટિ ઉપાદાનસંજ્ઞક છે. તેનું બીજું નામ ‘સલિલ' છે. ‘કાળ પાકે છે ત્યારે વિવેકસાક્ષાત્કાર થાય છે’ એવા ખોટા ઉપદેશને પરિણામે સાંભળનાર કાળ ઉપર નિર્ભર રહી જે સન્તોષ પામે છે તેને ‘કાલ' નામની તુષ્ટિ કહેવામાં આવે છે. તેનું બીજું નામ ‘મેઘ' છે. ‘ભાગ્યવશ જ વિવેકસાક્ષાત્કાર થાય છે' એવા ખોટા ઉપદેશને પરિણામે શ્રોતા ભાગ્ય ઉપર નિર્ભર બની જે સંતોષ અનુભવે છે તેને ‘ભાગ્ય’નામની તુષ્ટિ કહે છે. તેનું બીજું નામ ‘વૃષ્ટિ’ છે. બાહ્ય તુષ્ટિના પાંચ પ્રકાર છે. બાહ્ય તુષ્ટિનું કારણ વિષયવૈરાગ્ય છે. વિષયવૈરાગ્યના પાંચ હેતુઓ છે : (૧) અર્જનદોષદર્શન (૨) રક્ષાદોષદર્શન (૩) ક્ષયદોષદર્શન (૪) ભોગદોષદર્શન (૫) હિંસાદોષદર્શન. ધન કમાવા વિવિધ ઉપાયો જીવે પ્રયોજવા પડે છે; જીવને આ દુઃખકર છે' આવી પ્રતીતિમાંથી જીવના ચિત્તમાં વિષયવૈરાગ્ય જાગે છે. આ વિષયવૈરાગ્યને પરિણામે ઉદ્ભવતા સન્તોષ (તુષ્ટિ)ને ‘પાર’નામે સાંખ્યદર્શનમાં ઓળખવામાં આવે છે. ‘મહાકષ્ટથી અર્જિત