________________
સાંખ્યદર્શન પુરુષવિશેષ ઈશ્વર નથી પરંતુ બધા જ જીવો છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે વ્યક્ત પ્રકૃતિ પ્રતિપુરુષ ભિન્ન છે. સાંખ્યકારી ઈશ્વરને માનવાની કોઈ આવશ્યકતા જોતા નથી. પુરુષથી સંયુક્ત પ્રકૃતિ જ મહતું વગેરે રૂપે પરિણત થાય છે. પ્રકૃતિ સદાકાળ અદાધીન પુરુષથી સંયુક્ત રહેવાની છે કારણ કે પુરુષો અનન્ત છે. ભલે તેમાંથી ગમે તેટલા પુરુષો ધીમે ધીમે પ્રકૃતિનો સંબંધ છોડતા જાય પણ અનંત હોવાથી બદ્ધ પુરુષોનો એને આવશે જ નહિ અને પ્રકૃતિનું સૃષ્ટિ-ચક્ર સદા ચાલ્યા જ કરશે. આમ પ્રકૃતિનો કોઈને કોઈ પુરુષ સાથેનો સંયોગ અનાદિ-અનંત છે અને તેથી તેની પ્રલયાન્તરિત સૃષ્ટિઓનો પ્રવાહ પણ અનાદિ-અનંત બની રહે છે. એટલે, પુરુષવિશેષ ઈશ્વરને માનવાની કોઈ જરૂર નથી.
પ્રકૃતિ નિત્ય પ્રવૃત્તિશીલ હોવા છતાં તેનું સૃષ્ટિકાર્ય બધા પુરુષો માટે સર્વદા ચાલતું નથી. પ્રકૃતિની મહત્તત્ત્વ વગેરે રૂપે પરિણતિનું પ્રયોજન છે. પ્રત્યેક પુરુષને મુક્તિ પ્રાપ્ત કરાવી આપવી. પરપ્રયોજન હોવાથી પ્રકૃતિ એ કાર્યમાંથી અટકી જાય છે યા તો એ કાર્યમાં શિથિલ બની જાય છે એવું નથી. પુરુષની મુક્તિ સાધી આપવી તે પ્રકૃતિને સ્વપ્રયોજનાલ્ય છે. પોતાનું પ્રયોજન સિદ્ધ થતાં વ્યક્તિ તેને ફરીથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતી નથી એ તો સુવિદિત હકીકત છે. તેવી જ રીતે પ્રકૃતિ પણ નિત્ય પ્રવૃત્તિશીલ હોવા છતાં જે પુરુષને મુક્તિ સાધી આપે છે તેના પ્રતિ ફરીથી પ્રવૃત્ત થતી નથી. પ્રત્યેક પુરુષનું લિંગ શરીર જુદું છે. પ્રકૃતિ બીજા પુરુષને માટે લિંગ શરીર વગેરે ઉત્પન્ન કરવા છતાં જે પુરુષે મુક્તિ સંપાદન કરી છે તેને માટે ફરીથી લિંગ શરીર વગેરે ઉત્પન્ન કરવામાંથી વિરમે છે. જ્યાં સુધી પુરુષની મુક્તિ નથી થઈ હોતી ત્યાં સુધી પુરુષને માટે પ્રકૃતિ પ્રવૃત્તિ કરે છે. મુક્તિ સંપાદિત થતાં તે પુરુષને માટે પ્રકૃતિની પ્રવૃત્તિ અટકી જાય છે. નર્તકી જેમ રંગસભામાં નૃત્યપ્રદર્શન કરી નૃત્યમાંથી વિરત થાય છે તેમ પ્રકૃતિ પણ પુરુષ સમક્ષ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી નિવૃત્ત થાય છે. પ્રકૃતિ પોતાનાથી તદ્દન ભિન્ન સ્વભાવવાળી છે એવું પુરુષને ભાન કરાવવું તે પ્રકૃતિના સ્વસ્વરૂપપ્રકાશનો અર્થ છે. પુરુષના અપવર્ગ માટે પ્રકૃતિની પ્રવૃત્તિ છે. તે સિદ્ધ થતાં પ્રકૃતિ નિવૃત્ત થાય છે. નર્તકી તો નૃત્યપ્રદર્શન કરી રંગમંચ પરથી ચાલી ગયા પછીય પ્રેક્ષકોની તેને ફરી જોવાની પ્રબળ ઇચ્છાને વશ થઈ પુનઃ રંગમંચ પર પ્રવેશ કરે છે. પરંતુ પ્રકૃતિ સામાન્ય નર્તકી જેવી નથી અને પુરુષ સામાન્ય પ્રેક્ષક જેવો નથી. પ્રકૃતિ કુલવધૂથીય વધુ લજ્જાશીલ છે. એટલે જે પુરુષ સમક્ષ તેનું સ્વરૂપ એકવાર પ્રગટ થઈ જાય છે તેની સમક્ષ તે ફરી કદી ઉપસ્થિત પણ થતી નથી. અને પુરુષ પણ જેવો એકવાર તેને તેના ખરા રૂપમાં નિહાળી લે છે એટલે તેની બધી જ તૃષ્ણાઓનો આત્યન્તિક વિચ્છેદ થઈ જાય છે. સામાન્ય પ્રેક્ષકની જેમ તે તૃષ્ણાયુક્ત રહેતો નથી. - પ્રકૃતિ પુરુષની મુક્તિ માટે પ્રવૃત્ત થાય છે પણ બદલામાં પુરુષ પાસેથી તે કંઈ પ્રાપ્ત કરતી નથી. જેમ ગુણવાન ઉપકારી સેવક નિર્ગુણ અનુપકારી શેઠની માત્ર એવા જ કરે છે, બદલામાં કંઈ પામતો નથી તેમ ગુણવતી પ્રકૃતિ નિર્ગુણ અને પરિણામે અનુપકારી પુરુષનું પ્રયોજન વિવિધ ઉપાયે નિઃસ્વાર્થભાવે સાધી આપે છે.*