________________
૯૨
પદર્શન શરીરી જીવોનું બહુત્વ પ્રતિપાદિત થયું લાગે છે, પરંતુ શુદ્ધ નિત્ય નિર્વિકાર આત્માનું યા પુરુષનું બહુત્વ પ્રતિપાદિત થયું હોય એમ લાગતું નથી. તે તો સર્વદા એક અને અદ્વિતીય છે."
ઉપર જેમના મતો ટાંક્યા છે તે ત્રણેય વિદ્વાનો વેદાન્તપક્ષપાતી છે. એટલે, તેમનું મૂલ્યાંકન એના પાસથી રસાયેલું હોય તે સ્વાભાવિક છે. ડૉ. મુખર્જી અને ડે. રાધાકૃષ્ણનને મતે ગુણકૃત ભેદ (qualitative difference) સિવાય કે તારતમ્યના ભેદ (difference of degree) સિવાય સંખ્યાકૃત ભેદ (numerical difference) જેવી કોઈ ચીજનું અસ્તિત્વ લાગતું જ નથી. વળી, તેમનામાં ઊંડે ઊંડે એવું વસતું લાગે છે કે જાણે અપરિણામિત્વનો બહુત સાથે વિરોધ હોય! પ્રો. મેકસમૂલરને મન બે વિભુ દ્રવ્યો સાથે રહી જ ન શકે. પરંતુ ભારતીય દર્શનકારો એવું માનતા નથી. નૈયાયિકો અનેક વિભુ દ્રવ્યો માને છે. અને તે બધાં સાથે રહે છે – સાંકર્યા વિના. જો પરિસ્થિતિ આવી છે તો અનેક વિભુ આત્મદ્રવ્યોને સાથે રહેવામાં શી બાધા હોઈ શકે ? વિભુત્વનો બહુત્વ સાથે કોઈ વિરોધ નથી. પુરુષબહુત્વની માન્યતા ખૂબ પ્રાચીન છે. તે આર્યોના આગમન પૂર્વેની મૂળ ભારતીયોની છે એવો મત ડૉ. ઝીમરનો છે. આ વાત સાચી અને સૂચક લાગે છે. આજીવક અને જૈન દર્શનમાં પણ આ માન્યતા મૌલિક છે, ઉછીની લીધેલી નથી. આત્મબહુત્વ સાથે કર્મવાદનો મેળ ખાય છે. એટલે કર્મવાદ પણ આત્મબહુત જેટલો પ્રાચીન છે અને હોવો જોઈએ. એકાત્મવાદીઓએ પણ કર્મસિદ્ધાન્ત સ્વીકારી તેની ઉપપત્તિ એકાત્મવાદ સાથે કરવા પ્રયત્ન કર્યો છે પણ એકાત્મવાદ સાથે કર્મસિદ્ધાન્તનો મેળ બુદ્ધિગમ્ય લાગતો નથી.
પુરુષ અને બુદ્ધિ : દેહ આદિની સાથે સંબદ્ધ જીવમાં સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ પ્રયત, ધર્મ, અધર્મ, સંસ્કાર વગેરે ધર્મો જણાય છે. પરંતુ વાસ્તવમાં તે બધા ધર્મો બુદ્ધિના છે. પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે અને તેમનો સંયોગ પણ અનાદિ છે. પ્રકૃતિ-પુરુષના અનાદિ સંબંધને કારણે વૃત્તિ સહિત બુદ્ધિનું પુરુષમાં પ્રતિબિંબ પડે છે અને પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે. આ પરસ્પર પ્રતિબિંબ ભિક્ષુ સ્વીકારે છે. બુદ્ધિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે એટલે બુદ્ધિગત વિવિધ વિષયાકારોનું અને સુખ-દુઃખાકારોનું પુરુષને ભાન થાય છે. આ ભાન જ પુરુષનો બોધ અને ભોગ છે. વૃત્તિવાળી બુદ્ધિના પુરુષગત આ પ્રતિબિંબને લીધે પુરુષ પોતે જ વિષયાકારે પરિણમે છે અને તે પોતે જ સુખદુઃખાકારે પરિણમે છે એવું માનવા જીવ (=સંસારી પુરુષ) પ્રેરાય છે. જીવનું આ અભિમાન એ જ પુરુષને બુદ્ધિનો ઉપરાગ છે, વાસ્તવિક ઉપરાગ નથી. બુદ્ધિનો કોઈ ધર્મ પુરુષમાં વાસ્તવિકપણે સંક્રાન્ત થતો નથી. પુરુષ તો ફૂટસ્થનિત્ય, અપરિણામી જ રહે છે. જેમ બાહ્ય વિષયોનું ભાન યા દર્શન બુદ્ધિવૃત્તિ દ્વારા જ પુરુષને થાય છે તેમ તેને પોતાનું ભાન યા દર્શન પણ બુદ્ધિવૃત્તિ દ્વારા જ માનવું જોઈએ. તેમ ન માનીએ તો પુરુષ પોતે પોતાનો જોય નહિ બની શકે, કારણ કે પુરુષ સાક્ષાત્ પોતે પોતાનું દર્શન કરે છે એવી