________________
૧૦૮
પદર્શન આ વર્ણન ઉપરથી એવું ફલિત થાય છે કે મહત્તત્ત્વના ધર્મ તરીકે અવ્યવસાયને અમુક ખાસ દૃષ્ટિએ જ સ્વીકારી શકાય. ખરેખર તો તેનો ધર્મ પણ વિકલ્પ, અભિમાન અને અધ્યવસાયરૂપ વૃક્ષની અંકુરાવસ્થારૂપ જ મનાવો જોઈએ.
વ્યવહારમાં માણસ કોઈ પણ વસ્તુનું પહેલાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા આલોચન કરે છે, પછી મન દ્વારા તેના ગુણદોષ વિચારે છે, પછી પોતે તેને વિશે કંઈક કરવા સમર્થ છે એવો અહંભાવ યા અભિમાન ધારણ કરે છે અને છેવટે તે ક્રિયા વ્યાપાર કરવાનો અધ્યવસાય કરે છે. આ અધ્યવસાય બુદ્ધિનો અસાધારણ ધર્મ છે.' '
જ્ઞાનોત્પત્તિની પ્રક્રિયામાં બુદ્ધિનું પ્રાધાન્ય છે. બુદ્ધિ પોતે જ સાક્ષાત્ ય વસ્તુઓને પુરુષ સમીપ ઉપસ્થિત કરે છે. ગામનો કર ભેગો કરી ગ્રામોધ્યક્ષ સર્વાધ્યક્ષને અને સર્વાધ્યક્ષ રાજાને આપે છે. તેવી જ રીતે ઇન્દ્રિયો પુરુષના ભોગના વિષયો મન આગળ, મન અહંકાર આગળ, અહંકાર બુદ્ધિ આગળ અને બુદ્ધિ પુરુષ આગળ યથાક્રમે. રજૂ કરે છે. તેથી બુદ્ધિનું જેમ ઇન્દ્રિયોથી પ્રાધાન્ય છે તેમ મન અને અહંકારથી પણ છે. પુરુષના ભોગ અને અપવર્ગ બુદ્ધિ દ્વારા જ સંપન્ન થતા હોઈ બુદ્ધિનું પ્રાધાન્ય સ્વીકારવું જોઈએ. ભોગ અને અપવર્ગરૂપ પુરુષાર્થને સિદ્ધ કરવામાં બુદ્ધિ જ પુરુષને સાક્ષાત્ સહાયક છે. બધાં જ કરણોને વ્યાપીને બુદ્ધિ રહે છે એટલે બુદ્ધિનું પ્રાધાન્ય છે જ. કોઈ પણ પુરુષાર્થ કેમ ન હોય તેને બુદ્ધિ વિના નિષ્પન્ન થતો જાણ્યો કે જોયો નથી. એટલે બધાં કરણોમાં બુદ્ધિનું પ્રાધાન્ય છે. સર્વ સંસ્કારોનો આધાર છે બુદ્ધિ, અહંકાર, મન કે ઇન્દ્રિય સર્વ સંસ્કારોના આધારરૂપ ઘટી શકતા નથી. ઇન્દ્રિયને સર્વ સંસ્કારોનો આધાર માનતાં આંધળા અને બહેરાને પૂર્વ કે પૂર્વશ્રુત પદાર્થનું સ્મરણ અસંભવ બનશે. અહંકાર કે મનને પણ સર્વ સંસ્કારોના આધાર તરીકે ન સ્વીકારી શકાય કારણ કે તત્ત્વજ્ઞાનનો ઉદય થતાં અહંકાર અને મનનો તો નાશ થઈ જાય છે પણ તે વખતે પુરુષને સ્મરણ તો હોય છે. એટલે બુદ્ધિને જ સર્વ સંસ્કારોના આધાર તરીકે સ્વીકારવી જોઈએ. આ હકીકત પણ બુદ્ધિનું પ્રાધાન્ય સિદ્ધ કરે છે. ચિન્તાવૃત્તિને આધારેય બુદ્ધિનું પ્રાધાન્ય પ્રમાણિત કરે છે. ધ્યાનરૂપ વૃત્તિ (ચિન્તાવૃત્તિ) બધી વૃત્તિઓમાં શ્રેષ્ઠ છે. ચિત્તારૂપ શ્રેષ્ઠ વૃત્તિનો આશ્રય હોવાને કારણે બુદ્ધિનું બીજું નામ ચિત્ત પણ છે. જે પોતે પ્રધાન ન હોય તે કદી પણ શ્રેષ્ઠવૃત્તિનો આશ્રય બની શકે જ નહિ." ચક્ષુ વગેરે ઇન્દ્રિયોના વ્યાપારમાં મનનું પ્રાધાન્ય છે, મનના વ્યાપારમાં અહંકારનું પ્રાધાન્ય છે અને અહંકારના વ્યાપારમાં બુદ્ધિનું પ્રાધાન્ય છે. આમ સાંગાચાર્યો કરણોમાં બુદ્ધિનું પ્રાધાન્ય સિદ્ધ કરે છે.
બુદ્ધિ યા ચિત્ત પરિણામી છે. તેનામાં બાહ્ય પદાર્થો અને પુરુષ પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબનો અર્થ અહીં પરિણામ છે. ચિત્ત બાહ્ય પદાર્થોના આકાર અને પુરુષના આકારે પરિણમે છે એટલે તેને તેના વિષયો સદા જ્ઞાત નથી. ચિત્તનો વિષયાકાર કે સુખદુ:ખાકાર તેની વૃત્તિ કહેવાય છે. ચિત્તની વૃત્તિ પુરુષને સદા જ્ઞાત હોય છે. ચિત્ત સ્વપ્રકાશય નથી કે પરપ્રકાશય નથી. અર્થાત્ ચિત્તને પોતાને પોતાનું ભાન થતું નથી, કે