________________
૧૦૫
સાંખ્યદર્શન પહેલાં મહત્ની ઉત્પત્તિ થાય છે અર્થાત્ પહેલાં મહત્ની ઉત્પત્તિ થાય છે, પછી અહંકારની, પછી તન્માત્રની અને પછી ભૂતની. આનો અર્થ એ થશે કે દેશ અને કાળ જ્ઞાતૃનિષ્ઠ છે, વસ્તુનિષ્ઠ નથી. શું સાંખ્યોનો ખરેખર આવો અભિપ્રાય છે? જોકે સાંખ્ય દેશ અને કાળને આકાશ વગેરેમાંથી ઉત્પન્ન થનાર કહે છે તેમ છતાં તે વસ્તુ છે, પ્રજ્ઞપ્તિસતું નથી, સેશ્વર સાંખ્યને મતે કાલ નિત્ય પદાર્થ છે. તેથી તેમને કાલિક ક્રમવાળી સૃષ્ટિ માનવામાં કંઈ બાધા નહિ આવે. પરંતુ તત્ત્વસૃષ્ટિ પછી આકાશરૂપ મહાભૂતમાંથી જેઓ કાળની ઉત્પત્તિ સ્વીકારે છે તેમને મતે તત્ત્વસૃષ્ટિ કાલિક ક્રમ (temporal order) ધરાવતી નથી પરંતુ તાર્કિક ક્રમ (logical order) ધરાવે છે. જેમ ત્રિકોણનું ત્રિકોણત્વ, શિશપાનું વૃક્ષત્વ કાર્યકારણભાવાત્મક નથી પરંતુ સ્વભાવરૂપ છે તેમ સૃષ્ટિનો ક્રમ પણ સ્વભાવરૂપ છે. જીવની બુદ્ધિને તેના અસામર્થ્યને કારણે તત્ત્વસૃષ્ટિમાં કાલિકપણાનું જ્ઞાન થાય છે; જીવને કાલાનવચ્છિન્ન કોઈ વસ્તુનું જ્ઞાન સંભવતું નથી. આ એક ઉકેલ છે. આ ઉપરાંત આ સમસ્યાના બીજા બે ઉકેલો પણ સંભવે છે. એક, પ્રકૃતિ નિત્ય અને વિભુ હોઈ જો કે તે દેશ અને કાળથી પરિચ્છિન્ન બની ન શકે તેમ છતાં પ્રકૃતિનો સ્વભાવ પરિણામ છેભલે પછી તે પરિણામ સદૃશ હોય કે વિસદૃશ. આ પરિણામ કાળ વિના બુદ્ધિને અગમ્ય છે. એટલે, પરિણામાવિનાભાવી કાળને પ્રકૃતિના સ્વભાવ તરીકે સ્વીકારતાં તર્કબાધ આવતો નથી. કાળ પ્રકૃતિના સ્વભાવમાં અન્તર્ગત હોઈ તેની તત્ત્વોમાં ગણતરી નથી કરવામાં આવી એવો ખુલાસો થઈ શકે. આ મત સ્વીકારતાં સૃષ્ટિનો કાલિક ક્રમ સ્વીકારવામાં કોઈ બાધા આવતી નથી, બીજો ઉકેલ એ કે આપણે આકાશોભૂત કાળને વ્યાવહારિક કાળ
ગણીએ. વ્યાવહારિક કાળ ક્રિયાભિવ્યંગ્ય છે. ક્રિયા એટલે ગતિ. ક્રિયા પરિમિત વસ્તુનો - ધર્મ છે, વિભુનો નથી. સાંખ્યની પ્રકૃતિ, મહતું અને મહાભૂત સુધીનાં તત્ત્વો વિભુ છે.
એટલે તેમનામાં ગતિક્રિયા નથી. એટલે તેમનામાં વ્યાવહારિક કાલની અપેક્ષા નથી. માત્ર ભૌતિક સૃષ્ટિમાં વ્યાવહારિક કાલજ્ઞાનની અપેક્ષા હોવાથી સાંખ્યસૂત્રમાં અનિત્ય કાલને આકાશમાંથી ઉત્પન્ન થતો કહ્યો છે. આ કાલ ભૌતિક અને વ્યાવહારિક છે. જો નિત્ય અને અનિત્ય કાળનો ભેદ સ્વીકારવામાં આવે તો કાલિક સૃષ્ટિ ઘટી શકે.
અહીં એક વસ્તુ નોંધીએ. મહતુ, અહંકાર, ઇન્દ્રિયોના વ્યાપારનો ક્રમ તેમની ઉત્પત્તિના ક્રમથી ઊલટો છે. પહેલાં આલોચન, (પછી મનનો વ્યાપાર વિકલ્પ), પછી અભિમાન અને ત્યાર પછી અધ્યવસાય થાય છે. (io ત વ ૩૦)
પ્રત્યેક પુરુષનો મૂલા પ્રકૃતિ સાથેનો સંયોગ પ્રત્યેક પુરુષની ભિન્ન ભિન્ન સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આમ જેટલા જીવો તેટલી સૃષ્ટિઓ ઉત્પન્ન થાય છે. આ સૃષ્ટિઓની ઉત્પત્તિ એક સાથે થાય છે અને બધી સૃષ્ટિઓનો પ્રલય પણ એકસાથે થાય છે. સૃષ્ટિ એ સર્વસાધારણ અને વૈશ્વિક નથી પરંતુ વિશિષ્ટ અને વૈયક્તિક છે. આમ માનવાને અનેક કારણો છે : (૧) પુરુષવિશેષ ઈશ્વર ન માનનાર સાંખે વૈશ્વિક (Cosmic) સૃષ્ટિની વાત કરવી બરાબર નથી. અને તેનો તેમ કરવાનો ઇરાદો પણ નથી. પુસપવિશેષ ઈશ્વર માનનાર સાંખ્ય જ વૈશ્વિક સર્વસાધારણ સૃષ્ટિની વાત પુરાણોમાં કરે છે. (૨) આપણને સ્પષ્ટપણે સાંખ્ય જણાવે છે કે વ્યક્તિ પ્રકૃતિ પ્રતિપુરુષ ભિન્ન છે. અને આ વ્યક્ત