________________
સાંખ્યદર્શન
૧૦૯ તેને પરનું ભાનેય થતું નથી. ભાન, બોધ યા અનુભવ પુરુષને થાય છે. પુરુષ જ સ્વપરપ્રકાશ છે. ચિત્ત બાહ્ય વિષયોને (તે તે વિષયાકારે પરિણમી) ગ્રહણ કરે છે. પરંતુ તે પોતે પોતાને ગ્રહણ કરતું નથી, તેમ જ તેનું ગ્રહણ અન્ય ચિત્તથી પણ થતું નથી. તેનું ગ્રહણ તો પુરુષ જ કરે છે. ચિત્તમાં તમોગુણનું આવરણ સંપૂર્ણ દૂર થતાં ચિત્ત સર્વ અર્થોને જાણે છે. ચિત્ત અનન્ત છે અર્થાત્ ચિત્તને અનન્ત જ્ઞાન છે. કેટલાક યોગાચાર્યો ચિત્તને જ સંકોચવિકાસશીલ માને છે જ્યારે કેટલાક ચિત્તને વિભુ માની તેની વૃત્તિને સંકોચવિકાસશીલ માને છે.૧૫
ભાવસર્ગ બુદ્ધિના ધર્મ વગેરે આઠ" ધર્મોને ‘ભાવસર્ગ' કહેવામાં આવે છે. ધર્મ એટલે શાસ્ત્રવિહિત કર્મથી ઉત્પન્ન અદૃષ્ટ. જ્ઞાન એટલે શબ્દ વગેરેની ઉપલબ્ધિ અને સત્ત્વપુરુષ-અન્યતાખ્યાતિ (પ્રકૃતિ-પુરુષવિવેકજ્ઞાન), વૈરાગ્યને પરિણામે વિષયની તૃષ્ણાનો નાશ થાય છે અને ઐશ્વર્યમાંથી અણિમા વગેરે ઉદ્ભવે છે.૨૦
બુદ્ધિના વૈરાગ્યરૂપ ધર્મના ચાર ભેદ સાંખ્યદર્શનમાં જણાવ્યા છે–યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને વશીકાર. ચિત્તગત વિષયાભિલાષા પુરુષની ઇન્દ્રિયોને વિવિધ વિષયોમાં પ્રવૃત્ત કરે છે. ઇન્દ્રિયો તે વિષયોમાં ન આકર્ષાય તે માટેના પ્રયત્નને
યતમાન' કહેવાય છે. તેવો પ્રયત્ન શરૂ થતાં કેટલાક વિષયાભિલાષી ઇન્દ્રિયોને પ્રવૃત્ત કરવામાં અસમર્થ બને છે અને કેટલાક વિષયાભિલાષી ઈન્દ્રિયોને બળપૂર્વક વિષયોમાં ખેંચી જાય છે. પ્રથમ પ્રકારના વિષયાભિલાષીને પદ્મ કહેવામાં આવે છે. જ્યારે બીજા પ્રકારના વિષયાભિલાષોને અપક્વ કહેવામાં આવે છે. આ પક્વ અને અપક્વ વિષયાભિલાષીને જુદા પાડી તેમનો તે રૂપે નિશ્ચય કરવો તેનું નામ “વ્યતિરેક છે. પક્વ વિષયાભિલાષામાંના કેટલાક ઇન્દ્રિયોને પ્રવૃત્ત કરવામાં અસમર્થ હોવા છતાં
સુક્યરૂપ મનોવેદના જન્માવે છે. તેમની તે શક્તિનો નાશ કરવા જે પ્રયત્ન કરવામાં આવે છે તેને “એકેન્દ્રિય' કહેવામાં આવે છે. આ સુક્યની નિવૃત્તિ થવી તે વશીકાર' વૈરાગ્ય છે. પતંજલિ પણ આને વશીકારસંશક વૈરાગ્ય કહે છે. પતંજલિ આનાથી પર એવા સર્વોત્કૃષ્ટ વૈરાગ્યને પરવૈરાગ્ય કહે છે. પરવૈરાગ્યમાં ત્રણેય ગુણોના સકળ ધર્મોથી અર્થાત્ વિવેકજ્ઞાનથી પણ પુરુષ વિરક્ત બની જાય છે.૨
બુદ્ધિના ઐશ્વર્યરૂપ ધર્મમાંથી અણિમા, લધિમા, પ્રાપ્તિ, મહિમા, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ અને યતકામાવસાયિત્વ આ આઠ સિદ્ધિ કે ઐશ્વર્યનો આવિર્ભાવ થાય છે. આ અણિમા વગેરેરૂપ ઐશ્વર્ય પ્રયત્નવિશેષ છે. “અણિમા' ઐશ્વર્યને બળે ભારે દેહને એટલો હલકો બનાવી શકાય કે તે સૂર્યનાં કિરણોને ઝાલી ઊંચે ચઢી શકે. “પ્રાપ્તિ ઐશ્વર્યનો ઉદય થતાં ચંદ્રને આંગળીથી સ્પર્શી શકાય. “પ્રાકામ્ય'નો અર્થ છે ઇચ્છાનો. વ્યાઘાત ન થવો તે. આ ઐશ્વર્યના સામર્થ્યથી વ્યક્તિ પાણીની જેમ સમતલ ભૂમિમાં પણ ડૂબકી મારી શકે. “વશિત્વરૂપ ઐશ્વર્યને બળે વ્યક્તિઓને વશ કરી શકાય. આ